Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજણનારીએ જ જીવ લીધો: દિયરના પ્રેમમાં પાગલ ફરઝાનાએ પોતાના જ પુત્રની હત્યા...

    જણનારીએ જ જીવ લીધો: દિયરના પ્રેમમાં પાગલ ફરઝાનાએ પોતાના જ પુત્રની હત્યા કરી, લાશને નહેરમાં ફેંકી દીધી

    બાળકના પિતા મુકીમનું કહેવું હતું કે મારો ભાઈ હમેશા મારા ઘરે વારંવાર આવતો હતો, પંરતુ મને એ ખ્યાલ ન હતો કે એક દિવસ આ લોકો મારા દીકરાની જ હત્યા કરી મુકશે.

    - Advertisement -

    ગુજરાતીમાં એક ગીત છે ક ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ..’ અર્થાત માતા જેવો બેજોડ પ્રેમ કોઈનો હોઈ શકે નહીં. પરંતુ, આ ગીતનને નકારતી અને સમગ્ર માનવ જગતને લજવતી એક ઘટના ઉત્તરપ્રદેશમાં બની છે. જેમાં દિયરના પ્રેમમાં અંધ બનેલી માતા પોતાના જ દીકરાની હત્યાનું કારણ બની છે. 

    મળતી માહિત અનુસાર, ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદ જીલ્લામાં એક મહિલા પોતાના જ દિયરના પ્રેમમાં એટલી આંધળી થઇ ગઈ કે તેણે પ્રેમી સાથે મળીને પોતાના જ દીકરાની હત્યા કરી, લાશને નજીકની કેનાલમાં ફેંકી દીધી હતી. આ ઘટનાનો ખુલાસો થયો, ત્યારે વિસ્તારના લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જયારે દીકરાનો બાપ સ્તબ્ધ થઇ ગયો હતો, તેને માનવામાં આવતું નહોતું કે આ કૃત્ય નેતા ભાઈ અને પત્નીએ મળીને કર્યું છે. 

    આ ઘટના ફિરોઝાબાદના પજાયા રૂકનપુરના રહેવાસી ફળ વેચવાનો ધંધો કરનારા મુકિમે પોલીસને જાણ કરતી વખતે કહ્યું હતું કે તેમનો દીકરો સોમવારે (21 ફેબ્રુઆરી, 2023) અચાનક ઘરેથી ગુમ થઈ ગયો હતો. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેની પત્ની ફરઝાનાએ તેના ભાઈ ફરમાન સાથે મળીને તેના પુત્રનું અપહણ કર્યું છે. પોલીસે બંનેને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા, જ્યાં તેમની કડક પૂછપરછ કરવામાં આવી, ત્યારે હત્યાનો ખુલાસો કાકા ફરમાને કર્યો હતો, અને જણાવ્યું કે તેણે જીશાનની હત્યા કરી લાશને છિછમાઈ નહેરના પુલ પરથી ફેંકી દીધી છે. આ સંભાળતા જ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 

    - Advertisement -

    જોકે પોલીસ ગુનો થયો તે સ્થળે તપાસ હાથ ધરી હતી, પરંતુ ત્યારે જીશાનની લાશ મળી હતી નહીં. બીજા દિવસે નહેરના અન્ય કોઈ છેડે કોઈ  છોકરાની લાશ મળ્યાના સમાચાર મળ્યા હતા. ત્યારે પોલીસે ઘટના સ્થળે જઈને લાશની ઓળખ કરી, તો તે લાશ બીજા કોઈની નહીં પરંતુ જીશાનની જ હતી. પોલીસે આ મામલે બંને આરોપીઓ પર હત્યાનો ગુનો દાખલ કર્યો છે. સાથે જ વધુ તપાસ હાથ ધરી છે. 

    બાળકના પિતા મુકીમનું કહેવું હતું કે મારો ભાઈ હમેશા મારા ઘરે વારંવાર આવતો હતો, પંરતુ મને એ ખ્યાલ ન હતો કે એક દિવસ આ લોકો મારા દીકરાની જ હત્યા કરી મુકશે. જયારે દીકરાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે મુકીમની હાલત ખુબ જ ખરાબ થઇ હતી. રડી રડીને તે તેના દીકરા બાબતે વિલાપ કરી રહ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં