Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટધ કાશ્મીર ફાઇલ્સને મળ્યો ‘બેસ્ટ ફિલ્મ’નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ: અનુપમ ખેરને...

    ધ કાશ્મીર ફાઇલ્સને મળ્યો ‘બેસ્ટ ફિલ્મ’નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ: અનુપમ ખેરને ‘મોસ્ટ વર્સેટાઈલ એક્ટર’નો પુરસ્કાર

    વિવેક અગ્નિહોત્રીએ તેમની ફિલ્મ ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ્સ 2023’નો ‘બેસ્ટ ફિલ્મ’ એવોર્ડ જીતી હોવાનું જણાવીને ઉમેર્યું કે તેઓ આ એવોર્ડ આતંકવાદ પીડિત અને ભારતના લોકો તેમજ તેમના આશીર્વાદને સમર્પિત કરે છે. 

    - Advertisement -

    કાશ્મીરી પંડિતોના નરસંહારને મોટા પડદે રજૂ કરતી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને (The Kashmir Files) દાદાસાહેબ ફાળકે એવોર્ડ (Award) મળ્યો છે. ફિલ્મ ‘બેસ્ટ મુવી’નો એવોર્ડ જીતી છે. ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ એક ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. 

    વિવેક અગ્નિહોત્રીએ તેમની ફિલ્મ ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ્સ 2023’નો ‘બેસ્ટ ફિલ્મ’ એવોર્ડ જીતી હોવાનું જણાવીને ઉમેર્યું કે તેઓ આ એવોર્ડ આતંકવાદ પીડિત અને ભારતના લોકો તેમજ તેમના આશીર્વાદને સમર્પિત કરે છે. 

    અનુપમ ખેરને ‘મોસ્ટ વર્સેટાઈલ એક્ટર’, ‘RRR’ને ફિલ્મ ઑફ ધ યરનો એવોર્ડ 

    આ ફિલ્મના અભિનેતા અનુપમ ખેરને ‘મોસ્ટ વર્સેટાઈલ એક્ટર’નો પુરસ્કાર મળ્યો છે. તેમણે ટ્વિટ કરીને આભાર વ્યક્ત કર્યો હતો અને એવોર્ડ દર્શકોને સમર્પિત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે તેઓ હજુ વધુને વધુ મહેનત કરવાનું ચાલુ રાખશે. તેમણે ધ કાશ્મીર ફાઇલ્સને મળેલા એવોર્ડ અંગે પણ ઉલ્લેખ કર્યો. 

    - Advertisement -

    આ સિવાય ‘ફિલ્મ ઑફ ધ યર’નો એવોર્ડ 2022ની સફળતમ ફિલ્મો પૈકીની એક ‘RRR’ને મળ્યો છે. બેસ્ટ એક્ટર તરીકે રણબીર કપૂરને (બ્રહ્માસ્ત્ર ફિલ્મ માટે) એવોર્ડ આપવામાં આવ્યો છે જ્યારે ‘બેસ્ટ એક્ટ્રેસ’નો એવોર્ડ આલિયા ભટ્ટને (ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે) મળ્યો છે. ચૂપ:ધ રિવેન્જ ઑફ ધ આર્ટિસ્ટ ફિલ્મ માટે આર બાલ્કીને શ્રેષ્ઠ ડાયરેક્ટરનો ખિતાબ મળ્યો છે.

    કાંતારાના રિષભ શેટ્ટીને પણ એવોર્ડ અપાયો 

    આ ઉપરાંત, દક્ષિણ ભારતની બહુ વખણાયેલી ફિલ્મ કાંતારાના અભિનેતા રિષભ શેટ્ટીને ‘મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર’નો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેઓ આ ફિલ્મના લેખક અને નિર્દેશક પણ છે. ટેલિવિઝન સિરીઝ ઑફ ધ યર એવોર્ડ અનુપમાને મળ્યો છે. જ્યારે બેસ્ટ વેબ સિરીઝનો એવોર્ડ ‘રુદ્ર: ધ એજ ઑફ ડાર્કનેસ’ને અપાયો છે.  

    2022ની સફળતમ ફિલ્મો પૈકીની એક- ધ કાશ્મીર ફાઇલ્સ 

    ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ વર્ષ 2022ના માર્ચ મહિનામાં દેશભરના થીયેટરોમાં રિલીઝ થઇ હતી. ફિલ્મ 1990માં કાશ્મીરી હિંદુઓ સાથે થયેલા અત્યાચાર અને તેમના નરસંહારને બયાં કરે છે અને ઇસ્લામિક આતંકવાદ પર પ્રકાશ પાડે છે. ફિલ્મે વિશ્વભરમાં કરોડો રૂપિયાની કમાણી કરી અને વર્ષની સૌથી સફળ ફિલ્મોની યાદીમાં સ્થાન પામી હતી. 

    ફિલ્મ વિવેક અગ્નિહોત્રીએ ડાયરેક્ટ કરી છે જ્યારે અભિનેતાઓમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, દર્શન કુમાર વગેરેએ ભૂમિકા ભજવી છે. ફિલ્મ 11 માર્ચ 2022ના રોજ રિલીઝ કરવામાં આવી હતી અને વિશ્વભરમાં 340 કરોડથી વધુની કમાણી કરી હતી. 

    2022નું વર્ષ બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે અત્યંત ખરાબ રહ્યું હતું પરંતુ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને દક્ષિણની ફિલ્મો ‘RRR’ અને ‘કાંતારા’ વગેરે સફળ રહી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં