Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆધુનિક 'ઈસુ ખ્રિસ્ત' જે કરી ચુક્યા છે પાણીને 'ચા'માં ફેરવી નાંખવાનો ચમત્કાર:...

    આધુનિક ‘ઈસુ ખ્રિસ્ત’ જે કરી ચુક્યા છે પાણીને ‘ચા’માં ફેરવી નાંખવાનો ચમત્કાર: હવે કટ્ટર ખ્રિસ્તીઓ પૂછી રહ્યાં છે- ‘શૂળી પર ક્યારે લટકશો?’

    ઇલિયડ સિમિયુના 'ચમત્કાર' વિશે એક લોકપ્રિય કિસ્સો છે કે તેણે પાણીમાંથી ચા બનાવી નાખી હતી. આસપાસના ચર્ચમાં પણ તેનું ખૂબ માન-સન્માન કરવામાં આવે છે. તે કહે છે કે 2009માં તેને ગોડે કહ્યું હતું કે તે મસીહા છે.

    - Advertisement -

    આ વર્ષે 22 ફેબ્રુઆરીથી 6 એપ્રિલ સુધી, વિશ્વભરના લાખો ખ્રિસ્તીઓ ‘લેન્ટ સીઝન’ ની ઉજવણી કરી રહ્યા છે, જે હેઠળ તેઓ ઉપવાસ કરે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ (શૂળી) પર ચડાવવામાં આવ્યા હતા અને 3 દિવસ પછી તેમને પુનર્જીવિત થઈ ગયાં હતા. આ દરમિયાન કેન્યાની એક વ્યક્તિ પણ ચર્ચામાં છે. કેન્યાના બંગોમાના ટોંગરેનનો આ માણસ પોતાને ઈસુ ખ્રિસ્ત તરીકે ઓળખાવે છે. તેનું નામ એલિયડ સિમિયુ છે, જેના અનેક અનુયાયીઓ પણ છે.

    કેન્યાના બંગોમાના ટોંગરેનનો એલિયડ સિમિયુ પોતાને ઈસુ ખ્રિસ્ત કહેવડાવવા પર હવે કેટલાક કટ્ટર ખ્રિસ્તીઓ એમ પૂછી રહ્યા છે કે શું ઇલિયાદ સિમિયસને પણ ઈસુ ખ્રિસ્તની જેમ વધસ્તંભ પર ચડાવવામાં આવશે અને પછી 3 દિવસ પછી તે ફરીથી જીવંત થશે? કારણ કે તે ઈસુ ખ્રિસ્ત હોવાનો દાવો કરે છે. બાઇબલમાં લખ્યું છે કે ફરિસી જૂથે ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરી હતી. ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા, તેમનું મૃત્યુ, પુનઃજીવન અને પછી સ્વર્ગને પ્રાપ્ત થવું – એ બાઇબલનો એક મહત્ત્વનો ભાગ છે.

    ઓનલાઇન કટાક્ષ કરતા કેટલાક ખ્રિસ્તીઓ એમ પણ કહી રહ્યા છે કે હવે જ્યારે ઇસ્ટર નજીક આવી રહ્યું છે, ત્યારે ‘જીસસ ઓફ બંગોમા’ તેના જીવન માટે ભયભીત છે. બુંગોમાના કેટલાક કટ્ટર ખ્રિસ્તીઓ પણ આ આધુનિક ઈસુને વધસ્તંભ પર ચડાવવાની વાત કરી રહ્યા છે. આ લોકો કહી રહ્યા છે કે ઈલિયાદ સિમિયસ ખરેખર મસીહા છે અને તેને વધસ્તંભ પર ચડાવવામાં આવે તો પણ તેની ચિંતા ન કરવી જોઈએ, કારણ કે 3 દિવસ પછી તે સજીવન થઈ જશે અને પછી સ્વર્ગમાં જશે.

    - Advertisement -

    ઇલિયડ સિમિયુના ‘ચમત્કાર’ વિશે એક લોકપ્રિય કિસ્સો છે કે તેણે પાણીમાંથી ચા બનાવી નાખી હતી. આસપાસના ચર્ચમાં પણ તેનું ખૂબ માન-સન્માન કરવામાં આવે છે. તે કહે છે કે 2009માં તેને ગોડે કહ્યું હતું કે તે મસીહા છે. લુખોખવે ગામમાં રહેતા ટોંગરેનના જીસસને પત્ની અને 8 બાળકો છે. તેમના શિષ્યો તેમની પાસેથી બાઇબલના પાઠ લઈને તેમને નમન કરે છે. તેઓએ ‘ન્યૂ જેરૂસલેમ’ નામનો એક નવો પંથ રચ્યો છે. તેમના લગ્ન 2001માં થયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં