Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધી, કેમ્બ્રિજ, વિદેશી હસ્તક્ષેપની અપીલ અને પાકિસ્તાન: એ શું છે જે...

    રાહુલ ગાંધી, કેમ્બ્રિજ, વિદેશી હસ્તક્ષેપની અપીલ અને પાકિસ્તાન: એ શું છે જે આ તમામને એક તાંતણે જોડે છે… ચાલો જાણીએ

    મુનીર કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રો-વાઈસ-ચાન્સેલર અને સ્ટ્રેટેજી એન્ડ પોલિસીના પ્રોફેસર છે. તે પાકિસ્તાનની 2010ની ઔદ્યોગિક નીતિ વિકસાવનાર ટીમનો ભાગ હતો.

    - Advertisement -

    2 માર્ચ 2023 (સ્થાનિક સમય)ના રોજ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલમાં MBA વિદ્યાર્થીઓ સાથે ‘21મી સદીમાં સાંભળવાનું શીખવું’ વિષય પર વાત કરી હતી. કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ તેની ગોઠવણ કરી હતી, અને પાકિસ્તાન મૂળના પ્રોફેસર કમલ મુનીર દ્વારા વિદ્યાર્થીઓ સાથે તેમનો પરિચય કરાવ્યો હતો.

    કમલ મુનીર સાથે સ્ટેજ શેર કરવા બદલ ભારતીય જનતા પાર્ટીએ ગાંધીની ટીકા કરી હતી. બીજેપીના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ કહ્યું, “રાહુલ ગાંધી ભારતમાં વિદેશી હસ્તક્ષેપની માંગ કરી રહ્યા હતા અને વિદેશી ધરતી પર આપણી સાર્વભૌમત્વ પર હુમલો કરી રહ્યા હતા એટલું જ નહીં પરંતુ હવે આ જુઓ! દેખીતી રીતે, તે એક પાકિસ્તાની કમલ મુનીર સાથે સ્ટેજ શેર કરી રહ્યા હતા જ્યારે તે ભારત અને ભારતીય સંસ્થાઓને નબળી પાડી રહ્યાં હતાં.”

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની વાતચીત દરમિયાન જનતાને ‘સાંભળવા’, રાજકીય પ્રવચન અને વિવિધ સંસ્કૃતિઓ વિશે વાત કરી હતી. ગાંધીએ દાવો કર્યો હતો કે ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, તેઓ એ વિડંબનાને સંપૂર્ણપણે ચૂકી ગયા કે ભારતના વિપક્ષી નેતા એક પ્રખ્યાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધવા વિદેશમાં આવ્યા છે, અને કોઈએ તેમને આમ કરતા રોક્યા નથી. તે કારણ પણ અજ્ઞાત છે કે તેમણે કેવી રીતે તારણ કાઢ્યું કે લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે.

    - Advertisement -

    વધુમાં, તેમણે ફરીથી એ વિચારનો પ્રચાર કર્યો કે ભારત ‘રાજ્યોનું સંઘ’ (Union of States) છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા લોકો દ્વારા સમજાવવામાં આવ્યા હોવા છતાં, ગાંધીએ આ જૂઠાણું ચાલુ રાખ્યું છે. દુર્ભાગ્યે, તેમના અનુયાયીઓ પણ એવું જ માને છે. તેમણે દાવો કર્યો હતો કે ભારત યુરોપિયન યુનિયન જેવો છે, જે ઘણા દેશોનો અથવાતો રાજ્યોનો સંઘ છે.

    તેમણે એવું જૂઠાણું પણ ચલાવ્યું કે તેમને ઘણી વખત જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. સંસદ પરિસરની હોવાનો દાવો કરીને તેમણે ઉપયોગમાં લીધેલી તસવીર વાસ્તવમાં હાથરસની હતી. આ ફોટોગ્રાફ 2020માં ક્લિક કરવામાં આવ્યો હતો જ્યારે પોલીસ દ્વારા ગાંધી અને તેમની બહેન પ્રિયંકાને એક છોકરીની હત્યા પર જાતિ સંબંધિત હિંસાની ધમકીને કારણે કર્ફ્યુ હેઠળના સ્થળે જતા રોકવામાં આવ્યા હતા.

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે પેગાસસ જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરીને તેમની અને અન્ય રાજકીય નેતાઓની જાસૂસી કરવામાં આવી રહી છે. તેમણે તેમની સામેના કેસોને “લોકશાહી પર હુમલો” ગણાવ્યા હતા. એક વિચિત્ર ટુચકામાં, રાહુલ ગાંધીએ દાવો કર્યો કે તેઓ એ જાણીને ખૂબ જ ખુશ અને આશ્ચર્યચકિત થયા કે (9/11 પહેલા) યુએસએમાં એરપોર્ટ પર કોઈએ આઈડી ચેક કર્યું નહોતું. તેમણે ઉમેર્યું હતું કે જ્યારે તેના પોતાના દેશમાં તેના આઈડીની તપાસ કરવામાં આવી હતી, ત્યારે તે યુએસએમાં ચાલતા ચાલતા સીધા પ્લેનમાં બેસી શકતા હતા. તેમણે ઉમેર્યું હતું કે બિન લાદેન દ્વારા ‘સુરક્ષિત’ યુએસએના વિચારને દુર્ભાગ્યે પડકારવામાં આવ્યો હતો.

    કેમ્બ્રિજ અને સોરોસ જોડાણ

    કેમ્બ્રિજ યુનિવર્સિટી વિષે વાત કરીએ તો, હંગેરિયન-અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસની ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સ (OSF) 2013થી યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના ગિલ્ડ ઑફ બેનિફેક્ટર્સના સભ્ય છે. તે જ જ્યોર્જ સોરોસે ભારતમાં શાસન બદલવા માટે USD 1 બિલિયનનું વચન આપ્યું હતું. તેમનું ફાઉન્ડેશન “પ્રોગ્રામ્સ કે જે સેવા આપતા દેશોમાં ચાલી રહેલા સામાજિક અને રાજકીય પરિવર્તન માટે લાંબા ગાળાના પ્રતિભાવનું પ્રતિનિધિત્વ કરે છે” માં અનુસ્નાતક શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે.

    સોરોસે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અદાણી ગ્રુપ પર ખુલ્લેઆમ નિશાન સાધ્યું છે. કોંગ્રેસ તેના નેતાઓ પણ અદાણી વિવાદ વિષે ખુબ એક્ટિવ છે, જેનાથી લોકોને આશ્ચર્ય થાય છે કે 2024ની સામાન્ય ચૂંટણીઓ નજીક છે ત્યારે શું કોંગ્રેસ શાસન પરિવર્તનમાં રસ ધરાવતા વિદેશીઓ સાથે મળીને કામ કરી રહી છે.

    ભારતની બાબતોમાં વિદેશી હસ્તક્ષેપ માટે ગાંધીની અપીલ

    તેમની લંડન મુલાકાત દરમિયાન, રાહુલ ગાંધીએ ફરી એકવાર ભારતના મામલામાં વિદેશી હસ્તક્ષેપની વાત કરી હટી. ગાંધીએ વારંવાર પશ્ચિમી રાષ્ટ્રોને દેશના વહીવટમાં હસ્તક્ષેપ કરવા હાકલ કરી હતી, જે કોઈપણ રીતે પીએમ બનવાની તેમની આશાને સતત મળતી નિરાશા દર્શાવે છે.

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલા સહિત ભાજપના નેતાઓએ આ નિવેદન માટે ગાંધીની ટીકા કરી હતી. “જો કોઈ મુદ્દા હોય તો, આપણે આપણી પોતાની બાબતોને આંતરિક રીતે હલ કરીએ છીએ, પરંતુ રાહુલ વિદેશી રાષ્ટ્રનો હસ્તક્ષેપ કેવી રીતે માંગી શકે? તે ભારતમાં શું કાર્યવાહી કરવા માંગે છે? શું આપણે આપણી આંતરિક બાબતોની ફરિયાદ પાડોશીને કરીએ છીએ? આજે રાહુલે મણિશંકર ઐય્યરનું અનુકરણ કર્યું છે, જેમણે પીએમ મોદીને એકવાર સત્તા પરથી હટાવવા માટે પાકિસ્તાનની મદદ માંગી હતી. ભૂતકાળમાં ગાંધીજીએ પણ આવી જ અપીલ કરી હતી.”

    રાહુલ ગાંધી ઈચ્છે છે કે બધુ તેમના માટે બદલાય જેથી તેઓ ચૂંટણી જીતી શકે

    તેમના પક્ષને સમગ્ર ભારતમાં વારંવાર ચૂંટણી પરાજય તરફ દોરી જવા છતાં, રાહુલ ગાંધીના તેમની તાજેતરની વિદેશી રજાઓ દરમિયાનના નિવેદનો પોતાને ભારતમાં શાસન પરિવર્તન માટે આદર્શ પશ્ચિમ સમર્થિત ઉમેદવાર તરીકે રજૂ કરવા માંગે છે. તેમણે દાવો કર્યો છે કે ચૂંટણી પ્રક્રિયાથી લઈને મીડિયા અને ન્યાયતંત્ર સુધી, બધું તેમની વિરુદ્ધ છે, અને સંકેત આપ્યો કે જો તે બધું બદલી શકાય, તો તે જીતી શકે છે અને ભારતનો “બચાવ” કરી શકે છે.

    ફરીથી તેઓ એ વિડંબનાને સંપૂર્ણપણે ચૂકી ગયા કે તેમની પાર્ટીએ એ જ ભારતીય પ્રણાલીમાં રાજ્યની ચૂંટણી જીતી છે. માત્ર ગાંધી પરિવારને જ ભારતના લોકો નકારે છે. કારણ કે ભારતમાં ઘણા દાયકાઓ સુધી સત્તા સંભાળનાર ગાંધી પરિવારમાં પ્રચંડ ભ્રષ્ટાચાર અને ઉચ્ચતાની ઓળખ સામે ઊંડો અસંતોષ છે.

    પાકિસ્તાની પ્રોફેસર સાથે સ્ટેજ શેર કરી રહ્યા છે

    ટ્વિટર યુઝર JIX5Aએ 5 માર્ચે ધ્યાન દોર્યું હતું કે પાકિસ્તાની મૂળના પ્રોફેસર કમલ મુનીરે ગાંધીનો પરિચય કરાવ્યો હતો.

    મુનીર કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રો-વાઈસ-ચાન્સેલર અને સ્ટ્રેટેજી એન્ડ પોલિસીના પ્રોફેસર છે. તે પાકિસ્તાનની 2010ની ઔદ્યોગિક નીતિ વિકસાવનાર ટીમનો ભાગ હતો. મુનીરને તમગા-એ-ઈમ્તિયાઝ, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવેલ રાજ્ય સન્માનથી નવાજવામાં આવ્યા હતા. મુનીરે હાલમાં જ પોતાના ટ્વિટર એકાઉન્ટને સુરક્ષિત કર્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં