હિજાબ પર હજુ જુનો વિવાદ શમ્યો નથી ત્યાં હવે કર્ણાટકમાં હિજાબ પહેરીને પરીક્ષામાં બેસવાની માંગ લઈને મુસ્લિમ વિદ્યાર્થીનીઓ સુપ્રીમકોર્ટ પહોંચી હતી. જે બાદ કર્ણાટક હિજાબ વિવાદ પર ત્વરિત સુનવણી કરવા સુપ્રીમકોર્ટ પણ તૈયાર થઈ ગઈ છે. અને અરજી કરનાર મુસ્લિમ પક્ષને વહેલી તકે નિર્ણય લેવાનું આશ્વાસન આપ્યું છે.
કર્ણાટકમાં હિજાબ પહેરીને પરીક્ષામાં બેસવાની માંગ સાથે એડવોકેટ શાદન ફરસાતે સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ સમક્ષ અરજીનો ઉલ્લેખ કર્યો હતો. ફરસાતે કહ્યું હતું કે કર્ણાટક રાજ્યમાં હિજાબ પર પ્રતિબંધને કારણે મુસ્લિમ યુવતીઓ પરીક્ષામાં નથી બેસી શકતી. આ વિવાદના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ અને સત્રને નુકસાન થઈ ચૂક્યું છે. આગામી પરીક્ષાઓ 9 માર્ચથી શરૂ થશે. અરજીમાં મુસ્લિમ વિદ્યાર્થીઓએ હિજાબ પહેરીને પરીક્ષા આપવાની મંજૂરી માંગી છે.
આ બાબતે અરજદારો વતી એવી દલીલ કરવામાં આવી છે કે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ઓક્ટોબર 2022 માં 10 દિવસની સુનાવણી પછી, સુપ્રીમ કોર્ટમાં બંને ન્યાયાધીશો વચ્ચેના મતભેદોને કારણે આ બાબતે નિર્ણય લઈ શકાયો ન હતો. આ પછી, કેસ સીજીઆઈ પીઠને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. મુસ્લિમ અરજદાર તરફથી કહેવામાં આવ્યું છે કે, પરીક્ષાઓ માર્ચમાં જ યોજાવાની છે, તેથી સુનાવણી ન થાય ત્યાં સુધી મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવાની મંજૂરી આપવી જોઈએ.
Lawyer mentioned before Supreme Court an application by Muslim girl students seeking to allow them to appear in examinations in colleges in Karnataka wearing Hijab. Lawyers apprise SC that exams are beginning on March 9. CJI DY Chandrachud says he will take a call on this. pic.twitter.com/LILmkwJ6uL
— ANI (@ANI) February 22, 2023
દરમિયાન સીજેઆઈ ચંદ્રચુડે અરજદારોના વકીલને પૂછ્યું કે પરીક્ષા આપવા માટે શું સમસ્યા છે. આ અંગે વકીલ શાદન ફરસાતે જણાવ્યું હતું કે, હાલ વિદ્યાર્થીઓને હિજાબ પહેરીને પરીક્ષા નથી આપવા દેવામાં આવતી. વાસ્તવમાં કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય મુજબ તેને હિજાબ સાથે પરીક્ષા આપવાની મંજૂરી નથી.જેના પર સીજેઆઈએ કહ્યું છે કે તેઓ આ મામલે જલ્દી નિર્ણય લેશે.
શું હતો કર્ણાટક હાઇકોર્ટનો ચુકાદો?
ગત વર્ષે 15 માર્ચે, હાઈકોર્ટે કર્ણાટકના ઉડુપીમાં સરકારી પ્રી-યુનિવર્સિટી ગર્લ્સ કોલેજના મુસ્લિમ વિદ્યાર્થીઓના એક વર્ગ દ્વારા વર્ગખંડમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દીધી હતી, ચુકાદો આપ્યો હતો કે તે આવશ્યક ઇસ્લામિક ધાર્મિક પ્રથાનો ભાગ નથી.
હાઈકોર્ટે જ્યારે કહ્યું હતું કે હિજાબ પહેરવો એ ઇસ્લામમાં આવશ્યક ધાર્મિક પ્રથા નથી અને બંધારણની કલમ 25 હેઠળ ધર્મની સ્વતંત્રતા વાજબી પ્રતિબંધોને આધીન છે, રાજ્ય દ્વારા 5 ફેબ્રુઆરીએ જારી કરાયેલા આદેશને પણ માન્ય રાખ્યો હતો, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે હિજાબ પહેરી શકાય છે. સરકારી કૉલેજોમાં જ્યાં ગણવેશ સૂચવવામાં આવે છે ત્યાં હિજાબ બેન કરવામાં આવે છે, અને ચુકાદો આપ્યો હતો કે કૉલેજ ગણવેશ માટેના ધોરણો હેઠળ આવા નિયંત્રણો “બંધારણીય રીતે અનુમતિપાત્ર” છે.