Saturday, November 23, 2024
More
    હોમપેજક્રાઈમદિલ્હી લિકર પોલિસી કેસ: મનીષ સિસોદિયાને 7 દિવસની ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા;...

    દિલ્હી લિકર પોલિસી કેસ: મનીષ સિસોદિયાને 7 દિવસની ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા; જાણીએ તપાસ એજન્સીએ કોર્ટને શું કહ્યું સિસોદીયાને

    મનીષ સિસોદિયા ગયા અઠવાડિયે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ હાલમાં 20 માર્ચ સુધી તિહાર જેલમાં બંધ છે.

    - Advertisement -

    દિલ્હીના પૂર્વ મંત્રી અને AAP નેતા મનીષ સિસોદિયાને શુક્રવારે દિલ્હીની રોઝ એવન્યુ કોર્ટ દ્વારા દિલ્હી લિકર પોલિસી (Delhi Liquor Policy) કેસ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં 7 દિવસની ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જોકે EDએ AAP નેતાના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. તપાસ એજન્સીએ આજે સિસોદિયાને રોઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. EDએ ગુરુવારે AAP નેતાની તિહાર જેલમાં તેમની ન્યાયિક કસ્ટડી દરમિયાન ધરપકડ કરી હતી જ્યાં તેઓ CBI કેસમાં નોંધાયેલા હતા.

    અહેવાલો મુજબ EDએ કોર્ટને કહ્યું કે “સિસોદિયા દારૂ કૌભાંડની તપાસમાં સહકાર આપી રહ્યા નથી. આથી તેઓને રિમાન્ડ પર લઈ પૂછપરછ કરવી જરૂરી છે.” આ પહેલા કોર્ટે આ જ આધાર પર સીબીઆઈને સિસોદિયાના રિમાન્ડ પણ આપ્યા હતા.

    પુરાવાનો નાશ કરવાનો અને તપાસમાં સહયોગ ન આપવાનો EDનો આરોપ

    શુક્રવારે સુનાવણી દરમિયાન EDએ સિસોદિયા પર પુરાવાનો નાશ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. જણાવ્યું હતું કે તેઓ અન્ય લોકોના નામના સિમ કાર્ડ ખરીદતા હતા અને તેનો ઉપયોગ કરતા હતા જેથી જ્યારે કેસ ખોલવામાં આવે ત્યારે તેઓ પોતાનો બચાવ કરી શકે.

    - Advertisement -

    EDએ કોર્ટને જણાવ્યું કે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં મનીષ સિસોદિયાની સીધી ભૂમિકા હતી. પ્રોફિટ માર્જિન 12 ટકા પર સીમિત હતું, જે સંપૂર્ણપણે પોલિસી વિરુદ્ધ હતું. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર મનીષ સિસોદિયાએ કેટલાક લોકોને ફાયદો કરાવવા માટે આ બધું કર્યું હતું. દારૂના વેચાણ માટે જે નીતિ નક્કી કરવામાં આવી હતી તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

    EDએ કોર્ટને કહ્યું, “ટ્રાન્ઝેક્શનને લઈને મનીષ સિસોદિયાનું (Manish Sisodia) નિવેદન અન્ય લોકોના નિવેદનો સાથે મેળ ખાતું નથી. એટલા માટે 10 દિવસની કસ્ટડી માંગવામાં આવી રહી છે જેથી અન્ય લોકોની રૂબરૂ પૂછપરછ કરી શકાય.” તે જ સમયે, મનીષ સિસોદિયા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દયાન કૃષ્ણને કહ્યું કે “રિમાન્ડ માટે EDની અરજી કાયદાની દૃષ્ટિએ ખોટી છે. આવી અરજી પર કોર્ટે તપાસ એજન્સીને ઠપકો આપવો જોઈએ.”

    ઉલ્લેખનીય છે કે ગુરુવારે (9 માર્ચ, 2023) મની લોન્ડરિંગના કેસમાં (Money Laundering) સિસોદિયાની લગભગ 8 કલાકની પૂછપરછ બાદ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમની જામીન અરજી પર સુનાવણીના એક દિવસ પહેલા જ તેમના પર આ કાર્યવાહી કરી હતી. આ પહેલા મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ સિસોદિયાએ સીબીઆઈની કાર્યવાહીને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં