Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનવરાત્રિમાં દુર્ગાશપ્તશતી અને રામ નવમી પર અખંડ રામાયણનું પઠન કરાવશે યોગી સરકાર:...

    નવરાત્રિમાં દુર્ગાશપ્તશતી અને રામ નવમી પર અખંડ રામાયણનું પઠન કરાવશે યોગી સરકાર: દરેક જિલ્લાને એક-એક લાખ અપાશે; સાધુ સંતોએ કર્યું નિર્ણયનું સ્વાગત

    મુખ્ય સચિવે જિલ્લા મેજિસ્ટ્રેટને તેમના જિલ્લામાં પસંદ કરેલા દેવી મંદિરો અને શક્તિપીઠોમાં કાર્યક્રમ માટે કલાકારોની પસંદગી કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે આ આયોજનો માટે વિગતવાર માર્ગદર્શિકા જારી કરી છે. નવરાત્રિ દરમિયાન સ્વચ્છતા, પીવાનું પાણી, લાઈટ, સાઉન્ડ વગેરેની સારી વ્યવસ્થા થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે તેવી સૂચનાઓ અપાઈ છે.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશની યોગી સરકાર આવનારી રામનવમીના રોજ અખંડ રામાયણ પાઠ કરાવશે. આના માટે દરેક જીલ્લામાં વ્યવસ્થા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મહિલાઓ અને બાળકોને વિશેષ રીતે સામેલ કરવામાં આવશે. આવનારી 22 થી ૩૦ માર્ચ સૂચી ચૈત્રી નવરાત્રી પણ આવી રહી છે. અને લઈને પણ અલગ અલગ કાર્યક્રમો કરીને ઉજવણીઓની તૈયારીઓ ચાલી રહી છે. આ તમામ કાર્યક્રમો માટે જીલ્લા વ્યવસ્થાતંત્રને જાણ કરી દેવામાં આવી છે. 

    મળતી માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશની યોગી સરકાર આ વખતની રામનવમી અને ચૈત્રી નોરતાને વિશેષરૂપથી ઉજવવા માંગે છે. આને લઈને તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. આવનારી 22 માર્ચે શરુ થતા અસ્થાના નોરતા દરમિયાન યોગી સરકાર રાજ્યના દેવી મંદિરો અને શક્તિપીઠોમાં દુર્ગા સપ્તશતી, દેવી ગાયન, દેવી જાગરણ, ઝાંખી અને અખંડ રામાયણ પાઠ કરશે. આ તમામ કાર્યક્રમોનો વિશેષ પ્રચાર કરીને આમાં મહિલાઓ અને બાળકીઓને જોડવાનું અભિયાન પણ ચલવવામાં આવશે. આ તમામ કાર્યક્રમોનું સુચારુ આયોજન થાય તેના માટે જિલ્લા, તાલુકા અને વિકાસ બ્લોક સ્તરે સમિતિઓની રચના કરવામાં આવશે. સરકાર આ આયોજન માટે દરેક જીલ્લામાં એક એક લાખ ફાળવ્યા છે. 

    જીલ્લા સ્તરે તમામ અધિકારીઓને આ મામલે સૂચનાઓ આપી દેવામાં આવી છે. જેમાં ક્યાં મંદિરમાં આ કાર્યક્રમો થશે? ક્યાં ક્યાં કલાકારો આ કાર્યક્રમમાં આવશે? તેની ગોઠવણી, આ કાર્યક્રમોનો હોર્ડિંગ લગાવીને પ્રચાર કરવો તેમજ સોશિયલ મીડિયામાં પણ પ્રચાર કરવામાં આવશે. આ બધા માટે ચોક્કસ માર્ગદર્શિકા આપી દેવામાં આવી છે. 

    - Advertisement -

    જો કે આ મામલે વિપક્ષે વિરોધ નોધાવ્યો છે. વિરોધ પક્ષ નેતા અખિલેશ યાદવે કહ્યું હતું કે જીલ્લા દીઠ એક લાખની રકમ ખુબ ઓછી ફાળવવામાં આવી છે. ઓછામાં ઓછી 10 કરોડ રૂપિયાની ફાળવણી કરવી જોઈએ. આ સિવાય તેમણે કહ્યું હતું કે તહેવારોનો સમય છે તો યોગી સરકારે મફતમાં ગેસના સિલેંડરો આપવા જોઈએ. વધુમાં તેમણે બધા જ ધર્મના તહેવારો ધૂમ ધામથી મનાવવા માટે કહ્યું હતું. 

    જો કે આં વાત અખિલેશ યાદવે ટ્વીટર પર ટ્વીટ કરીને કહી હતી. જેમાં લોકો તેમને તેની સરકારના દિવસો યાદ કરાવી રહ્યા છે. જેમાં પત્રકાર @arpitalokmishra એ ટ્વીટ કરી કહ્યું હતું કે તમારી ખરેખર 10 કરોડની મંશા છે? જો હા તો તમારી સરકાર વખતે કોઈ દિવસ રામનવમી કેમ ન માનવી?

    અખિલ ભારતીય સંત સમિતિના મહાસચિવ સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ આ નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે “હિંદુ નવા વર્ષના આરંભ અને નવરાત્રિના શુભ અવસર પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રદેશના તમામ મંદિરોમાં અખંડ રામાયણનો પાઠ અને છોકરીઓ માટે દુર્ગા સપ્તશતીના પાઠની શરૂઆત કરી છે. ઉપરાંત મહિલાઓને પ્રાધાન્ય આપવા સંબંધિત નિર્ણય લઈને પ્રત્યેક જિલ્લા માટે રૂ. 1 લાખની વ્યવસ્થાને અખિલ ભારતીય સંત સમિતિ આવકારે છે.” તેમણે કહ્યું કે હિંદુ નવા વર્ષ માટે આનાથી મોટી ભેટ કંઈ હોઈ શકે નહીં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં