પંજાબ પોલીસના આઈજી સુખચૈન સિંહ ગિલે ખાલિસ્તાન સમર્થક ભાગેડુ અમૃતપાલ સિંહને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું છે કે “અમૃતપાલ હજુ પણ ફરાર છે. તેની ધરપકડ કરવા ટીમો કામે લાગી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 114 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 5 લોકો સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.” અમૃતપાલના ISI લિંક્સ અને ફોરેન ફંડિંગ અંગે પ્રબળ શંકા છે.
ANIના અહેવાલ મુજબ પંજાબ પોલીસના IG સુખચૈન સિંહ ગિલે કહ્યું છે કે, “અત્યાર સુધીમાં 114 લોકોની શાંતિ અને સંવાદિતાને ખલેલ પહોંચાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી પ્રથમ દિવસે 78ની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ બીજા દિવસે 24 લોકોની અને ગત રાત્રે 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં 10 હથિયારો પણ મળી આવ્યા છે. જેમાં 9 રાઈફલ અને 1 રિવોલ્વર છે.”
So far, 114 elements attempted to disturb peace and harmony. They have been rounded up and arrested. 78 of them were arrested on the first day, 34 on day 2 and two others were arrested last night. 10 weapons recovered: IGP Punjab, Sukhchain Singh Gill pic.twitter.com/cyhu7MHqEP
— ANI (@ANI) March 20, 2023
તેમણે વધુમાં કહ્યું કે, “ધરપકડ કરાયેલ ચારને આસામના ડિબ્રુગઢ મોકલવામાં આવ્યા છે. જેમાં દલજીત કલસી, બસંત સિંહ, ગુરમીત સિંહ ભુખાનવાલા અને ભગવંત સિંહનો સમાવેશ થાય છે. અન્ય એક આરોપી અમૃતપાલ સિંહના કાકા હરજીત સિંહને પણ ડિબ્રુગઢ મોકલવામાં આવી રહ્યો છે.”
NSA (National Security Act) has been invoked against the five people (being sent to Dibrugarh) who were arrested: IGP Punjab, Sukhchain Singh Gill pic.twitter.com/TPXXq9rSri
— ANI (@ANI) March 20, 2023
પોતાની આર્મી બનાવવાનો પ્લાન હતો
આ દરોડાઓ અને કાર્યવાહીમાં ખાલિસ્તાન સમર્થક ભાગેડુ અમૃતપાલના ઘરમાંથી AKF લખેલા હથિયારો, બીલેટપ્રુફ જેકેટ્સ મળ્યા હતા. આ ઉપરાંત તેના ઘરના દરવાજા પર પણ AKF લખેલું જોવા મળ્યું હતું.
સુખચૈન સિંહ ગિલે એમ પણ કહ્યું છે કે “અમૃતપાલ સિંહના સંગઠન ‘વારિસ પંજાબ દે’ના કેટલાક લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને 6 કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે હત્યાનો પ્રયાસ, પોલીસ પર હુમલો અને પોલીસની કામગીરીમાં અવરોધ જેવી કલમો લગાવવામાં આવી છે. જે બુલેટપ્રૂફ જેકેટ અને રાઈફલ મળી આવી છે અને અમૃતપાલ સિંહના ઘરના દરવાજા પર AKF લખેલું હતું. તેનો અર્થ ‘આનંદપુર ખાલસા ફોજ’ થાય છે. તે આ નામથી ગેંગ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.”
ISI સાથે સામે આવ્યા સંબંધો
પંજાબ પોલીસના આઈજી સુખચૈન સિંહ ગિલે પણ અમૃતપાલ સિંહના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને વિદેશી ફંડિંગ સાથે કનેક્શન હોવાની વાત કરી છે. તેમણે કહ્યું છે કે, “અત્યાર સુધી જે તથ્યો અને સંજોગો સામે આવ્યા છે તેના આધારે, અમને ISI એન્ગલ પર ખૂબ જ મજબૂત શંકા છે. અમને વિદેશી ભંડોળની પણ મજબૂત શંકા છે. સંજોગો જોતા જણાય છે કે ISI સામેલ છે અને વિદેશી ફંડિંગ પણ મળે છે.”
તેમણે વધુમાં જોડ્યું હતું કે, “એવું પણ સામે આવ્યું છે કે તેનું આખું જૂથ હવાલા અને વિદેશી ભંડોળ દ્વારા પૈસા મેળવતું હતું. આ ભંડોળ તેમના ખાતામાં નાની રકમમાં મોકલવામાં આવ્યું હતું. વધુ તપાસ ચાલુ છે.”