Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહરિયાણાના નૂંહમાં સાંપ્રદાયિક હિંસાઃ નત્થુરામના ઘર પર ઉન્માદી ભીડનો હુમલો, પથ્થરમારા સાથે...

    હરિયાણાના નૂંહમાં સાંપ્રદાયિક હિંસાઃ નત્થુરામના ઘર પર ઉન્માદી ભીડનો હુમલો, પથ્થરમારા સાથે ગોળીબાર પણ કરાયો

    આ ઝઘડામાં નાથુરામ પક્ષના 12 જેટલા લોકો ઘાયલ થયા છે. તેની સ્થાનિક સોહના હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

    - Advertisement -

    હરિયાણાના નૂંહથી એક સામાન્ય બાબતમાં બે સમુદાયો વચ્ચે પથ્થરમારા સુધીની નોબત આવી હતી. સ્થાનિક રહેવાસી નત્થુરામના ઘર આગળ મુસ્લિમ ભીડ ભેગી થઇ મારા મારી કરવા લાગી, ત્યારબાદ બન્ન તરફથી લાકડી ડંડાથી હુમલાઓ થયા, ત્યાં સુધી કે ગોળીબારી પણ થઇ છે. 

    એક મીડિયા રિપોર્ટ્સ દ્વારા મળતી માહિતી અનુસાર, આ મામલો હરિયાણાના નૂંહ જીલ્લાના ખેડા ખલીલપુર ગામનો છે. આ વિવાદની શરૂઆત આ રવિવારે થઇ હતી. જેમાં એક સગીર છોકરો તેના પિતાને કશેક મૂકીને પાછો આવી રહ્યો હતો, વળતીવેળાએ તે ખુબ જ ઝડપથી બાઈક ચલાવી રહ્યો હતો. એવો આરોપ છે કે ગામમાં નાથુરામના ઘરની 8 વર્ષની બાળકી તે બાઈક સાથે અથડાતા અથડાતા બચી હતી. આ અંગે નાથુરામના પરિવારજનોએ સગીર છોકરાને સમજાવતા તે સમો જ બોલ્યો હતો. આ વાત સગીર છોકરાના ઘર સુધી પહોચી હતી. ત્યારે થોડી બોલાચાલી થઇ હતી. પરંતુ મામલો શાંત પડી ગયો હતો. 

    પણ બીજા દિવસે સોમવારે સગીર છોકરોના પરિજનો અને નાથુરામના પરિવારના સભ્યો આ મામલે સામસામે આવી ગયા હતા. જેમાં નત્થુરામના ઘર આગળ ઉન્આમાદી ભીડ આવી ગઈ હતી. આ દરમિયાન બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો અને લાકડીઓ અને સળિયા વડે હુમલો કર્યો હતો. આરોપ છે કે આ દરમિયાન ગોળીઓ પણ ચલાવવામાં આવી હતી. આ ઝઘડામાં નાથુરામ પક્ષના 12 જેટલા લોકો ઘાયલ થયા છે. તેની સ્થાનિક સોહના હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    - Advertisement -

    વિડીઓમાં જો શકાય છે કે, ચારે બાજુ પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. મોટા પ્રમાણમાં તોડ ફોડ કરવામાં પણ આવી છે, જેમાં કેટલાય વાહનો પણ ક્ષતિગ્રસ્ત થયા છે. આ મામલે પોલીસે સતર્કતા બતાવતા હાલમાં સ્થિત કાબુમાં લઇ લીધી છે. આખા ગામમાં પોલીસ ખડકી દેવામાં આવી છે. જો કે હજુ પણ સ્થિતિ તણાવપૂર્ણ જ છે. 

    સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે કેટલાય લોકોને ગિરફ્તાર કરવામાં આવ્યા છે, જેમાં મોટા ભાગના પત્થરબાજો છે, પરંતુ આ લેખ લખાઈ રહ્યો છે, ત્યાં સુધીમાં પોલીસ તરફથી કોઈ જ અધિકારીક પુષ્ટિ કરી નથી. સ્થાનિક સામાજિક અગ્રણીઓએ શાંતિ જાળવવા માટે અપીલ પણ કરી છે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં