થોડા દિવસ પહેલા એક વિડીયો વાઇરલ થયો હતો જેમાં ભરૂચમાં એક નિકાહ બાદ થોડા મુસ્લિમ યુવાનો ખુરશીમાં બેસીને હસતા મોઢે દેશના રાષ્ટ્રગીતનું અપમાન કરી રહ્યા હતા. પોલીસે આ મામલામાં વિડીયોમાં દેખાતા 11 મુસ્લિમ યુવાનો સામે કાર્યવાહી કર્યા બાદ હવે ભાજપે પણ તેમાં રહેલ પોતાના લઘુમતી મોરચા મહામંત્રી સામે કાર્યવાહી કરી છે.
અહેવાલ મુજબ ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયાએ એક નિવેદન જાહેર કરી જણાવ્યું છે કે “ઇમરાન પટેલ ઉર્ફે ઇમરાન ખંજરાની ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચા મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી હતી. ઇમરાન પટેલે ભારતના રાષ્ટ્રગીતનું જાહેરમા આપમાન કર્યું હતું. આ કારણોસર ઇમરાન પટેલ ઉર્ફે ઇમરાન ખંજરાને ભારતીય જનતા પાર્ટી ભરૂચ શહેરના લઘુમતી મોરાના મહામંત્રીના પદ પરથી બરતરફ કરવામાં આવે છે.”
ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના મહમદપુરા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં એકઠા થયેલા લોકોએ રાષ્ટ્રગીતનું પઠન કર્યું હતું. આ યુવાનોએ રાષ્ટ્રગીતને સન્માનના સ્થાને મજાકના સ્વરૂપમાં પઠન કરતા વિવાદ ઉભો થયો હતો. તેમણે ન માત્ર વિડીયો બનાવ્યો પરંતુ તેને જુદા જુદા ગ્રુપમાં મૂકીને વાઇરલ પણ કર્યો હતો. આ મામલે પોલીસ બાદ હવે ભાજપે પગલાં ભર્યા છે.
શું હતો આખો મામલો?
અહેવાલો અનુસાર ભરૂચના નિકાહમાં રાષ્ટ્રગીતનું અપમાન કરતો વિડીયો વાયરલ થયો તે અનુસંધાને બી ડીવીઝનમાં જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી, સામે આવેલી વિગતો મુજબ આ વિડીયો ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતાં ઐયુબ ઇબ્રાહિમની પુત્રીનો રાત્રીના સમયે યોજાયેલા નિકાહનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
નિકાહમાં આવેલા જુબેર ઈસ્માઈલ પટેલ, સલીમ અબ્દુલ ધીરા, ઈરફાન મુબારક પટેલ, નાસીર ઈસ્માઈલ સમનીવાલા, વસીમ શબીર નવાબ, ઝુલ્ફીકાર આદમ રોકડિયા, જાવેદ સિદ્દીક ધોળાટ, સઈદ આદમ રોકડિયા, ઉસ્માન ઇસ્માઈલ પટેલ, સરફરાજ અલી પટેલ સહિતના લોકોએ મંડપમાં જ રાષ્ટ્રગીતનું ગાન શરૂ કર્યું હતું. આ દરમિયાન પાંચ શખ્સોએ ખુરશીમાં બેઠા બેઠા જ્યારે અન્ય 5 શખ્સોએ સાવધાન અવસ્થામાં ઉભા રહ્યાં વિના રાષ્ટ્રગીતનું પઠન કર્યું હતું.
આ તમામ લોકોની કરતૂતનો વિડીયો તેમણે સોશિયલ મીડિયા પર મુક્યો હતો અને જોત જોતામાં વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઉહાપો મચી ગયો હતો. આ અરસામાં ભરૂચ બી ડિવિઝન પોલીસને જાણ થતાં પોલીસે જાતે જ ફરિયાદી બની વિડિયોમાં દેખાતાં તમામ 11 લોકો વિરૂદ્ધ હાલમાં ગુનો નોંધ્યો હતો. પોલીસે જે મોબાઇલમાં રેકોર્ડિંગ કર્યું હતું. તે મોબાઇલ પણ કબજે કરી પ્રાથમિક તબક્કે તમામની અટકાયત કરી હતી. હાલ પોલીસે જપ્ત કરેલ મોબાઇલને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો હતી. ત્યારે તેનો રિપોર્ટ આવ્યે તેમની સામેે રાષ્ટ્રદ્રોહની કલમ હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.