કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ વિદેશમાં છે. ગુરુવારે તેમણે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને જેમાં ફરી એક વખત સરકાર પર આરોપો લગાવવા અને ભારતમાં લોકશાહી પર જોખમ તોળાઈ રહ્યું હોવાના દાવાઓને આગળ વધારવા માટે જુઠ્ઠાણાંનો સહારો લીધો હતો.
કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં સંબોધન કરતી વખતે રાહુલ ગાંધીએ ઇઝરાયેલી સ્પાયવેર પેગાસસનો મુદ્દો ઉછાળ્યો હતો. રાહુલે કહ્યું કે, તેમના સહિત દેશના ઘણા નેતાઓના ફોનમાં પેગાસસ હતું અને ઇન્ટેલિજન્સ ઓફિસરોએ તેમને ચેતવ્યા હતા.
Large number of poltical leaders have Pegasus on their phone. I myself had Pegasus on my phone. I've been called by Intelligence officers who say please be careful of what you say on phone as we are recording the stuff:Cong leader Rahul Gandhi at Cambridge University
— ANI (@ANI) March 3, 2023
(file pic) pic.twitter.com/PqsKEEaJDo
રાહુલ ગાંધીએ કહ્યું, “ઘણા નેતાઓના ફોનમાં પેગાસસ હતું. મારા પોતાના ફોનમાં પણ પેગાસસ હતું. મને ઇન્ટેલિજન્સના અધિકારીઓ દ્વારા બોલાવવામાં આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે મારે ફોન પર વાતચીત કરતી વખતે સાવચેત રહેવું જોઈએ કારણ કે તેઓ ફોનકોલ્સ રેકોર્ડ કરી રહ્યા હોય છે.”
વિપક્ષને દબાવવામાં આવી રહ્યો હોવાના દાવા કરતા તેઓ આગળ કહે છે કે, “આ પ્રકારનું દબાણ અમે સતત સહન કરી રહ્યા છીએ. વિપક્ષ પર કેસ કરવામાં આવી રહ્યા છે. મારી ઉપર પણ ઘણા ક્રિમિનલ કેસ નોંધાયેલા છે, જે બાબતો એવી છે કે જે ક્રિમિનલ કેસ હેઠળ આવતી જ નથી.”
As Opposition, it is very difficult to communicate with people when you have this type of an assualt on media and on the democratic architecture: Congress leader Rahul Gandhi at Cambridge University in London
— ANI (@ANI) March 3, 2023
અહીં ઉલ્લેખનીય છે કે જુલાઈ 2021માં કેટલીક મીડિયા સંસ્થાઓએ મળીને વૈશ્વિક સ્તરે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો અને જેમાં ઇઝરાયેલની કંપની NSO દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્પાયવેર ‘પેગાસસ’નો ઉપયોગ ભારત સહિત અનેક દેશોમાં નેતાઓ, પત્રકારો અને ન્યાયાધીશો વગેરે વ્યક્તિઓના ફોન ટેપ કરવા માટે કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
ભારતમાં આ રિપોર્ટ સામે આવ્યા બાદ વિપક્ષોએ હોબાળો મચાવી મૂક્યો હતો અને મોદી સરકાર પર આરોપો લગાવ્યા હતા. જોકે, સરકાર અવારનવાર વિવિધ પ્લેટફોર્મ ઉપર સ્પષ્ટતા કરતી રહી છે અને વિપક્ષોના આરોપો ફગાવતી રહી છે. જોકે, તેમ છતાં મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો અને કોર્ટે મામલાની તપાસ માટે એક સમિતિ પણ બનાવી હતી.
સુપ્રીમ કોર્ટની પેનલે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે તેમણે જે કોઈ મોબાઈલ ફોનની તપાસ કરી તેમાં ક્યાંય પણ પેગાસસ જેવી સ્પાયવેર એપ્લિકેશન હોવાના કોઈ પુરાવાઓ મળ્યા ન હતા.
રાહુલ ગાંધી કેમ્બ્રિજમાં જઈને પોતાનો ફોન ટેપ થયો હોવાના દાવાઓ કરતા રહે છે પરંતુ સત્ય એ છે કે તેમનો ફોન ક્યારેય ટેપ થયો ન હતો અને પેગાસસ ‘એક્સપોઝ’ લિસ્ટમાં તેમનું નામ ‘સંભવિત વ્યક્તિઓની યાદી’માં હતું. અને જેને લઈને પણ અનેક વખત સ્પષ્ટતા થઇ ચૂકી છે.
એ પણ નોંધનીય છે કે અગાઉ પણ તેમણે ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ટેપ કરવામાં આવી રહ્યાં હોવાના આરોપો લગાવ્યા હોવા છતાં જ્યારે સુપ્રીમ કોર્ટની પેનલ સમક્ષ ફોન રજૂ કરવાનો સમય આવ્યો ત્યારે તેમણે ‘ડેટા ટેમ્પરિંગ’ના ડરે ફોન જમા કરાવ્યો ન હતો!