ભારતના સૌથી મોટા સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદક ગણાતા જૂથ જિંદલ સ્ટેનલેસના ચેરમેન રત્ન જિંદલની પુત્રી ઉર્વી જિંદલ અચાનક ચર્ચામાં આવી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પીએમ મોદી અને ભારતીય જનતા પાર્ટી વિશે અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરી હતી. આ પોસ્ટ ટ્વિટર જેવા માધ્યમો પર વાયરલ થઇ રહી છે.
ઉર્વી જિંદલે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક સ્ટોરી શેર કરી હતી. આ સ્ટોરીમાં એક કાર્ડ દેખાય છે. નારંગી રંગના આ કાર્ડ ઉપર સ્પેનિશ ભાષાનું લખાણ જોવા મળે છે. જેમાં પીએમ મોદી અને ભાજપ વિશે અશોભનીય ભાષા ટિપ્પણી કરવામાં આવી છે.
After extremely Hinduphobic Jindal University, another piece of ‘steel’ from the house of Jindal. The moment Hindus become elite, instead of freeing themselves they just become even more loyal servants of their global masters. pic.twitter.com/HO6UKkB6rY
— Eminent Intellectual (@total_woke_) June 3, 2022
કાર્ડ પર લખેલી સ્પેનિશ ભાષાનું ભાષાંતર એવું થાય છે કે, “ફ* નરેન્દ્ર મોદી, ફાસીવાદી પાર્ટી (ભાજપ) અને તેમની મુસ્લિમ વિરોધી નીતિઓ.” (Fu*k Narendra Modi. fascist party (BJP) and its Anti Muslims Policy.) (ભાષાંતર ગૂગલ ટ્રાન્સલેટની મદદથી કરવામાં આવ્યું છે.)
ઉર્વી જિંદલે શૅર કરેલી આ ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીનો સ્ક્રીનશોટ ટ્વિટર યુઝર @total_woke_ દ્વારા શૅર કરવામાં આવ્યો છે. આ સ્ક્રીનશોટ શૅર કરીને તેમણે કહ્યું, “હિંદુવિરોધી જિંદલ યુનિવર્સીટી બાદ જિંદલ પરિવારમાંથી વધુ એક નમૂનો. હિંદુઓ સમાજમાં પ્રતિષ્ઠિત બનવા માંડે છે ત્યારે મુક્ત થવાને બદલે વૈશ્વિક માલિકોના વધુ વફાદાર સેવક બની જાય છે.”
આ ટ્વિટની નીચે નેટીઝન્સે વિવિધ પ્રતિક્રિયાઓ આપી હતી. એક યુઝરે લખ્યું કે, “ભારતીય રાજકારણીનો વિરોધ કરવા માટે સ્પેનિશ ભાષાનો ઉપયોગ. અને હું વિચારતો હતો કે મેં તમામ પ્રકારના નીચલી કક્ષાના કોન્ટેન્ટ જોઈ લીધા છે.” અન્ય એક યુઝરે લખ્યું કે, “મેં આવું આવા ઘણા લોકો સાથે બનતું જોયું છે. તેઓ લિબરલ વિચારો પ્રત્યે વધુ આકર્ષિત હોય છે. જમીની વાસ્તવિકતાની તેમને ખાસ ખબર હોતી નથી. તાલિબાનીઓ સાથે ક્યારેય સામનો થતો નથી. આરામદાયક જીવન તેઓ જીવતા હોય છે અને તેઓ સંસ્થાગત, સામાજિક અને વ્યક્તિગત સ્વતંત્રતા બાબતે જ ચિંતિત જોવા મળે છે. તેઓ એ નથી જાણતા કે પશ્ચિમી સંસ્કૃતિ પણ તેઓ જે કહે છે અને બહાર દર્શાવે છે તેવા નથી.”
ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીને આ પહેલાં પણ ‘ફાસીવાદી’ કે ‘હિટલર’ જેવાં વિશેષણોથી નવાજવામાં આવતા રહ્યા છે. ભૂતકાળમાં ગીતકાર જાવેદ અખ્તરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પીએમ મોદીને ફાસીવાસી કહી દીધા હતા. તેમને નરેન્દ્ર મોદીના ફાસીવાદી હોવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં તેમણે કહ્યું કે, “નિશ્ચિતપણે તેઓ ફાસીવાદી છે જ. આ એક વિચારધારા છે. તમે જ્યારે એક મોટા વર્ગને નફરત કરવા માંડો છો ત્યારે તમે ફાસીવાદી થઇ જાવ છો.”
આ ઉપરાંત, 2013 માં તત્કાલીન કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ નરેન્દ્ર મોદીને ‘ફાસીવાદી’ ગણાવી દીધા હતા. 2019 માં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા સિદ્ધારામૈયાએ નરેન્દ્ર મોદીની સરખામણી હિટલર સાથે કરી હતી અને કહ્યું હતું કે કેન્દ્રમાં ફાસીવાદી સરકાર શાસન કરી રહી છે.
જોકે, એ પણ નોંધનીય છે કે પીએમ મોદીને આટલા વર્ષોથી ‘ફાસીવાદી’ કહેવામાં આવી રહ્યા હોવા છતાં આજ સુધી પીએમ મોદીને ગાળો દેનાર કે તેમના વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરનાર વ્યક્તિ જેલમાં ગયો હોય તેવો એકેય કિસ્સો બન્યો નથી. બીજી તરફ, ભારતના જ કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતાને સવાલ કરનારા પત્રકારોને તેમજ સંસદ સભ્યને પણ આઠ-આઠ દિવસ સુધી જેલમાં પૂરી દીધા હોય તેવા દાખલાઓ આપણી સામે છે તેમ છતાં તેમની વિરુદ્ધ લિબરલ ગેંગ એક હરફ પણ ક્યારેય ઉચ્ચારતી નથી.