Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘52 વર્ષ પછી પણ મારી પાસે ઘર નથી’: રાહુલ ગાંધી, લોકોએ કહ્યું-...

    ‘52 વર્ષ પછી પણ મારી પાસે ઘર નથી’: રાહુલ ગાંધી, લોકોએ કહ્યું- પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભરો

    સેન્ટ્રલ પબ્લિક ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર પીએમના નિવાસસ્થાનનું ક્ષેત્રફળ 14,101 ચોરસ મીટર છે, જ્યારે સોનિયા ગાંધીને મળેલો બંગલો 15,181 ચોરસ મીટરમાં ફેલાયેલો છે, જેનું માસિક ભાડું સોનિયા ગાંધી માટે દર મહિને માત્ર 4,610 રૂપિયા છે, જો આટલી મોટી પ્રોપર્ટી ભાડે લેવા જઈએ તો ભાડું 20 લાખ સુધી હોવું જોઈએ.

    - Advertisement -

    કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વયનાડના સાંસદ રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં ચાલી રહેલા કોંગ્રેસના 85માં અધિવેશના સમાપન પ્રસંગે ઉદબોધન આપ્યું હતું. તે ઉદબોધનમાં બોલેલી એક વાત હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બની છે. તેમણે ઈ.સ. 1977માં તેમને થયેલા એક અનુભવ બાબતે જણાવતા કહ્યું હતું કે તેમની પાસે છેલ્લા 52 વર્ષથી ઘર જ નથી. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે અને લોકો તેના પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.  જોકે જયારે રાહુલ ગાંધી બોલી રહ્યા હતા, ત્યારે તેમના માતા અને કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ રસ નહોતો દાખવ્યો.

    મીડિયા રીપોર્ટ અનુસાર, રાહુલ ગાંધી અધિવેશનના સમાપન પ્રસંગે બોલી રહ્યા હતા. તેમણે પોતાની ભારત જોડો યાત્રાની પણ વાત કરી હતી, સાથે સાથે તેમણે એક નિવેદન આપ્યું જેમાં કહ્યું હતું કે “હું નાનો હતો, વાત ઈ.સ.1977ની છે. ત્યારે જ ચુંટણી આવી હતી. મને આ બાબતે કઈ જ ખ્યાલ હતો નહીં. ઘરમાં પણ સાવ અલગ જ માહોલ હતો. મેં ત્યારે મારા માતાને પૂછ્યું કે શું થયું? તો તેમણે જવાબ આપ્યો કે આપણે આ ઘર છોડી રહ્યા છીએ. ત્યાં સુધી તો મને એમ જ હતું કે આ ઘર અમારું છે. ફરી મેં માતાને પૂછ્યું કે આપણે આ ઘર કેમ છોડી રહ્યા છીએ? ત્યારે જીવનમાં પહેલી વાર મારી માતાએ મને કહ્યું કે આ ઘર આપણું નથી સરકારનું છે. માટે આપણે હવે આ ઘર છોડવું પડશે. મેં વળીને પૂછ્યું કે તો ક્યાં જઈશું? તો તેમણે કહ્યું ખબર નથી. હું ત્યારે એક દમ હેરાન થઇ ગયો હતો. આજે 52 વર્ષથી ઘર નથી.”

    આ મામલે સોશિયલ મીડિયા પર અલગ અલગ લોકોએ પ્રતિક્રિયાઓ આપી હતી. જેમાં A.N. Joshiએ કહ્યું હતું કે “આ વાત કોઈ પ્રધાનમંત્રી સુધી પહોચાડો, જેથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તેમનું મકાન બનાવી શકાય. દેશમાં કોઈ ઘર વગર ન રહેવું જોઈએ.” 

    - Advertisement -

    @idalippancholi નામના વ્યક્તિએ 2019 લોકસભા ચુંટણીનું એફિડેવિટ રજુ કરીને પૂછ્યું હતું કે તો આ એફિડેવિટમાં પ્રોપટી કેમ બતાવી છે? જુઠ શું કામ બોલે છે?

    આવી અસંખ્ય પ્રતિક્રિયાઓ આવી છે, મોટા ભાગના લોકોએ રાહુલ ગાંધીને જુઠા જ કહ્યા હતા. 

    પરંતુ તેમની ગાંધી પરિવાર જે સરકારી મકાનમાં રહે છે, તેને લઈને અગાઉ ઘણા ખુલાસાઓ થઇ ચુક્યા છે. સોનિયા ગાંધી જે સરકારી બંગલામાં રહે છે, તેનું નામ દસ જનપથ છે. તમને જાણીને નવી લાગશે કે આ મકાન પ્રધાનમંત્રી આવાસ કરતા પણ મોટું છે. સેન્ટ્રલ પબ્લિક ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર પીએમના નિવાસસ્થાનનું ક્ષેત્રફળ 14,101 ચોરસ મીટર છે, જ્યારે સોનિયા ગાંધીને મળેલો બંગલો 15,181 ચોરસ મીટરમાં ફેલાયેલો છે, જેનું માસિક ભાડું સોનિયા ગાંધી માટે દર મહિને માત્ર 4,610 રૂપિયા છે, જો આટલી મોટી પ્રોપર્ટી ભાડે લેવા જઈએ તો ભાડું 20 લાખ સુધી હોવું જોઈએ.

    આટલું ઓછુ ભાડું હોવા છતાં એક આરટીઆઈમાં ભાડું અને લાઈટ બીલ ન ભર્યાનું બહાર આવ્યું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં