ખાલિસ્તાની તરફી જૂથો દ્વારા વિદેશોમાં ભારતીય સ્થાપનો પર હુમલા ચાલુ છે. ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં મંદિરોમાં તોડફોડ કર્યા બાદ હવે બ્રિસબેનમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કરવામાં આવ્યો છે અને ખાલિસ્તાની ઝંડા ફરકાવ્યા છે. 22 ફેબ્રુઆરી 2023ના રોજ, બ્રિસબેન, ક્વીન્સલેન્ડ સ્થિત ભારતના કોન્સ્યુલ અર્ચના સિંહને ઓફિસમાં ખાલિસ્તાનનો ધ્વજ લગાવેલો મળ્યો હતો.
‘ધ ઑસ્ટ્રેલિયા ટુડે’ પોર્ટલ અનુસાર, બ્રિસ્બેનના તારિંગા ઉપનગરમાં સ્વાન રોડ પર સ્થિત ભારતના માનદ કૉન્સ્યુલેટને 21 ફેબ્રુઆરી 2023ની રાત્રે ખાલિસ્તાન સમર્થકોએ નિશાન બનાવ્યું હતું. આ મામલે ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતે આ અંગે ફરિયાદ નોંધાવી છે.
Hindus in Australia: जयशंकर के लौटते ही ऑस्ट्रेलिया में भारतीय कांसुलेट पर खालिस्तानी हमला, लगाया झंडा, हिंदुओं को धमका रहे कट्टरपंथी – indian consulate in australia attacked by khalistan supporters after s jaishankar visits threatening to hindus https://t.co/OObsg6vXJo
— गाज़ियाबाद365 (@Ghaziabad365) February 25, 2023
જાણકારી મળવાની સાથે જ ક્વીન્સલેન્ડ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ધ્વજ જપ્ત કર્યો. આ સાથે જ પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. માનદ કોન્સ્યુલ અર્ચના સિંહે કહ્યું, “પોલીસ અમને સુરક્ષિત રાખવા માટે વિસ્તાર પર નજર રાખી રહી છે. અમને પોલીસ પ્રશાસનમાં પૂરો વિશ્વાસ છે.” બ્રિસબેનમાં ભારતીય દૂતાવાસ પાસે સુરખામાં પણ વધારો કરાયો છે.
આ ઘટના વિદેશ મંત્રી એસ જયશંકરના ઓસ્ટ્રેલિયાની મુલાકાત બાદ બની હતી. તેમની મુલાકાત દરમિયાન, જયશંકરે ત્યાં ભારતીય સમુદાયને નિશાન બનાવતી “કટ્ટરપંથી પ્રવૃત્તિઓ” સામે સતર્ક રહેવાની જરૂરિયાત વિશે વાત કરી હતી.
સોશિયલ મીડિયા પર એક વીડિયો ફરતો થઈ રહ્યો છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, “ભાજપ અને કોંગ્રેસની સરકારોએ ભારતમાં ધાર્મિક લઘુમતીઓનો નરસંહાર કર્યો છે. નવેમ્બર 1984માં કોંગ્રેસે શીખોનો નરસંહાર કર્યો હતો. 1992માં બાબરી મસ્જિદથી લઈને 2002ના ગુજરાત રમખાણો સુધી ભાજપના હાથ મુસ્લિમોના લોહીથી લથપથ છે.”
કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં વધુ રહી છે ખાલિસ્તાની ગતિવિધિ
નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક સમયથી ખાલિસ્તાન સમર્થકોની ગતિવિધિઓ વધી છે. ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ પછી બ્રિસબેનમાં સ્થિત એક હિંદુ મંદિરને ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ મહાશિવરાત્રીની ઉજવણી કરવા માંગતા હોય તો ખાલિસ્તાનના સમર્થનમાં નારા લગાવવા પડશે.
ઓસ્ટ્રેલિયામાં હિંદુઓ સતત ખાલિસ્તાનીઓના નિશાના પર છે. જાન્યુઆરી 2023માં 20 દિવસની અંદર, 3 હિંદુ મંદિરોમાં તોડફોડ કરતી વખતે, ખાલિસ્તાનીઓએ રાષ્ટ્રવિરોધી અને ખાલિસ્તાન તરફી સૂત્રો લખ્યા હતા.
ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિર પર પહેલો હુમલો 12 જાન્યુઆરીએ કર્યો હતો. આ હુમલો મેલબોર્નના BAPS સ્વામિનારાયણ મંદિરમાં થયો હતો. મંદિરમાં તોડફોડ કર્યા બાદ ખાલિસ્તાનીઓએ મંદિરની દિવાલ પર ‘હિન્દુસ્તાન મુર્દાબાદ’, ‘મોદી હિટલર હૈ’ અને ‘ભિંડરાવાલે ઝિંદાબાદ’ જેવા નારા લખ્યા હતા.