ગુજરાતના અગામી વિધાનસભા સત્ર પહેલાં કોંગ્રેસને ઝાટકો લાગ્યો છે. પૂરતું સંખ્યાબળ ન હોવાના કારણે વિપક્ષ નેતાનું પદ નહીં મળે. રિપોર્ટો અનુસાર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જોકે ગુજરાત વિધાનસભાના સંસદીય નિયમો પ્રમાણે કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી. બીજી બાજુ વિધાનસભાના નિયમો પ્રમાણે 10 % સંખ્યાબળ હોવું પણ ફરજિયાત છે. આ કારણે પણ કોંગ્રેસને વિપક્ષ નેતાનું પદ મળવું અશક્ય છે.
રિપોર્ટોના જણાવ્યાં અનુસાર પુરતું સંખ્યા બળ ન હોવાથી વિધાનસભા સત્ર પહેલાં કોંગ્રેસને વિપક્ષનું પદ મળશે નહી. તો બીજી તરફ કોંગ્રેસે માંગ કરવામાં વિલંબ કર્યો હોવાની વાત પણ સામે આવી છે. જેનો નિર્ણય વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ લીધો છે. વિધાનસભામાં વિપક્ષ પદ માટે 10 ટકા સંખ્યાબળ હોવુ જરૂરી છે પરંતુ પુરતુ સંખ્યાબળ ન હોવાથી વિપક્ષના નેતાનું પદ કોંગ્રેસને મળશે નહીં. અને જો આમ થશે તો 15 વર્ષમાં પહેલી વાર વિધાનસભામાં વિપક્ષનું અસ્તિત્વ નહી હોય.
BIG BREAKING: વિધાનસભામાં કોંગ્રેસને નહીં મળે વિપક્ષના નેતાનું પદ, અધ્યક્ષ શંકર ચૌધરીએ લીધો નિર્ણય, પુરતું સંખ્યા બળ ન હોવાથી કોંગ્રેસને વિધાનસભામાં નહીં મળે વિપક્ષનું પદ, વિધાનસભામાં વિપક્ષ પદ માટે 10 ટકા સંખ્યાબળ હોવુ જરૂરી#Congress #vtvgujarati pic.twitter.com/0aBo6NQW6S
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 22, 2023
આ અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સચિવ ડી.એમ. પટેલને પણ પત્ર લખીને વિરોધ પક્ષ નેતાનું પદ આપવા માટે વિનંતી કરી હતી. પરંતુ તેમને પણ પત્ર લખી જાણ કરી હતી કે વિરોધ પક્ષ નેતા તરીકે 1/10 સંખ્યાબળ હોવું જરૂરી છે. તેટલું બળ કોંગ્રેસનું નથી. માટે વિરોધ પક્ષ નેતાનું પદ મળવા પાત્ર નથી.
આવતી કાલથી શરું થઈ રહ્યું છે વિધાનસભા સત્ર.
આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ શુક્રવારે બજેટ રજૂ કરશે. આ સત્રમાં પચાસ ટકા જેટલા ધારાસભ્યો એવા હશે કે જે પ્રથમવાર જ ગૃહમાં હાજરી આપશે. નવોદિત ધારાસભ્યો માટે પ્રથમ બજેટ સત્ર શરૂ થાય પૂર્વે આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. તેમાં 25 દિવસના વિધાનસભા સત્ર દરમિયાન હાથ ધરવાના કામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
ગાંધીનગરઃ ભાજપ ધારાસભ્ય દળની બેઠક
— News18Gujarati (@News18Guj) February 22, 2023
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક
બજેટ સત્રને લઈ બેઠકમાં ચર્ચા#Gandhinagar #Gujarat pic.twitter.com/wH1i2wql43
નાણામંત્રી 24મીએ બજેટની રજૂઆત કરશે
વિધાનસભાના સત્ર દરમિયાન પ્રથમ દિવસે રાજ્યપાલનું ઉદ્બોધન, દિવંગતોને શ્રદ્ધાંજલિ, અનુમતિ મળેલા પ્રથમ બિલ કે જે પેપર લીક મુદ્દે છે તેની ગૃહમાં રજૂઆત કરવામાં આવશે. કામકાજ સમિતિ દ્વારા તૈયાર કરાયેલો અહેવાલ પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે. 24મી ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. ગત વર્ષની સરખામણીએ બજેટનું કદ 20 ટકા વધુ હોવાની સંભાવના છે. ગુજરાતનું બજેટ અત્યાર સુધીના બજેટમાં સૌથી મોટા કદનું બજેટ હોવાની સંભાવના છે. તેવામાં આ વખતે 15 વર્ષમાં પ્રથમ વખત પુરતું સંખ્યા બળ ન હોવાથી વિધાનસભા સત્ર પહેલાં કોંગ્રેસને વિપક્ષનું પદ મળશે નહી.