Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબંગાળમાં ત્રીજીવાર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો: રેલ વિભાગે તપાસના આદેશ આપ્યા,...

    બંગાળમાં ત્રીજીવાર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો: રેલ વિભાગે તપાસના આદેશ આપ્યા, યાત્રીઓમાં ભયનો માહોલ

    ગયા વર્ષે 30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાવડાથી ન્યૂ જલપાઈગુડી વચ્ચે દોડતી પૂર્વી ભારતની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.

    - Advertisement -

    ભારતની પ્રગતીની સૂચક બની ગયેલી વંદે ભારત ટ્રેન પર વારંવાર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. આવી જ વધુ એક ઘટના બંગાળમાં બની છે. આ ઘટનાના કારણે યાત્રીઓમાં એક ડરનો માહોલ ઉભો થયો છે. 

    મળતી માહિતી અનુસાર, શનિવારે (11 માર્ચ 2023) મુર્શિદાબાદ જિલ્લામાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયો હતો. ઘટના સમયે ટ્રેન ન્યૂ જલપાઈગુડી થઈને હાવડા આવી રહી હતી ત્યારે ફરક્કા બ્રિજ પાસે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટ્રેનના C 31 કોચના કાચને નુકસાન થયું હતું.

    રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ટ્રેનના C13 કોચની વિન્ડો પેનને નુકસાન થયું હતું. પૂર્વ-રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) કૌશિક મિત્રાએ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ઘટનાની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત ભવિષ્યમાં આવા હુમલા ન થાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવશે. રેલવેએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. 

    - Advertisement -

    આ પહેલીવાર નથી કે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હોય, આ પહેલા વંદે ભારત ટ્રેન પર પાંચ વાર હુમલો કરવામાં આવ્યો છે. તેમાંથી ત્રણ વાર હુમલો બંગાળમાં કરવામાં આવ્યો છે. આ પહેલાના હુમલાઓ વખતે પણ હવે પછી આવી ઘટના નહીં બને તે માટે કાળજી લેવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ આ ઘટનાઓ અટકી રહી નથી. આના કારણે યાત્રીઓમાં એક ભયનો માહોલ બન્યો છે. યાત્રીઓએ ટ્રેનમાંથી ઉતરીને ફરિયાદ કરી હતી કે તેમને આ કારણે યાત્રા અસુરક્ષિત લાગે છે. જો કે રેલ અધિકારીએ હવે આવા મામલા નહીં બને તેની બાયધરી આપી છે. 

    ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાવડાથી ન્યૂ જલપાઈગુડી વચ્ચે દોડતી પૂર્વી ભારતની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ત્યારબાદ થોડા દિવસો પછી જ પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી હતી. આ પછી, બંગાળની સરહદે બિહારના કિશનગંજ જિલ્લામાં આ ટ્રેન પર પથ્થરમારો કરવાની ઘટના બની હતી. જે ચિંતાનો વિષય છે.

    વંદે ભારતએ દેશની સૌથી ઝડપી ટ્રેન છે, હાલમાં દેશમાં વિવિધ પ્રદેશોમાં આ ટ્રેન ચાલુ કરવામાં આવી છે. આવનારા વર્ષોમાં 200થી વધુ આવી ટ્રેનો ચલવવાનો સરકારનો નિર્ધાર છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં