રવિવારે (19 માર્ચ, 2023) સવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના (Rahul Gandhi) ઘરે દિલ્હી પોલીસ (Delhi Police) પહોંચી હતી. રાહુલ ગાંધીએ કાશ્મીરમાં મહિલાઓના યૌન શોષણને લઈને એક નિવેદન આપ્યું હતું, જેને લઈને વધુ વિગતો મેળવવા માટે પોલીસે તેમને નોટીસ પાઠવી હતી અને હવે તેમના ઘરે જઈને જવાબો મેળવાના પ્રયાસ કર્યા હતા.
#WATCH| Delhi: Special CP(L&O) Sagar Preet Hooda arrives at the residence of Congress MP Rahul Gandhi in connection with the notice that was served to him by police to seek information on the 'sexual harassment' victims that he mentioned in his speech during the Bharat Jodo Yatra pic.twitter.com/G7r2txze67
— ANI (@ANI) March 19, 2023
વાસ્તવમાં રાહુલ ગાંધીએ તેમની ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન શ્રીનગરમાં એક નિવેદન આપ્યું હતું અને દાવો કર્યો હતો કે તેમને બે યુવતીઓ મળી હતી જેમણે તેમને પોતાની સાથે રેપ થયો હોવાની ફરિયાદ કરી હતી. દાવા અનુસાર, જ્યારે રાહુલ ગાંધીએ તેમને કહ્યું કે તેઓ પોલીસને જાણ કરે તો બંનેએ ઇનકાર કરી દીધો હતો.
સોશિયલ મીડિયા પરથી આ નિવેદનનું સંજ્ઞાન લઈને દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને એક નોટિસ પાઠવી હતી. આ નોટિસમાં દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને આ બનાવને લઈને વધુ વિગતો આપવા માટે જણાવ્યું હતું જેથી તેઓ આગળ કાર્યવાહી કરી શકે અને યુવતીઓને સુરક્ષા પૂરી પાડી શકે.
રાહુલ ગાંધીના ઘરે પહોંચેલા દિલ્હી પોલીસ અધિકારી સ્પેશિયલ પોલીસ કમિશનર સાગર પ્રીત હુડ્ડાએ મીડિયાને જણાવ્યું કે, “અમે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. તેમણે કહ્યું કે તેમને થોડો સમય જોઇએ છે અને તેઓ અમને જરૂરી માહિતી આપશે. આજે અમે એક નોટીસ આપી છે, જે તેમની ઓફિસ દ્વારા સ્વીકારવામાં આવી છે અને જો પૂછપરછની જરૂર પડે તો તે પણ અમે કરીશું.
Rahul Gandhi said it was a long yatra and he met many people and needs time to compile it. He has assured us that he will give the information soon and we will begin our proceedings as soon as we receive the information: Special CP(L&O) Sagar Preet Hooda pic.twitter.com/2bJgPM3CRd
— ANI (@ANI) March 19, 2023
પોલીસ અનુસાર, રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની યાત્રા ઘણી લાંબી હતી અને જે દરમિયાન તેઓ ઘણા લોકોને મળ્યા હતા. જેથી યાદ કરવા માટે તેમને સમય જોઈશે. પોલીસે કહ્યું કે, રાહુલ ગાંધીએ અમને ખાતરી આપી છે કે તેઓ જલ્દીથી અમને માહિતી આપશે. માહિતી મળ્યા બાદ અમે આગળની કાર્યવાહી શરૂ કરી દઈશું.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે (16 માર્ચ, 2023) દિલ્હી પોલીસના અધિકારીઓએ રાહુલ ગાંધીને મળીને હાથોહાથ નોટિસ પાઠવી હતી. દિલ્હી પોલીસે કહ્યું હતું કે તેમણે અમુક સવાલો મોકલ્યા છે જેથી આ મામલે કાર્યવાહી થઇ શકે.
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન આ વાત કહી હતી ઉપરાંત તાજેતરમાં જ્યારે તેઓ કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં ગયા ત્યાં પણ આ જ વાત કહી હતી. તેમણે કહ્યું હતું, “હું ચાલી રહ્યો હતો અને અચાનક બે છોકરીઓ આવી. એકે આ તરફ અને બીજીએ બીજી તરફ મારો હાથ પકડી લીધો. તેમણે જે રીતે મારો હાથ પકડ્યો તેમાં મને કશુંક અજુગતું લાગ્યું. જેથી મેં તેમને પૂછ્યું કે, શું થયું છે. તેણે મારી સામે જોયું અને કહ્યું, “મારી બહેન અને મારી સાથે પાંચ લોકો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો.”
Did he tell this story to the media ever in his 5 month yatra? pic.twitter.com/ZpNgGKWCHo
— iMac_too (@iMac_too) March 3, 2023
આગળ તેઓ કહે છે, “મેં તેમને કહ્યું કે આપણે પોલીસને જાણ કરીએ. તો તેમણે કહ્યું કે તમે પોલીસને બોલાવશો નહીં કારણ કે અમે બદનામ થઇ જઈશું અને ક્યારેય લગ્ન નહીં થાય. રાહુલ ગાંધીના દાવા અનુસાર, બંને યુવતીઓએ તેમને ‘ભાઈ’ માનીને આ વાત કહી હતી અને જ્યારે રાહુલે કહ્યું કે તેઓ કઈ રીતે મદદ કરી શકે ત્યારે યુવતીએ કહ્યું કે તેઓ આમાં કશું કરી શકે તેમ નથી અને ત્યાંથી ચાલી ગઈ હતી.