Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમનિષ સિસોદિયાની હોળી હિરાસતમાં જ જશે: વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર, જામીન...

    મનિષ સિસોદિયાની હોળી હિરાસતમાં જ જશે: વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર, જામીન અરજી પર 10મીએ સુનાવણી

    મનીષ સિસોદિયાએ કોર્ટમાં કહ્યું કે મને પુછતાછ દરમિયાન માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાને સીબીઆઈએ આજે કોર્ટમાં રજુ કરી વધુ રિમાન્ડ માટે માંગણી કરી હતી. જેમાં કોર્ટે વધુ બે દિવસ માટે રિમાન્ડ મંજૂર કર્યા છે. આગાઉ કોર્ટે તેમને પાંચ દિવસ માટે રિમાન્ડ પર મોકલ્યા હતા. આ ઉપરાંત આવનારી 10 માર્ચ સુધી તેમની જામીન અરજી પણ સાંભળવામાં નહીં આવે, માટે તેમની હોળી પણ જેલમાં જ જશે. 

    મળતી માહિતી મુજબ, પાંચ દિવસ પૂર્વે મનિષ સિસોદિયાને રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. જે રિમાન્ડ આજે પૂરા થતા કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ વધુ ત્રણ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

    રિમાન્ડ માટે સીબીઆઈએ કોર્ટમાં પોતાનો પક્ષ મૂકતા કહ્યું હતું કે મનિષ સિસોદિયા તપાસમાં સહયોગ કરી રહ્યા નથી, માટે ઘણા સાક્ષીઓને તેમની સમક્ષ બેસાડીને પૂછપરછ કરવી પડશે. જો કે મનિષ સિસોદિયાના વકીલે આ દલીલનો વિરોધ કરીને કહ્યું છે કે તપાસમાં સહયોગ ન આપવો તે રિમાન્ડ માંગવાનું કારણ બનતું નથી. ઉપરાંત તેમણે સીબીઆઈ પર પણ આરોપ લગાવ્યો હતો કે તેઓ પોતાની મરજી મુજબનો સહયોગ અને નિવેદનો ઈચ્છે છે. સાથે મનિષ સિસોદિયા હોળી પરિવાર સાથે મનાવવા માંગે છે, ઉપરાંત તેમના પત્ની પણ બીમાર છે માટે રિમાન્ડ ટાળીને જામીન આપવામાં આવે. જોકે, કોર્ટે આ દલીલ માન્ય રાખી ન હતી.

    - Advertisement -

    આ ઉપરાંત મનિષ સિસોદિયાના વકીલે જામીન મેળવવા માટે પણ અરજી કરી હતી. કોર્ટે જામીન પરની અરજી પણ તત્કાલ નહીં પણ 10 માર્ચના રોજ સંભાળવામાં આવશે તેવું કહ્યું હતું. આ મામલે આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પર હુમલો કરીને મનિષ સિસોદિયાને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે તેવો દાવો કર્યો હતો. 

    જાણકારોનું માનીએ તો આવનારો સમય મનિષ સિસોદિયા માટે ખૂબ મુશ્કેલ રહેશે. કારણ કે સીબીઆઈ પાસે પૂરતા પ્રમાણમાં પુરાવા છે. સીબીઆઈની કાર્યવાહી બાદ ઇડીની પણ કાર્યવાહી થશે, જે કાર્યવાહી સીબીઆઈ કરતા પણ ખૂબ જ કડક હશે. મનિષ સિસોદિયા કથિત દારૂ ગોટાળામાં જેલમાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં