Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયાત્રામાં મળેલી યુવતીઓએ પોતાની સાથે રેપ થયાની ફરિયાદ કરી હોવાનો રાહુલ ગાંધીએ...

    યાત્રામાં મળેલી યુવતીઓએ પોતાની સાથે રેપ થયાની ફરિયાદ કરી હોવાનો રાહુલ ગાંધીએ કર્યો હતો દાવો: હવે દિલ્હી પોલીસે નોટિસ મોકલી, કહ્યું- વિગતો આપો

    દિલ્હી પોલીસે કહ્યું કે, તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ્સને ધ્યાનમાં લઈને આ નોટિસ પાઠવી છે અને અમુક સવાલો મોકલ્યા છે. 

    - Advertisement -

    દિલ્હી પોલીસે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને એક નોટિસ મોકલી છે. આ નોટિસમાં પોલીસે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ પાસેથી એ પીડિતાઓ વિશે જાણકારી માંગી છે જેમનો ઉલ્લેખ રાહુલ ગાંધીએ પોતાનાં એક ભાષણમાં કર્યો હતો અને કહ્યું હતું કે આ મહિલાઓએ તેમની સમક્ષ યૌન શોષણની ફરિયાદ કરી હતી. 

    દિલ્હી પોલીસના અધિકારીઓને ટાંકીને રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું કે પોલીસ અધિકારીઓએ રૂબરૂ જઈને રાહુલ ગાંધીને નોટિસ આપી હતી અને તેમણે પોતે જ તેને મેળવી હતી. દિલ્હી પોલીસે કહ્યું કે, તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ્સને ધ્યાનમાં લઈને આ નોટિસ પાઠવી છે અને અમુક સવાલો મોકલ્યા છે. 

    રાહુલ ગાંધીએ શ્રીનગરમાં ભારત જોડો યાત્રા દરમિયાન એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે દાવો કર્યો હતો તેઓ એક છોકરીને મળ્યા હતા, જેની સાથે રેપ થયો હતો. તેમણે કહ્યું, “મેં તેને પૂછ્યું કે શું આપણે પોલીસને જાણ કરવી જોઈએ તો તેણે કહ્યું કે પોલીસને જાણ કરશો નહીં, નહીંતર મારી બદનામી થશે.” 

    - Advertisement -

    આ જ વાત રાહુલ ગાંધીએ તાજેતરના તેમની કેમ્બ્રિજ યુનિવર્સીટીના ભાષણમાં પણ કહી હતી. તેમણે ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તેઓ ચાલી રહ્યા હતા ત્યારે અચાનક બે છોકરીઓએ આવીને કહ્યું હતું કે તેની અને તેની બહેન સાથે પાંચ શખ્સો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો. 

    રાહુલ ગાંધીએ કહ્યું હતું, “હું ચાલી રહ્યો હતો અને અચાનક બે છોકરીઓ આવી. એકે આ તરફ અને બીજીએ બીજી તરફ મારો હાથ પકડી લીધો. તેમણે જે રીતે મારો હાથ પકડ્યો તેમાં મને કશુંક અજુગતું લાગ્યું. જેથી મેં તેમને પૂછ્યું કે, શું થયું છે. તેણે મારી સામે જોયું અને કહ્યું, “મારી બહેન અને મારી સાથે પાંચ લોકો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો.”

    આગળ તેઓ કહે છે, “મેં તેમને કહ્યું કે આપણે પોલીસને જાણ કરીએ. તો તેમણે કહ્યું કે તમે પોલીસને બોલાવશો નહીં કારણ કે અમે બદનામ થઇ જઈશું અને ક્યારેય લગ્ન નહીં થાય. રાહુલ ગાંધીના દાવા અનુસાર, બંને યુવતીઓએ તેમને ‘ભાઈ’ માનીને આ વાત કહી હતી અને જ્યારે રાહુલે કહ્યું કે તેઓ કઈ રીતે મદદ કરી શકે ત્યારે યુવતીએ કહ્યું કે તેઓ આમાં કશું કરી શકે તેમ નથી અને ત્યાંથી ચાલી ગઈ હતી. 

    રાહુલ ગાંધીની આ વાતો બાદ દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પરથી સંજ્ઞાન લઈને તેમને નોટિસ મોકલી છે અને અમુક જવાબો માંગ્યા છે જેથી યુવતીઓને સુરક્ષા પૂરી પાડી શકાય. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં