થોડા દિવસો અગાઉ પંજાબના 5-6 નિહંગ શીખ એક કાર ચાલકને આંતરીને માર મારી ગાડી લુંટીને ફરાર થઈ ગયા હતા. તેવામાં હવે અમૃતસરમાં ગાડી લુંટનાર નિહંગ શીખ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલનો અંગત સાગરીત હોવાનો ખુલાસો થયો છે. આ એજ અમૃતપાલ છે જે પોતાને ખાલિસ્તાની સમર્થક સંગઠન “વારીસ દે પંજાબ”નો જત્થેદાર ગણાવે છે. આરોપી મૂળ મોગાનો રહેવાસી છે, અને તે અમૃતપાલના કામથી જ અમૃતસર આવ્યો હોવાનું જણાવ્યું છે.
અહેવાલો અનુસાર અમૃતસરમાં કાર સ્નેચિંગના કેસમાં પોલીસે વારીસ પંજાબ દેના જત્થેદાર અમૃતપાલ સિંહના એક સાથીની ધરપકડ કરી છે. આરોપીએ તેની ધરપકડ બાદ પોલીસને તેના અન્ય પાંચ સાથીઓ વિશે પણ માહિતી આપી હતી. ગત 4-5 માર્ચની વચ્ચેની રાત્રે આલ્ફા વન પાસે આઇ-20 કાર સ્નેચિંગની ઘટના સામે આવી હતી. હોસ્પિટલમાં દાખલ પીડિત યુવકે પોલીસને જાણ કરી હતી કે નિહંગ બાના પહેરેલા છ લોકોએ તેને માર માર્યો હતો અને કાર છીનવી લીધી હતી. પોલીસની ધરપકડ બાદ ખુલાસો થયો હતો કે અમૃતસરમાં ગાડી લુંટનાર અમૃતપાલનો સાગરીત છે.
અમૃતસર પોલીસે જે આરોપીની ધરપકડ કરી છે તેનું નામ સુખમિંદર સિંહ છે, અને તે મોગાના ડોધીકે ગામનો રહેવાસી છે. પૂછપરછ દરમિયાન આરોપી સુખમિંદર સિંહે જાણકારી આપી હતી કે તે અમૃતપાલ સિંહનો સહયોગી છે. તેણે પોતાના પાંચ સાથીઓ સાથે મળીને કાર લુંટી લીધી હતી. બીજી તરફ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે આરોપીની વાતને નકારી કાઢી હતી. અમૃતપાલ સિંહે કહ્યું કે, કોઈ આવે અને તેને મળે છે અને બાદમાં કોઈ ગુનો આચરે તેનો અર્થ એ નથી કે તે વ્યક્તિ તેની નજીક છે.
Amritpal Singh’s close associate, Sukhminder Singh arrested for snatching an i20 car. 6 people in Nihang attire beat the victim and snatched his car on 5 March, 2023.
— Woke Janta (@WokeJanta) March 13, 2023
– Local news source pic.twitter.com/fnPWExleQs
કોણ છે અમૃતપાલ સિંઘ
તાજેતરમાં પંજાબ ખાતે ખાલિસ્તાન સમર્થનમાં ઘટેલી ઘટનાઓ પાછળ અમૃતપાલ સિંહનો જ હાથ છે. તાજેતરની ઘટનાઓ બાદ ‘ભિંડરાંવાલે 2.0’ પણ કહેવામાં આવી રહ્યો છે. 29 વર્ષીય અમૃતપાલ સિંઘ ખાલિસ્તાન સમર્થક સંગઠન ‘વારિસ પંજાબ દે’નો પ્રમુખ છે. આ સંગઠન એક્ટર અને ‘એક્ટિવિસ્ટ’ દીપ સિદ્ધુએ સ્થાપ્યું હતું. એ જ દીપ સિદ્ધુ જે 26 જાન્યુઆરી 2021ના દિવસે લાલ કિલ્લા પર થયેલી ધમાલમાં મુખ્ય આરોપી હતો અને જેણે ખેડૂત આંદોલનો દરમિયાન પણ મોટો ભાગ ભજવ્યો હતો.
અમૃતપાલ સિંઘ વર્ષ 2012માં તે દુબઇ જતો રહ્યો હતો અને ત્યાં સબંધીના ટ્રાન્સપોર્ટ બિઝનેસમાં ડ્રાઈવરનું કામ કરતો હતો. કહેવાય છે કે તે દીપ સિદ્ધુ સાથે ટેલિફોનિક સંપર્કમાં રહેતો હતો પરંતુ પછીથી આ સંપર્કો પણ ઓછા થઇ ગયા હતા. દીપ સિદ્ધુના મોત બાદ તેણે પોતાને ‘વારિસ પંજાબ દે’નો પ્રમુખ ઘોષિત કરી દીધો અને દુબઇથી ભારત આવી ગયો. દાઢી વધારી દીધી હતી અને પોતે ભિંડરાંવાલે જેવો દેખાવ અપનાવી લીધો હતો. 29 સપ્ટેમ્બર, 2022ના રોજ જરનૈલ સિંઘ ભિંડરાંવાલેના પૈતૃક ગામમાં સેંકડો લોકોની હાજરીમાં ‘દસ્તાર બંદી’ યોજાઈ અને અમૃતપાલ સિંઘ અધિકારીક રીતે ‘વારિસ પંજાબ દે’નો અધ્યક્ષ બની ગયો.