થોડા દિવસ પૂર્વે બિહારનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં કોઈ એક મનચલો વ્યક્તિ પોતાની વિકૃતિ બતાવતા રસ્તે ચાલતી એક કામદાર મહિલાને હોઠ પર ચુંબન (lip lock) કર્યું હતું. આ ઘટના એક સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. ત્યાર બાદ આ વિડીયો વાયરલ થયો હતો અને આખા દેશમાં ચર્ચાનું કારણ બન્યો હતો. આજે આ ઘટનાના અંજામ આપનારી ચુંબન ગેંગનો (Serial Kisser Gang) લીડર પકડાયો છે.
મળતી માહિતી અનુસાર, અજાણ્યા વ્યક્તિ દ્વારા એક સફાઈ કામદાર મહિલાને ચુંબન કરવાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ વિભાગ સક્રિય થઇ ગયો હતો. પોલીસ વિભાગે ચોરીના મામલે ગત રોજ એક જગ્યાએ દરોડા પડ્યા હતા. જેમાં ચોર ગેંગના ચાર લોકોની ધરપકડ કરી હતી. જેમાં તે ગેંગનો લીડર મો. અકરમે ચોરીની તો કબુલાત કરી જ હતી સાથે સાથે રસ્તે ચાલતી એકલી મહિલાઓને હોઠ પર ચુંબન કરવાની વાત પર સ્વીકારી છે. આમાં આ આખી ચુંબન ગેંગનો પર્દાફાશ થયો હતો. પોલીસે આ આખી ગેંગને મહીસૌડીથી પકડી પાડી છે.
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ચુંબન ગેંગ રસ્તે ચાલતી એકલી મહિલાને લાગ જોઇને હોઠ પર ચુંબન કરતા હતા. આખો દિવસ આ કામ કરીને રાતના સમયે આ આખી ગેંગ ચોરી કરતી હતી. ઉપરાંત અન્ય પણ અપરાધોને અંજામ આપતી હતી. પોલીસે ચોરીના જ એક મામલામાં દરોડો પડ્યો હતો જેમાં આ આખી ગેંગ તેના મુખિયા સહીત પકડાઈ હતી.
મો. અકરમે પોલીસ સામે કબુલ્યું છે કે તેણે અસંખ્ય મહિલાઓને ચુંબન મામલે ભોગ બનાવી છે. પરંતુ, પોતાની સમાજમાં ઈજ્જત ન જાય તે માટે કોઈએ પણ કેસ કર્યો ન હતો. પણ ગત અઠવાડીયે એક સરકારી કર્મચારી સાથે આવો વર્તાવ કર્યો ત્યારે તે મહિલાએ હિંમત કરીને કેસ નોધાવ્યો હતો. ત્યારે સીસીટીવીમાં તપાસ કરતા તે વિડીયો પણ મળ્યો હતો. બાદમાં તે વિડીયો આખા દેશમાં વાયરલ થયો હતોને ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો હતો.
હાલમાં મો. અકરમ અને તેના સાગીરથો પોલીસ ન્યાયિક હિરાસતમાં છે. આ મામલાને લઈને અને ચોરીને લઈને વધુ તપાસ ચાલી રહી છે. ચુંબન ગેંગ પકડવાથી અનેક મહિલાઓએ રાહતનો શ્વાસ લીધો હતો.