કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીને એક માનહાનિના મામલામાં સુરતની કોર્ટે બે વર્ષની સજા સંભળાવી છે. તેના જ આધારે તેમનું સાંસદપદ પણ રદ કરવામાં આવ્યું છે. બધા લોકોની નજર એના પર જ છે કે હવે રાહુલ ગાંધી અને કોંગ્રેસ આગળ કયું પગલું ભરે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર કોંગ્રેસ ગુજરાતની સેશન્સ કોર્ટમાં જઈ શકે છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, રાહુલ ગાંધીને સજા મળ્યા બાદ કોંગ્રેસ પાસે હવે વિકલ્પ છે તેમની સજાને ઉપરની કોર્ટમાં પડકારવી. રિપોર્ટ્સ અનુસાર હવે કોંગ્રેસ તે જ કરવા માટે જઈ રહી છે અને આગામી સોમવારે કે મંગળવારે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી શકે છે.
#BREAKING | Congress to move Sessions Court in Gujarat, say sources. Details of party’s strategy on Rahul Gandhi accessed. #RahulGandhi #Congress #Gujarat
— Republic (@republic) March 25, 2023
Tune in here – https://t.co/ge3J2OW61a pic.twitter.com/ixf6XHbl5d
2019માં લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન ‘મોદી સમાજ’ પર એક ટીપ્પણી કરી હતી. જેને લઈને સુરતના ધારાસભ્ય અને ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં કેસ કર્યો હતો. ચાર વર્ષ સુધી સુનાવણી ચાલ્યા બાદ કોર્ટે ગુરુવારે (23 માર્ચ, 2023) કેસમાં ચુકાદો આપ્યો હતો અને રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા તેમજ 2 વર્ષની સજા અને 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ સજા બાદ શુક્રવારે રાહુલ ગાંધીનું સંસદીય સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું. રિપ્રેઝેન્ટેશન ઑફ પીપલ એક્ટ, 1951 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જે હેઠળ કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ કે MLC કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા પામે તો તેને સભ્યપદેથી બરતરફ કરી દેવામાં આવે છે. એક્ટના ખંડ 8માં ડિસ્ક્વોલિફિકેશન માટેના નિયમો અને શરતો જણાવવામાં આવ્યાં છે. સેક્શન 8(3) મુજબ, કોઈ પણ સાંસદ કે ધારાસભ્ય કોઈ ગુનામાં દોષી જાહેર થાય અને બે વર્ષ કે તેથી વધુની સજા થાય તો સજા થયાના દિવસથી તેનું સભ્યપદ રદ ગણવામાં આવે છે.