Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએક જ દિવસમાં 2 ફ્લાઈટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈમરજન્સી લેન્ડિંગ કરવું...

    એક જ દિવસમાં 2 ફ્લાઈટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું: તપાસમાં ફર્જી કોલ હોવાનું સામે આવ્યું

    દિલ્હીથી દેવગઢ જતા ઈન્ડિગો એરક્રાફ્ટ 6E 6191ને મળેલી બોમ્બની ધમકીને કારણે લખનૌ એરપોર્ટ તરફ ડાઈવર્ટ આવ્યું હતું.

    - Advertisement -

    સોમવારે (20 ફેબ્રુઆરી, 2023) એક જ દિવસમાં ઈન્ડિગોની બે ફ્લાઈટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાથી ખળભળાટ મચી ગયો હતો. ધમકી મળ્યા બાદ બંને પ્લેનને ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આમાંથી એક પ્લેન મુંબઈથી દિલ્હી જઈ રહ્યું હતું, તો બીજા વિમાને દિલ્હીથી દેવધર માટે ઉડાન ભરી હતી. ધમકી બાદ દેવધરવાળી ફ્લાઈટને લખનૌ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

    બે ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાની ઘટનામાં પહેલાં ઈન્ડિગો એરલાઈન્સની મુંબઈથી દિલ્હીની ફ્લાઈટ 6E-2051ને ધમકી મળી હતી. એરલાઈન્સ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “ધમકી મળવાથી પ્લેનને પ્રોટોકોલ મુજબ દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ માટે નિર્જન સ્થળે લઈ જવામાં આવ્યું હતું અને તમામ જરૂરી સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા માટે મુસાફરોને એરપોર્ટ પર સુરક્ષિત ઉતારી દેવામાં આવ્યા હતા. ઈન્ડિગો તપાસમાં સુરક્ષા એજન્સીઓના નિયમોનું પાલન કરીને સહયોગ આપી રહ્યું છે. મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.”

    તો આવા જ બીજા કિસ્સામાં, દિલ્હીથી દેવગઢ જતા ઈન્ડિગો એરક્રાફ્ટ 6E 6191ને મળેલી બોમ્બની ધમકીને કારણે લખનૌ એરપોર્ટ તરફ ડાઈવર્ટ આવ્યું હતું અને તેમાંથી પણ તમામ મુસાફરોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા. ઈન્ડિગોના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર, ઘટના સમયે યોગ્ય સુરક્ષા પગલાંઓનું પાલન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જ વિમાનને ઉડાન માટે ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું.

    - Advertisement -

    એરલાઇન્સ કંપનીએ જણાવ્યું કે, એરપોર્ટ સિક્યોરિટીએ તમામ પ્રોટોકોલ અનુસરીને યોગ્ય તપાસ કરી હતી અને જેમાં આ બૉમ્બની ધમકી માટે આવેલો કોલ ફર્જી હોવાનું અને કોઈ બૉમ્બ ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ એરક્રાફ્ટને આગળની સફર માટે રવાના કરવામાં આવ્યું હતું.

    આ પહેલાં એક માથાફરેલ વ્યક્તિએ અમદાવાદ એરપોર્ટ પર ઉભેલી ફ્લાઈટમાં જીવતો બૉમ્બ હોવાનો ફોન કોલ કર્યો હતો. તેના ફોન કોલથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક ફ્લાઈટના તમામ મુસાફરોને નીચે ઉતારી સઘન તપાસ હાથ ધરી હતી. આ કોલ કરનાર વ્યક્તિએ ફોનમાં જણાવ્યું હતું કે, અમદાવાદથી વાયા દિલ્હી થઈ ચંદીગઢ જઈ રહેલી ફ્લાઈટમાં જીવતો બૉમ્બ છે. જેને લઈને બૉમ્બ સ્કોવોડે ઘટનાસ્થળે પહોંચીને સઘન તપાસ હાથ ધરી હતી. ઘટનાને પગલે તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી કાર્યવાહી કરતા જાણ થઈ હતી કે, ફ્લાઇટ રોકાવવા માટે કોઈ વ્યક્તિએ ફોન કરીને અફવા ફેલાવી હતી. ત્યારે પોલીસે ફોન કરનારા વ્યક્તિને ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં