જમ્મુ અને કાશ્મીર પોલીસે કેન્દ્રમાં ‘એડિશનલ સેક્રેટરી’ તરીકે ઓળખાણ આપનાર અને અન્ય આતિથ્ય ઉપરાંત સુરક્ષા કવચનો આનંદ માણતા એક ઢોંગી વ્યક્તિની ધરપકડ કરી. આ કૌભાંડી કિરણ પટેલને કાશ્મીર ડીસીની વિનંતી પર સુરક્ષા કવર આપવામાં આવ્યું હતું. બાદમાં તેને 3 માર્ચે એલર્ટ સુરક્ષા અધિકારીઓ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશની એક ફાઇવ સ્ટાર હોટલમાંથી પકડી લેવામાં આવ્યો હતો.
કોર્ટના દસ્તાવેજો અનુસાર, કિરણ પટેલ, કે જે ગુજરાતના અમદાવાદનો છે, તેની આ ત્રીજી વખતની કાશ્મીર ખીણની મુલાકાત હતી. કાશ્મીરના એક જિલ્લાના ડેપ્યુટી કમિશનરની વિનંતી પર કૌભાંડી કિરણ પટેલને સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું. કિરણે પુલવામા તેમજ બારામુલ્લા સહિત અન્ય સ્થળોની મુલાકાત લીધી હતી.
This man is Kiran Patel. He fooled J&K Govt claiming to be a senior officer of Prime Minister’s Office. J&K CID gave input to Srinagar Police. SP East Sgr raided Lalit Hotel to arrest him. He was given security cover on request of a Kashmir DC. Shocking.pic.twitter.com/IC0Xs3ezb3
— Aditya Raj Kaul (@AdityaRajKaul) March 16, 2023
કિરણ પટેલે દાવો કર્યો હતો કે તેને દક્ષિણ કાશ્મીરમાં સફરજનના બગીચા માટે ખરીદદારોની ઓળખ કરવા માટે સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. કેટલાક IAS અધિકારીઓ તેમનાથી ધાકમાં હતા કારણ કે તે રાષ્ટ્રીય રાજધાનીમાં ઉચ્ચ કક્ષાના અમલદારો અને રાજકારણીઓના નામો આપી રહ્યો હતો.
પોલીસ રિમાન્ડ વધારવા માટે તેને ગઈકાલે સાંજે ઘાટીની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેની સામે 2 માર્ચે છેતરપિંડી અને બનાવટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને બીજા દિવસે તેની ધરપકડ કરવામાં આવી હતી.
કઈ રીતે ભાંડો ફૂટ્યો અને થઇ ધરપકડ?
અહેવાલો મુજબ છે કે J&K CIDએ શ્રીનગર પોલીસને ઈનપુટ આપ્યા હતા જેના પગલે SP પૂર્વ શ્રીનગર કિરણની ધરપકડ કરવા માટે લલિત હોટલ પર દરોડા પાડ્યા હતા.
કિરણ પટેલની 3 માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તેને 17 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ સંદર્ભે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને એસપી પૂર્વ શ્રીનગર અને એસડીપીઓ નેહરુ પાર્કની ટીમ તપાસનું નેતૃત્વ કરી રહી છે.
2 માર્ચે એરપોર્ટ પર ઉતર્યા પછી સુરક્ષા એજન્સીઓને શંકા ગઈ કારણ કે ત્યાં કોઈ વીઆઈપી મૂવમેન્ટની કોઈ માહિતી ન હતી. એરપોર્ટ પર તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે સફળ થઈ શક્યો ન હતો કારણ કે તે હોટલના રસ્તે બુલેટ પ્રૂફ કારમાં બેસી ગયો હતો.
તેની પૂછપરછ અને ત્યારબાદ ધરપકડ બાદ, સુરક્ષા અધિકારીઓએ તેના કબજામાંથી બનાવટી ઓળખ કાર્ડ કબજે કર્યા, દસ્તાવેજોમાં જણાવાયું છે.
આ પહેલા પણ સરકારી ઉચ્ચ અધિકારી તરીકે ગુલમર્ગમાં રહી ચુક્યો છે
તેની અગાઉની મુલાકાત દરમિયાન, તેણે પ્રવાસી હોટસ્પોટ ગુલમર્ગની મુસાફરી કરી હતી અને દાવો કર્યો હતો કે સરકારે તેને આ વિસ્તારમાં હોટેલ સુવિધાઓ સુધારવા માટે કામ સોંપ્યું છે.
હાલમાં સુરક્ષામાં આ ગંભીર ક્ષતિની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ અપાયા છે.