આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલમાં તિહાર જેલમમાં છે. સીબીઆઈએ તેમના પર દિલ્લી લીકર પોલીસીમાં થયેલા ભ્રષ્ટાચારના આરોપમાં કેસ નોધ્યો હતો. કુલ આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને આકરી પૂછપરછ હતી. હવે આ મામલામાં ઇડીની એન્ટ્રી થઇ છે. પ્રવર્તન નિર્દેશાલય મનીષ સિસોદિયાની કરી રહી છે પૂછપરછ.
મળતી માહિતી અનુસાર, ઇડીની એક ટીમ હાલમાં તિહાર જેલમાં પહોચી છે, જ્યાં તેઓ દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે. ઇડી હાલમાં આબકારી મામલે કરોડોના વ્યવહારની તપાસ કરી રહી છે. જેમાં હમણાં સુધી તેમણે 11 લોકોની ધરપકડ કરી છે. હાલમાં જ હૈદરાબાદના દારૂના વેપારી અરુણ રામચંદ્ર પિલ્લઈની અટકાયત કરવામાં આવી છે. હાલમાં ઇડી હવે આ બાબતે મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે.
જાણકારોનું કહેવું છે કે ઇડી આ મામલે મનીષ સિસોદિયાની પૂછપરછ કરીને તેને હિરાસતમાં લઇ શકે છે. જો ઇડી ધરપકડ કરશે તો મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી જશે. મનીષ સિસોદિયા હાલમાં સીબીઆઈની ન્યાયિક હિરાસતમાં છે. આ પૂર્વે સીબીઆઈએ મનીષ સિસોદિયાના બે વાર રિમાન્ડ લીધા હતા. આવનારી 10 માર્ચના રોજ મનીષ સિસોદિયાની જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી થશે. જો કે મનીષ સિસોદિયા આવનારી 20 માર્ચ તારીખ સુધી ન્યાયિક હિરાસતમાં મુકવામાં આવ્યા છે.
આ મામલે રાજકારણ પણ ગરમાયું છે, અરવિંદ કેજરીવાલે આખી કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. આરોપ લગાવ્યો હતો કે સીબીઆઈ અને ઇડી કેન્દ્ર સરકારનો હાથો બનીને કામ કરી રહ્યા છે. કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે મને દેશની ચિંતા થાય છે. આવા માહોલમાં દેશની શાળા અને સ્વાસ્થ્યની સ્થિતિ સુધરી શકે તેમ નથી. અમે દેશભક્તો છીએ અમને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે. આ મામલે કેરલના મુખ્યમંત્રીએ પણ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ સીએમ મનીષ સિસોદિયાને રાજનીતિનો શિકાર બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો પણ આરોપ લગાવ્યો છે. આ પહેલા 9 વિપક્ષી પાર્ટીઓએ પણ PM મોદીને પત્ર લખીને મનીષ સિસોદિયાની ધરપકડ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
આમ આદમી પાર્ટીના વધુ એક નેતા અને અરવિંદ કેજરીવાલના નજીકના વ્યક્તિ સત્યેન્દ્ર જૈન છેલ્લા 9 મહિનાથી જેલમાં છે. તેમના પર પણ ઇડીએ કેસ નોધ્યો હતો.