Friday, November 22, 2024
More
    હોમપેજસ્પેશ્યલજાણો આધારકાર્ડને પાન કાર્ડ સાથે લીંક કરવાની સરળ અને સંપૂર્ણ પ્રક્રિયા: વાંચો...

    જાણો આધારકાર્ડને પાન કાર્ડ સાથે લીંક કરવાની સરળ અને સંપૂર્ણ પ્રક્રિયા: વાંચો શા માટે 31 માર્ચ પહેલા આમ કરવું જરૂરી, અને તેના ફાયદા શું?

    આધાર કાર્ડ સાથે PAN કાર્ડ લીંક કરવું અત્યંત જરૂરી છે. જો આ વિધિ નહીં કરીએ તો ભવિષ્યમાં જ્યારે આ વિધિ કરવાની આવશે ત્યારે મોટો દંડ થઇ શકે છે. તો ચાલો જાણીએ આ વિધિ કેવી રીતે અને સરળતાથી થઇ શકે છે તેની સંપૂર્ણ વિગતો.

    - Advertisement -

    છેલ્લા ઘણાં સમયથી આપણે અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આધારકાર્ડ અને પાન કાર્ડને લીંક કરવા માટેની જાહેરાતો અને સૂચનાઓ જોઈ રહ્યાં છીએ, આપણામાંથી અનેક લોકે આ પ્રોસેસ કરી નાંખી હશે, અને ઘણાં ખરાને બાકી પણ હશે, અને પ્રશ્ન પણ થતો હશે કે આ પ્રક્રિયા કેવી રીતે કરવી. કારણકે આ પ્રોસેસ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. આવી સ્થિતિમાં આપને ચિંતા થવી સ્વભાવિક છે, પણ આપની આ જ મુંજવણ દુર કરવા માટે અમારા આ લેખમાં વાંચો 31 માર્ચ પહેલા આધારકાર્ડને પાન કાર્ડ સાથે લીંક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા.

    આધારકાર્ડને પાન કાર્ડ સાથે લીંક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણતાં પહેલા તે જાણવું જરૂરી છે કે ભારત સરકારે આધાર અને પાનકાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 નક્કી કરી છે. આ પછી, આધાર કાર્ડ અને પાનકાર્ડને લિંક કરવા માટે બની શકે તમારે એક મોટી રકમ દંડ પેટે ચુકવવાની આવે સાથે જ આધારકાર્ડને પાન સાથે લીંક કરવા માટે તમારે 1000 રૂપિયાનો ચાર્જ આપવો પડી શકે છે. અથવાતો આપનું પાન કાર્ડ રદ પણ થઈ શકે છે.

    10 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે

    જો તમે હજુ સુધી આધારકાર્ડને પાન સાથે લીંક નથી કરાવ્યું, તો બને તેટલું વહેલા કરવી દેવું જોઈએ. નહિંતર, 31 માર્ચ બાદ તમારા PANનો કોઈ ઉપયોગ થશે નહીં અને તમે તેનાથી સંબંધિત વસ્તુઓનો લાભ લઈ શકશો નહીં. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, જો તમારી પાસે બે પાન કાર્ડ હોય તો તે પણ તે ગેરકાયદેસર છે. 31 માર્ચ પછી PAN-આધાર લિંક કર્યા વિના PAN નો ઉપયોગ કરો છો, તો તમારા પર 10,000 રૂપિયાના દંડની જોગવાઈ પણ છે. પરંતુ હજુ પણ વાયા વીતી નથી ગઈ, અમે આપની આ મુંજવણ હળવી કરવા માટે આધાર-પાન લીંક કરવાની સરળ રીત આપને જણાવીશું, તમારે માત્ર બસ સ્ટેપ બાય સ્ટેપ તેને ફોલો કરીને આ મુંજવણમાંથી છુટકારો મેળવવાનો છે.

    - Advertisement -

    પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું? – How to link Pan card with Aadhar card

    PAN ને આધાર સાથે લિંક કરવાની બે રીત છે જેના દ્વારા તમે PAN અને આધારને લિંક કરી શકો છો. જેમાં પ્રથમ તો આપ “Income Tax e-filing” વેબસાઈટ પર જઈને તમારા પાન અને આધારને લીંક કરી શકો છો, અને બીજી રીતમાં આપ 567678 અથવા 56161 પર SMS મોકલીને તમારા પાન કાર્ડ અને આધાર કાર્ડને લીંક કરી શકો છો. અમે અહી આપને આ બન્ને રીતો સ્ટેપ-બાય-સ્ટેપ સમજાવવાની કોશિશ કરી રહ્યા છીએ.

    Income Tax e-filing વેબસાઈટ દ્વારા લીંક પ્રોસેસ

    Income Tax e-filing વેબસાઈટ દ્વારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે આપ નીચે મુજબ પગલા ભરી સરળતાથી પ્રોસેસ કરી શકો છો.

    STEP 1: પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવા માટે સૌપ્રથમ આપે https://www.incometax.gov.in/iec/foportal વેબસાઈટ પર જવાનું રહેશે.

    STEP 2: ત્યારબાદ તે પેજ માં “Link Aadhar” પર ક્લિક કરવાનું રહેશે.

    STEP 3: ત્યાર બાદ એક નવું પેજ ખુલશે, જેમાં આપે તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને “Validate” પર ક્લિક કરવાનું રહેશે.

    STEP 4: ત્યાર બાદ જો તમારે ફી ભરવાની જરૂર હશે તો તમને ફી ભરવા માટે કહેવામાં આવશે જેના વગર આપ આપના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક નહીં કરી શકો.

    STEP 5: ત્યાર બાદ આપે આપનો પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર, આધાર કાર્ડમાં જે નામ હોય તે નામ અને રજીસ્ટર કરાવેલો મોબાઈલ નંબર લખવાના રહેશે. અને “Link Aadhar” પર ક્લિક કરવાનું રહેશે. (pan card link with aadhar card)

    STEP 6: ત્યાર બાદ આધાર કાર્ડ પર રજીસ્ટર કરેલા મોબાઈલ પર એક OTP આવશે. (આ OTP કોઈ અન્ય વ્યક્તિ સાથે શેર ન કરવો)

    STEP 7: OTP દાખલ કર્યા બાદ આપને સ્ક્રીન પર એક મેસેજ જોવા મળશે જેમાં લખેલું હશે કે તમારું આધાર પાન લીંક ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે તમે પાન આધાર લિંક સ્ટેટસ ચેક કરી શકો છો.

    SMS મોકલીને PAN ને આધાર સાથે લીંક કરવાની પ્રોસેસ

    આ તો થઈ વેબસાઈટ પર જઈને કરવાની પ્રક્રિયા, હવે જાણીએ SMS મોકલીને PAN ને આધાર સાથે લીંક કરવાની પ્રોસેસ, જેના માટે તમારે નીચે જણાવેલ પગલા અનુસરવા પડશે.

    STEP 1: તમારા મોબાઇલના મેસેજમાં જઈ ક્રિએટ પર જઈને કેપિટલમાં UIDPAN સ્પેસ છોડીને 12 અંકનો આધાર નંબર લાખો, ત્યાર બાદ સ્પેસ છોડીને 10-અંકનો PAN નંબર લખો.

    દા.ત: UIDPAN<સ્પેસ>1234 5678 9876 <સ્પેસ> PAN1234567890

    STEP 2: ત્યાર બાદ આ મેસેજને 567678 અથવા 56161 નંબર પર મોકલવાનો રહેશે.

    લીંકીંગ સ્ટેટસ ચેક કરવા માટેની પ્રક્રિયા

    આ પ્રક્રિયા બાદ પાનકાર્ડ આધારકાર્ડ લિંકિંગ સ્ટેટસ ચેક કરવા માટેની પ્રક્રિયા પણ આપને જણાવી દઈએ

    STEP 1: સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.

    STEP 2: ત્યારબાદ ખુલેલા પેજમાં “Link Aadhar Status” પર ક્લિક કરવાનું રહેશે.

    STEP 3: ત્યાર બાદ એક નવું પેજ ખુલશે, જેમાં આપે આપના આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાંખવાના રહેશે, ત્યાર બાદ “View Link Aadhar Status” પર ક્લિક કરવાનું રહેશે.

    STEP 4: આ પછી આપ જાણી શકો છો કે આપણું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લીંક છે કે નહી.

    લીંક કરવાની ફી ભરવાની પ્રોસેસ

    પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે ફી ભરવાની પણ જરૂર જણાય તો આપને તે પણ જણાવી દઈએ કે આ ફી આપ કેવી રીતે ભરી શકો છો.

    STEP 1: સૌપ્રથમ https://www.incometax.gov.in/iec/foportal/ income tax પોર્ટલ પાન આધાર લિંક કરવાની રીક્વેસ્ટ સબમિટ કરવા વેબસાઈટ પર જવાનું રહેશે.

    STEP 2: ત્યાર બાદ આપને “e-Pay Tax” બટન પર ક્લિક કરવાનું રહેશે.

    STEP 3: ત્યાર બાદ આપે સહુથી પહેલા ઓપ્શન “Income Tax માં Proceed” બટન પર ક્લિક કરવાનું રહેશે.

    STEP 4: ત્યાર બાદ “Assessment Year 2023-24” એટલે આવતું વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે. અને “Type of Payment” માં તમારે “Other Receipt 500” સિલેક્ટ કરવાનું રહેશે. અને ત્યાર પછી “Continue” બટન પર ક્લિક કરવાનું રહેશે

    STEP 5: પછી તમારી સ્ક્રીન પર આપને ટોટલ કેટલું પેમેન્ટ કરવાનું છે તે જોવા મળશે. હાલ 1000 રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે તો તે જોવા મળશે. ત્યાર બાદ “Continue” બટન પર ક્લિક કરવાનું રહેશે.

    STEP 6: ત્યાર બાદ તમારી સામે પેમેન્ટ માટે ઘણા બધા ઓપ્શન જોવા મળશે આપ આપની સરળતા મુજબ પેમેન્ટ કરી શકો છો જેમાં તમને નેટ બૅન્કિંગ , Debit card , Credit Card, Payment gateway જેવા પપેમેન્ટ ઓપ્શન મળી રહેશે.

    STEP 7: ત્યાર બાદ તમારે ચેકબોકસ સિલેક્ટ કરી ને “Submit to Bank” બટન પર ક્લિક કરવાનું રહેશે.

    પછી તમારું “Payment successfull” થઈ જશે અને મેસેજ પણ જોવા મળશે અને નીચે આપેલા ઓપ્શન પરથી તમે પેમેન્ટ રીસિપ્ટ પણ Download કરી શકો છો.

    હવે જાણીએ PAN ને આધાર સાથે લિંક કરવાના ફાયદા

    આટલી જહેમત ઉઠાવ્યા બાદ PAN ને આધાર સાથે લિંક કરવાના ફાયદા પણ જાણવા જરૂરી છે. PAN ને આધાર સાથે લિંક કરવાથી તે વ્યક્તિ પાસે એક કરતાં વધુ PAN કાર્ડ હોવાની શક્યતાને દૂર કરે છે. આ સાથે જ તેની સાથેના સંલગ્ન વિભાગો આવકવેરા વિભાગ કોઈપણ પ્રકારની કરચોરીને કાળજીપૂર્વક શોધી શકે છે. આ પ્રક્રિયાથી આવકવેરા રિટર્ન ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની જાય છે કારણ કે વ્યક્તિએ તેમના આવકવેરા રિટર્ન ફાઈલ કર્યા હોવાનો કોઈ પુરાવો આપવાની જરૂર રહેતી નથી. આ ઉપરાંત આ મહત્વપૂર્ણ પ્રક્રિયા તમારા PAN કાર્ડને રદ થતા અટકાવશે. આ સિવાય PAN ને આધાર સાથે લિંક કરવાથી ભવિષ્યના સંદર્ભ માટે આધાર સાથે જોડાયેલ ટેક્સની સંક્ષિપ્ત વિગતો મેળવવામાં પણ મદદ મળશે.

    Disclaimer: ઉપરોક્ત તમામ માહિતી ભારત સરકાર દ્વારા તેમની ઓફિસિયલ વેબસાઈટ પરથી લેવામાં આવી છે. જો કોઈ ફેરફાર જણાય તો વાંચક મિત્રોને અનુરોધ છે કે જે-તે વેબસાઈટ પર જઈને પુષ્ટિ કરે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં