Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભાવનગર: લગ્નની વિધિ દરમિયાન જ દુલ્હનનું હાર્ટ અટેકથી મૃત્યુ, જાન પરત ન...

    ભાવનગર: લગ્નની વિધિ દરમિયાન જ દુલ્હનનું હાર્ટ અટેકથી મૃત્યુ, જાન પરત ન જાય તે માટે તેની નાની બહેનને વરરાજા સાથે પરણાવાઈ

    એક તરફ લગ્ન ગીતો ગવાઈ રહ્યાં હતાં, પરિવારમાં ખુશીનો માહોલ હતો અને તેની વચ્ચે જ એક કમનસીબ ઘટના બની ગઈ.

    - Advertisement -

    ભાવનગર ખાતે બનેલા એક કિસ્સાએ સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે. અહીં બે યુવતીઓ અને એક યુવકનાં લગ્ન હતાં પરંતુ તેમાંથી એક યુવતી લગ્નની વિધિ દરમિયાન જ હાર્ટ અટેકથી મૃત્યુ પામી. જોકે, તેમ છતાં લગ્ન રોકવામાં ન આવ્યાં અને જાન પરત ન ફરે તે માટે મૃતકની નાની બહેનને પરણાવીને વિધિ પૂરી કરવામાં આવી હતી. 

    આ ઘટના ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારની છે. અહીં એક ભરવાડ પરિવારમાં એકસાથે બે દીકરી અને એક દીકરાનાં લગ્ન ગોઠવાયાં હતાં. તમામ વિધિઓ ચાલી રહી હતી અને જાનને આવકારવા માટે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. એક તરફ લગ્ન ગીતો ગવાઈ રહ્યાં હતાં, પરિવારમાં ખુશીનો માહોલ હતો અને તેની વચ્ચે જ એક કમનસીબ ઘટના બની ગઈ. 

    લગ્નના થોડા સમય પહેલાં જ બેમાંથી એક યુવતી હેતલ જે પરણવાની હતી તેની જ તબિયત લથડી ગઈ હતી. તે પહેલાં ચક્કર આવ્યા બાદ બેભાન થઇ ગઈ અને પરિવારે તાત્કાલિક 108 થકી હોસ્પિટલ પણ પહોંચાડી હતી, પરંતુ ત્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત ઘોષિત કરી હતી. તેના મૃત્યુનું કારણ હાર્ટઅટેક હોવાનું જાણવા મળ્યું હતું. 

    - Advertisement -

    આ સમાચાર મળતાં જ પરિવાર પર આભ તૂટી પડ્યું અને થોડા સમય પહેલાં જ્યાં શરણાઈઓ વાગતી તે સ્થળ ગમગીન બની ગયું હતું. બીજી તરફ લગ્નની જાન આવી પહોંચી હતી. આ કપરા સંજોગોમાં જાન પરત ન જાય તે માટે પરિવાર અને સમાજે તાત્કાલિક નિર્ણય લીધો અને મૃતકની નાની બેનને પરણાવવાનું નક્કી કર્યું હતું. 

    જેથી જે યુવતી વરરાજાની સાળી થવાની હતી તે ત્યારબાદ તેની પરણેતર થઇ હતી અને તેનાં લગ્ન કરવામાં આવ્યાં હતાં અને તમામ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન મૃતક હેતલના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. 

    બીજા દિવસે મૃતકના ભાઈની જાન સિહોર ખાતે ગઈ અને તેનાં લગ્ન થયાં અને પછી અન્ય એક યુવતીની જાન મોણપુરથી આવી અને તે પણ પરણી ગઈ હતી. ત્યારબાદ મૃતક યુવતીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

    આ વિશે ભાવનગરના કોર્પોરેટર અને માલધારી સમાજના નેતા લક્ષ્મણભાઈ રાઠોડે કહ્યું કે, જે ઘટના થઇ તે અત્યંત દુઃખદ છે. અમે તેને પાછી લાવી શકીએ તેમ નથી પણ દુઃખ જરૂરથી ઓછું કરી શકીએ. જેથી સમાજે આ નિર્ણય કર્યો છે અને બંને પરિવારે એક દાખલો બેસાડ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં