લંડનમાં રાહુલ ગાંધીએ આપેલા દેશ વિરોધી નિવેદનોને સામ પિત્રોડાએ છાવરવાની કોશિશ કરતા ભાજપ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. ટ્વિટર પર કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે જોરદાર ચકમક ઝરી રહી છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સલાહકાર રહી ચુકેલા સામ પિત્રોડાએ રાહુલ ગાંધીને છાવરવાની કોશિશ કરી અને કહ્યું છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાષણ વિશે વિવાદ બંધ કરો. જો કે, ભાજપે કહ્યું છે કે રાહુલ ગાંધી જાણી જોઈ ને વારંવાર આ પ્રકારની હરકતો કરતા જ રહે છે.
સામ પિત્રોડાએ રાહુલ ગાંધીને છાવરવાની કોશિશ કરતા ટ્વીટ કર્યું હતું કે, “મહેરબાની કરીને લંડનમાં રાહુલ ગાંધીએ જે કહ્યું તેના વિશે જુઠ્ઠાણું ફેલાવવાનું બંધ કરો. શું તમે ત્યાં હતા? શું તમે વીડિયો જોયો છે? શું તમે ખરેખર જાણો છો કે તેણે શું કહ્યું? કયા સંદર્ભમાં કહ્યું? રાહુલ ગાંધીએ મૂળે કહ્યું હતું કે, ભારતીય વૈશ્વિક લોકશાહી જાહેર જનતાની ભલાઈ છે. અને બીજા મુદ્દામાં કહ્યું હતું કે, ભારતમાં લોકશાહીની સ્થિતિ ચિંતાનો વિષય છે અને અમે તે વિષય અમારી રીતે જોઈ લેશું,”
Pls, stop promoting and propagating lies about what @RahulGandhi said in #London.
— Sam Pitroda (@sampitroda) March 14, 2023
Were you there?
Did you see the video?
Do you really know what he said?
In what context?
What was the main message?#RahulGandhiInLondon
પિત્રોડાના નિવેદન બાદ ભાજપ આકરા પાણીએ
આ પછી ભાજપના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ કેટલાક સમાચાર લેખોના સ્ક્રીનશોટ પોસ્ટ કરીને તેમના પર વળતો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે, “ડીયર અંકલ સેમ, સમગ્ર મીડિયા અને રાષ્ટ્રએ રાહુલ ગાંધીનો વીડિયો જોયો છે અને તેઓ કેવી રીતે અમેરિકા, યુરોપને ભારતીય બાબતોમાં પગલાં લેવાનું કહી રહ્યા છે.” જ્યારે મણિશંકર ઐયરે પાકિસ્તાની હસ્તક્ષેપની માંગ કરી હતી.
Another “Hua to Hua” moment! Rahul Gandhi’s UNCLE SAM PITRODA justifies Bharat Bashing & intervention on foreign soil
— Shehzad Jai Hind (@Shehzad_Ind) March 15, 2023
Says nothing wrong with speaking against India & demanding foreign intervention into India on foreign soil
By the way: Rahul has been a serial offender – he… https://t.co/2NwkrZrBtF pic.twitter.com/OR80khpxpU
પૂનાવાલાએ તેમ પણ જણાવ્યું હતું કે, “જ્યારે રાષ્ટ્રીય સાર્વભૌમત્વને નબળું પાડવાની વાત આવે છે, ત્યારે રાહુલ એક શ્રેણીબદ્ધ ગુનેગાર છે.” આ સિવાય ભાજપના પ્રવક્તા પ્રીતિ ગાંધીએ પણ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો કે કોંગ્રેસે હવે પિત્રોડાને ડેમેજ કંટ્રોલ કરવા માટે મેદાનમાં ઉતાર્યા છે.
રાહુલ ગાંધીએ કેમ્બ્રિજમાં પોતાના સંબોધન દરમિયાન પોતાના જ દેશ પર કાદવ ઉછાળ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિપક્ષી નેતાઓને સંસદમાં બોલવા દેવામાં નથી આવતા. તેનું માઈક બંધ કરવામાં આવે છે. રાહુલે આરોપ લગાવ્યો હતો કે ભારતમાં શીખ અને મુસ્લિમોને બીજા વર્ગના નાગરિક બનાવવામાં આવ્યા છે. રાહુલના આ નિવેદન બાદ ભાજપ તેમના પર પ્રહારો કરી રહ્યું છે.