હૈદરાબાદથી સાંસદ અને AIMIMના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની દીકરીના સસરાએ પોતાની જાતને બંદુકની ગોળી મારી આત્મહત્યા કરી લીધાના સમાચાર પ્રાપ્ત થયા છે. પરિવારજનોને જન થતા તેમને હોસ્પિટલ લઇ જવાય હતા, પરંતુ તે પહેલા જ તેમનું મૃત્યુ થઇ ચુક્યું હતું.
એક મીડિયા રીપોર્ટ અનુસાર, અસદુદ્દીન ઓવૈસીની બીજા નંબરની દીકરીના લગ્ન મૃતક અઝહરુદ્દીન ખાનના દીકરા સાથે બે વર્ષ પહેલા થયા હતા. અઝહરુદ્દીન ખાને ગત રોજ પોતાના ઘરે એકલા હતા, ત્યારે પોતાની લાઇસન્સ વળી બંદુકથી પોતાને જ ગોળી મારી દીધી હતી. આ દરમિયાન તેના પરિજનો તેમને લઈને હોસ્પિટલ દોડી ગયા હતા, પરંતુ હોસ્પિટલ પહોચતા સીધું તેમનું દેહાંત થઇ ગયું હતું. હોસ્પિટલમાં ડોકટરોએ પણ તેમને મૃત જાહેર કાર્ય હતા. એવું પ્રાથમિક રીપોર્ટમાં જાણવા મળ્યું છે કે તેમને હોસ્પિટલ લઇ જવાયા તેના ચાર કલાક પહેલા જ તેમનું મૃત્યુ થઇ ચુક્યું હતું.
આ મામલે પોલીસ સક્રિય થઇ હતી અને પ્રાથમિક તપાસ કરી હતી, જેમાં પોલીસે જણાવ્યું કે ગોળી અઝહરુદ્દીન ખાનના માથાની જમણી બાજુએ વાગી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ડીસીપી જોએલ ડેવિસે જણાવ્યું હતું કે ખાને મિલકત અને પારિવારિક વિવાદને કારણે પોતાને ગોળી મારી હતી. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અઝહરુદ્દીન ખાન પાસે બંદૂકનું લાઇસન્સ હતું અને તેણે આત્મહત્યા માટે લાઇસન્સવાળી બંદૂકનો ઉપયોગ કર્યો હતો કે કેમ? તેની તપાસ કરવામાં આવી રહી છે.
અઝહરુદ્દીન ખાનએ જાણીતા ઓર્થો સર્જન હતા, તેમજ નામાંકિત હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ પણ હતા. તેમના દીકરા ડો. આબિદ અલી ખાને 2020માં અસદુદ્દીન ઓવૈસીની બીજી પુત્રી સાથે લગ્ન કર્યા. તેમની પાસે લાઇસન્સવાળી બંદુક પણ હતી. એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમને આજ બંદુકનો ઉપયોગ કરીને જ આત્મહત્યા કરી છે.
આત્મહત્યા બાબતેનું કારણ જાણવા માટે પોલીસે પ્રયાસ કર્યો હતો, જેમાં ડોકટર અને તેના પરિવારજનો વચ્ચે કોઈ મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. છતાં પણ પોલીસ હજુ કોઈ અંતિમ કારણ સુધી પહોચી નથી. પરંતુ પરિવારમાં મિલકતને લઈને વિવાદ હતો તે બાબતને ઘણા લોકોએ સ્વીકારી હતી. પોલીસ પ્રાથમિક તપાસમાં પણ આ બાબત સામે આવી છે.