ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં COMSATS યુનિવર્સિટી, તેના એક ફેકલ્ટી મેમ્બરે વિદ્યાર્થીઓને ભાઈ-બહેન અનૈતિક સંબંધો પર નિબંધ લખવા માટે પ્રોત્સાહિત કર્યા પછી સમાચારોમાં આવી છે. યુનિવર્સિટીના ટેસ્ટ પેપરનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ હોબાળો થયો હતો.
پاکستان کی اعلیٰ یونیورسٹیاں پاکستان کے نوجوانوں اور ہماری ثقافت اور مذہبی اقدار کو تباہ کرنے کے مشن پر رواں دواں!
— Shehryar Bukhari (@ShehryarReal) February 19, 2023
LUMS میں گنگا جمنی تہذیب کو فروغ اور COMSATS میں بھائی اور بہن کے درمیان جنسی تعلقات کی تعلیمات!#امپورٹڈ_حکومت کا #امپورٹڈ_پاکستان pic.twitter.com/KYlywzhDl5
પ્રશ્નપત્રમાં લેક્ચરર દ્વારા વિદ્યાર્થીઓને ભાઈ-બહેન વચ્ચેના અનૈતિક સંબંધો વિશે નિબંધ લખવાનું કહેવામાં આવ્યું હતું. પેપરના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી ફેલાઈ ગયા બાદ નેટીઝન્સે આ શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી.
હોબાળા બાદ, યુનિવર્સિટી વહીવટીતંત્રે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયને જાણ કરી હતી કે અંગ્રેજી રચના પરીક્ષામાં વિવાદાસ્પદ પ્રશ્ન પૂછનાર ફેકલ્ટી સભ્યની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે.
2 ફેબ્રુઆરીના રોજ યુનિવર્સિટીએ લખેલા પત્રનું મથાળું હતું કે, “BEE, 1st સેમેસ્ટર કોર્સ કોડ HUM 100 ના અંગ્રેજી વિષયની ક્વિઝની સામગ્રી સામે તપાસ.” યુનિવર્સીટીના રેકટર પાત્રમાં લખે છે કે, “મને 19 જાન્યુઆરી 2023ના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના પત્રનો સંદર્ભ લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉપરોક્ત વિષય જાણવું છું કે આ બાબતે કાર્યવાહી પહેલેથી જ કરવામાં આવી છે અને લેક્ચરર (વિઝિટિંગ ફેકલ્ટી)ની સેવા 5 જાન્યુઆરી, 2023 થી સમાપ્ત કરવામાં આવી છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફેકલ્ટી મેમ્બરને પણ બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે પગલાં લેવા તાકીદ કરી હતી
પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે BEE ક્વિઝની વાંધાજનક સામગ્રીની નોંધ લીધા પછી યુનિવર્સિટીએ પ્રતિક્રિયા આપી હતી. 19 જાન્યુઆરી, 2023 ના રોજ પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા યુનિવર્સિટીને મોકલવામાં આવેલ પત્ર, “ક્વિઝની સામગ્રી અત્યંત વાંધાજનક છે અને સંપૂર્ણપણે ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનના અભ્યાસક્રમ કાયદાની વિરુદ્ધ છે અને વિદ્યાર્થીઓના પરિવારોમાં અશાંતિ પેદા કરે છે.”
મંત્રાલયે માંગ કરી હતી કે સંસ્થા તપાસ શરૂ કરે અને દોષિતો સામે કડક પગલાં લે. મંત્રાલયે યુનિવર્સિટી પ્રશાસનને તપાસના તારણો તેમને સુપરત કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો હતો.
અહેવાલો અનુસાર, મદદનીશ રજીસ્ટ્રાર નાવેદ અહેમદ ખાને સ્વીકાર્યું કે BEE અંગ્રેજી રચનાના પેપરમાં વિદ્યાર્થીઓને “ખૂબ જ અપ્રિય પ્રશ્ન” પૂછવામાં આવ્યો હતો.
તેમણે દાવો કર્યો હતો કે રેક્ટરે બીજા દિવસે એક મીટિંગ યોજી હતી અને ફેકલ્ટી મેમ્બરને સમજાવવા વિનંતી કરી હતી કે તેમણે વિદ્યાર્થીઓને આવો “મૂર્ખ પ્રશ્ન” કેમ પૂછ્યો હતો. તેમણે જણાવ્યું કે ફેકલ્ટી મેમ્બરે તેમની ભૂલ સ્વીકારી અને CUI એ તેમની સેવાઓ સમાપ્ત કરી હતી.
“આપણે બીજું શું કરી શકીએ? તેમની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી, અને પરીક્ષા ફરીથી લેવામાં આવી હતી,” તેમણે જણાવ્યું હતું કે, ફેકલ્ટી સભ્યએ Googleના પ્રશ્નની ચોરી કરી હતી.