ઉત્તર પ્રદેશથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, સિદ્ધાર્થનગરના મદરેસાના પ્રિન્સીપાલનો મસાજ કરાવતો વિડીયો વાયરલ થઈ ગયો છે. વિડીયોમાં એક વ્યક્તિ એક મહિલા પાસેથી મસાજ કરાવતો નજરે પડે છે. વાયરલ વીડિયો લગભગ 1 મિનિટ 41 સેકન્ડનો છે. આ વીડિયોમાં એક મૌલાના જેવો દેખાતો વ્યક્તિ ખાટલા પર સુતેલો છે, જેને ડ્રેસ પહેરેલી મહિલા મસાજ કરે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મસાજ કરાવનાર વ્યક્તિ નિઝામુદ્દીન મદરેસાનો પ્રિન્સિપાલ છે, જ્યારે મસાજ કરનારી મહિલા એ જ મદરેસામાં બાળક માટે ભોજન બનાવનાર રસોઈયા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
અહેવાલો અનુસાર સિદ્ધાર્થનગરના મદરેસાના પ્રિન્સીપાલનો મસાજ કરાવતો વિડીયો ક્યારનો છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વાયરલ થઈ રહેલો વીડિયો મદરેસાનો છે. સિદ્ધાર્થનગર જિલ્લા લઘુમતી કલ્યાણ અધિકારી તન્મયએ આ વીડિયોની નોંધ લીધી છે. તેમણે વીડિયોમાં જોવા મળતા પ્રિન્સિપાલને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે. તેમનું કહેવું છે કે જવાબ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
सिद्धार्थनगर में मदरसे में मसाज कराते एक शख्स का वीडियो वायरल, मसाज करते हुए दिख रही एक महिला। pic.twitter.com/SVa8sgc1bS
— News18 Uttar Pradesh (@News18UP) March 4, 2023
બે મિનિટ-53 સેકન્ડના આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ પલંગ પર સૂતેલો જોવા મળી રહ્યો છે અને એક મહિલા લુંગી જાંઘ સુધી ઉપર ચઢાવીને તે વ્યક્તિના બંને પગ પર તેલની માલિશ કરી રહી છે. સરકારની સહાયથી ચાલતા આ મદરેસામાં આઇટીઆઇ સાથે સિલાઇ અને એમ્બ્રોડરી વર્નીક તાલીમ પણ આપવામાં આવે છે. તો સ્થાનિક લોકોનું કહેવું છે કે રસોઈયાનું કામ બાળકો માટે જમવાનું બનાવવાનું છે, તેમની પાસેથી આવું કામ લેવું એ ગુનો છે. લોકોએ આવા આચાર્ય સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ વીડિયો દરમિયાન રૂમમાં હાજર ત્રીજા વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જે મદરેસાનો આ વીડિયો છે તેને સરકારી માન્યતા મળેલી છે. અહી ઇસ્લામિક દિની તાલીમ ઉપરાંત વિદ્યાર્થીઓને આઇટીઆઇ અને સિલાઇ અને એમ્બ્રોઇડરીની તાલીમ પણ આપવામાં આવે છે. હાલ સિદ્ધાર્થનગર પોલીસે પણ આ વીડિયોની નોંધ લીધી છે. પોલીસે એસએચઓ બંસીને તપાસ કરવા અને જરૂરી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે.