Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજાણીતા ફિલ્મ દિગ્દર્શક પ્રદીપ સરકારનું નિધન, તેમની ‘પરિણીતા’ ફિલ્મને મળ્યો હતો નેશનલ...

    જાણીતા ફિલ્મ દિગ્દર્શક પ્રદીપ સરકારનું નિધન, તેમની ‘પરિણીતા’ ફિલ્મને મળ્યો હતો નેશનલ એવોર્ડ, ‘સરકાર’ની ફિલ્મી સફર પર એક નજર

    તેમણે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે, પણ સૈફ અલી ખાન અને વિદ્યા બાલન સ્ટારર ‘પરિણીતા’ તેમની સૌથી યાદગાર ફિલ્મ છે. ડિરેક્ટર તરીકે પ્રદીપ સરકારની આ પહેલી ફિલ્મ હતી અને તેને નેશનલ એવોર્ડ મળ્યો હતો.

    - Advertisement -

    ભારતીય સિનેમામાં નોંધપાત્ર યોગદાન આપનારા ફિલ્મમેકર પ્રદીપ સરકારનું (Pradeep Sarkar) 68 વર્ષની વયે અવસાન થયું છે. 24 માર્ચ સવારે 3.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. રિપોર્ટ્સ મુજબ, પ્રદીપ સરકાર ડાયાલિસિસ પર હતા. તેમનું પોટેશિયમ લેવલ બહુ ઝડપથી ઘટી ગયું હતું જેથી તેમને મોડી રાત્રે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટર તેમને બચાવી શક્યા ન હતા. તેમના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક પ્રતિભાશાળી ફિલ્મમેકર ગુમાવ્યા છે. ફિલ્મ કલાકારો અને સિનેચાહકોને તેમના નિધનથી આંચકો લાગ્યો છે.

    કલાકારોએ શ્રદ્ધાંજલિ આપી

    અભિનેત્રી નીતૂ ચંદ્રાએ ડિરેક્ટરના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. નીતૂએ ટ્વીટ કરી કે, “આપણા પ્રિય ડિરેક્ટર દાદા હવે નથી રહ્યા. મેં મારી કારકિર્દી તેમની સાથે શરુ કરી હતી. તેમનું ટેલેન્ટ ગજબ હતું. તેમની ફિલ્મો લાર્જર ધેન લાઈફ હતી.”

    - Advertisement -

    અભિનેતા અજય દેવગણે પણ પ્રદીપ સરકારને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

    મનોજ બાજપેયી, હંસલ મહેતાએ દિગ્દર્શકની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી છે.

    પ્રદીપ સરકારની ફિલ્મી સફર પર એક નજર

    પ્રદીપ સરકાર ડિરેક્ટર હોવા ઉપરાંત રાઈટર પણ હતા. વિનોદ ચોપરા પ્રોડક્ડશન્સથી તેમણે પોતાની કારકિર્દી શરુ કરી હતી. 17 વર્ષ સુધી મેઈનસ્ટ્રીમ એડવર્ટાઈઝિંગમાં ક્રિએટીવ ડિરેક્ટર-આર્ટનું કામ કર્યા બાદ ફિલ્મ નિર્દેશક તરીકે તેમની સફર શરુ થઈ હતી. તેઓ ઍડ ફિલ્મમેકર બન્યા. કમર્શિયલ ઉપરાંત તેમણે કેટલાક હિટ મ્યુઝિક વિડિયોઝ પણ ડિરેક્ટ કર્યા હતા.

    તેમણે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે, પણ સૈફ અલી ખાન અને વિદ્યા બાલન સ્ટારર ‘પરિણીતા’ તેમની સૌથી યાદગાર ફિલ્મ છે. ડિરેક્ટર તરીકે પ્રદીપ સરકારની આ પહેલી ફિલ્મ હતી અને તેને નેશનલ એવોર્ડ મળ્યો હતો. ‘પરિણીતા’ને 5 ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા હતા. વિદ્યા બાલન આ ફિલ્મથી સ્ટાર બની ગઈ હતી.

    પ્રદીપ સરકારે ‘પરિણીતા’, ‘એકલવ્ય’, ‘લફંગે પરિંદે’, ‘લાગા ચુનરી મેં દાગ’, ‘મર્દાની’, ‘હેલિકોપ્ટર ઈલા’ જેવી ફિલ્મો બનાવી હતી. ‘હેલિકોપ્ટર ઈલા’ તેમની છેલ્લી ફિલ્મ હતી જેમાં કાજોલ લીડ રોલમાં હતી. પ્રદીપ સરકારે ‘કોલ્ડ લસ્સી ઔર ચિકન મસાલા’, ‘ફોરબિડન લવ’, ‘અરેન્જડ મેરેજ’, ‘દુરંગા’ જેવી વેબ સિરીઝ પણ બનાવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં