Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમ2020ના હાથરસ રેપ-મર્ડર કેસનો ચુકાદોઃ કોર્ટે 3 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, એક...

    2020ના હાથરસ રેપ-મર્ડર કેસનો ચુકાદોઃ કોર્ટે 3 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, એક આરોપી દોષિત, આજીવન કેદની સજા

    14 સપ્ટેમ્બરે હાથરસમાં ચાર નરાધમો દ્વારા એક દલિત મહિલા પર કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેનું 29 સપ્ટેમ્બરે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

    - Advertisement -

    2020ન બહુચર્ચિત હાથરસ રેપ-મર્ડર કેસમાં,જેણે દેશભરમાં વિરોધને વેગ આપ્યો હતો, ત્રણ આરોપીઓને ગુરુવારે ઉત્તર પ્રદેશની અદાલત દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે મુખ્ય શંકાસ્પદને હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો, અધિકારીઓએ જણાવ્યું હતું.

    સંદીપ ઠાકુરને ઓછા આરોપ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. અદાલતે સંદીપને ભારતીય દંડ સંહિતાની કલમ 304 હેઠળ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળના ગુનાઓ માટે દોષિત ઠેરવ્યો હતો. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને 50,000 નો દંડ કરાયો છે. અન્ય ત્રણ આરોપીઓ, સંદીપના કાકા રવિ અને તેમના મિત્રો લવ કુશ અને રામુને આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

    પીડિતાના પરિવારનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ મહિપાલ સિંહે કોર્ટની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે, “કોઈપણ આરોપી પર બળાત્કાર કે હત્યાનો કોઈ આરોપ નથી,” તેમણે ઉમેર્યું કે તેઓ અલ્હાબાદ હાઈકોર્ટમાં નિર્ણય સામે અપીલ કરશે.

    - Advertisement -

    શું હતો આખો કેસ?

    14 સપ્ટેમ્બર 2020ના રોજ 20 વર્ષીય દલિત મહિલાનું દિલ્હીથી લગભગ 200 કિમી દૂર હાથરસમાં તેના ગામમાં કથિત રીતે સામૂહિક બળાત્કાર થયાના પખવાડિયામાં દિલ્હીની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પોલીસને આપેલા નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે તેને તેના દુપટ્ટા દ્વારા ખેતરમાં ખેંચી જવામાં આવી હતી જ્યાં તે તેની માતા અને ભાઈ સાથે ઘાસ કાપતી હતી.

    જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેના ગામમાં મધ્યરાત્રિએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યારે તેના પરિવારને તેમના ઘરમાં બંધ કરી દેવામાં આવ્યો હતો, જેમાં ઢાંકપિછોડો કરવાના આક્ષેપો અને યોગી આદિત્યનાથ સરકારની વ્યાપક નિંદા કરવામાં આવી હતી.

    તેને એટલો ત્રાસ અપાયો હતો કે તેના શરીરના અનેક હાડકા ભાંગી ગયા હતા અને જીભ કપાઈ ગઈ હતી. જેના કારણે આ હાથરસ કેસ પણ 2012ના નિર્ભય હત્યાકાંડ જેવો ભયાવહ દેખાતો હતો. ડોકટરોએ જણાવ્યું હતું કે તેના ગળામાં ઇજાઓથી તેને પેરાલીસીસ થવાથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જ્યારે તેના હુમલાખોરો તેનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેનાથી તેની જીભ કરડાઈ ગઈ હતી.

    સમગ્ર હાથરસ રેપ-મર્ડર કેસમાં કથિત ક્ષતિઓ અંગે યુપી પોલીસ તપાસ હેઠળ હતી. તેઓએ શરૂઆતમાં હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો હતો પરંતુ મહિલાના ઔપચારિક નિવેદન પછી જ બળાત્કારના આરોપો ઉમેર્યા હતા. તમામ આરોપીઓ કહેવાતી ઉચ્ચ જાતિના હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં