ઉત્તરપ્રદેશના અલીગઢમાં આવેલી એએમયુમાં શિયા મુસ્લિમ ધર્મગુરુ કાલબે જવાદએ ભારતીય રાજનીતિને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આઝાદી બાદ મુસ્લિમોને સૌથી વધુ નુકસાન કોંગ્રેસે કર્યું છે. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં 2024 લોકસભાની તૈયારીમાં મુસ્લિમ મતદાતાઓને પોતાના તરફી કરવાના પ્રયત્નો કરી રહી છે. સાથે સાથે તેમણે મોદી સરકાર અને યોગી સરકારના કામોના વખાણ પણ કર્યા છે. મુસ્લિમ ધર્મના લોકોને શિયા સુન્ની ભૂલીને એક મંચ પર આવવા માટે પણ અપીલ કરી હતી.
મળતી માહિત મુજબ, શિયા મુસ્લિમ ધર્મગુરુ કાલબે જવાદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પહોચ્યા હતા, જ્યાં તેમણે પોતાની ધાર્મિક વાતો સાથે સાથે રાજનીતિની વાતો પણ કરી હતી, જે હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જેમાં તેમણે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું હતું કે આઝાદી બાદ મુસ્લિમોને સૌથી વધુ નુકસાન કોંગ્રેસે કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે વકફ બોર્ડની ઘણી બધી સંપતિ લીઝ પર આપી છે, જે હવે કોઈ પાછી અપાવી શકે તેમ નથી.
આ ઉપરાંત તેમણે મોદી સરકારના વખાણ કરતા કહ્યું હતું કે મોદી સરકાર બધા જ ધર્મના લોકો માટે કામ કરે છે. તેમની સરકાર દ્વારા કોઈ જ સાથે અન્યાય થયો નથી. પ્રધાનમંત્રી મોદીના વ્યક્તિગત વખાણ કરતા કહ્યું હતું કે મોદીએ તો એએમયુને મીની ભારત કહ્યું હતું. સાથે સાથે તેમણે ઉત્તરપ્રદેશની યોગી સરકારના ખુબ જ વખાણ કર્યા હતા, તેમણે કહ્યું કે યોગી રાજમાં કોઈ જ રમખાણો થતા નથી, કોઈ જ લીન્ચિંગની ઘટનાઓ પણ હવે બનતી નથી. વર્તમાનમાં ઉત્તરપ્રદેશમાં કાયદાનું રાજ છે.
તેમના આ નિવેદનના રાજનીતિમાં ઘેર પ્રત્યાઘાતો પડ્યા છે. એક તરફ તમામ વિપક્ષો 2024ની લોકસભાની તૈયારી કરી રહ્યા છે, જેમાં ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ મતદારો મોટા પ્રમણમાં હોવાથી તેને પોતાના તરફી કરવા માંથી રહ્યા છે. ત્યારે આ નિવેદન ભાજપ માટે ફાયદાકારક સાબિત થાય એવું માનવામાં આવી રહ્યું છે.
શિયા ધર્મ ગુરુ કાલબે જવાદે મુસ્લિમો માટે પણ કહ્યું એ સમયની માંગ છે કે શિયા સુન્ની ભૂલીને આપણે બધાએ એક સાથેજ પર આવવું જોઈએ. આ તમામ ચર્ચા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં કરવામાં આવી હતી.