ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં એક મંદિરમાં પ્રવેશીને મુર્તિઓને તોડવાનો મામલો સામે આવ્યો છે. આ સિવાય તે ચોરી કરવાના ઈરાદાથી આવ્યો હતો. તેને રોકવાનો પ્રયત્નો કરનાર પર પણ તેને હુમલો કર્યો હતો. પોલીસે આ આરોપીની ધરપકડ કરી લીધી છે. જેનું નામ મોહમ્મદ સૈફ છે તેવું જાણવા મળ્યું છે.
આ મામલો અલીગઢ જિલ્લાના સિવિલ લાઈન્સ વિસ્તારનો છે. આ આખો વિસ્તાર અનુસુચિત જાતિ (એસસી) વર્ગના લોકોનો છે. અહીંના લોકોની આસ્થા ભગવાન શિવમાં વધુ છે, માટે તેમણે સામૂહિક રીતે આ મંદિર બનાવ્યું છે. આ મંદિરમાં લોકોની સામૂહિક આસ્થા હોવાના કારણે સાથે મળીને ભજન-કિર્તન તેમજ પૂજાપાઠ કરે છે. આ ઘટનાની ફરિયાદ કરનારનું નામ કુંવરપાલ જાટવ છે. તેમનું કહેવું છે કે ઘટનાના દિવસે એક અજ્ઞાન વ્યક્તિ ચોરી કરવા માટે મંદિરમાં પ્રવેશીને દાનપત્ર મુકેલ હતું તેમાં ચોરી કરવા લાગ્યો હતો, ત્યારે આજુબાજુના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. ચોરને રોકવા અને પકડવા માટે લોકોએ પ્રયત્ન કર્યો ત્યારે ચોરે તેના હાથમાં જે ડંડો હતો તેનાથી લોકો પર હુમલો કર્યો હતો.
शिवरात्रि के पर्व के दौरान अलीगढ़ में माहौल बिगाड़ने की कोशिश।
— Anurag Chaddha (@AnuragChaddha) February 19, 2023
युवक ने मंदिर में घुसकर मूर्तियाँ तोड़ी, शिवलिंग के साथ की छेड़छाड़। आरोपी युवक का नाम फ़ैज़ू है जिसने देर रात मंदिर में घुसकर यह हरकत की। pic.twitter.com/iJykoJpm1z
કુંવરપાલે કરેલી ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે ચોરના હુમલા બાદ લોકોએ અવાજ કર્યો હતો જેને સાંભળીને આખા મોહલ્લાના લોકો ભેગા થઈ ગયા હતા. આ ઘટનાને લઈને એક વીડિયો પણ સોશિયલ મીડીયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ ઘટના દરમિયાન હુમલાખોર દ્વાર મુર્તિને પણ નુકસાન કરવામાં આવ્યું હતું.
લોકોએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો, ત્યારે તપાસ કરતા આરોપીએ પોતાનું નામ મોહમ્મદ સૈફ તેમજ તેના પિતાનું નામ મોહમ્મદ માજિદ જણાવ્યું હતું. સૈફ મંદિરથી થોડે દૂર સ્થિત સિવિલ લાઇન્સના ડોડપુર વિસ્તારનો રહેવાસી છે. તપાસ કરતા તેની પાસેથી મંદિરની દાનપેટીમાંથી ચોરાયેલા 100 રૂપિયા પણ મળી આવ્યા હતા. પોલીસે સૈફ વિરુદ્ધ આઈપીસીની કલમ 458, 382, 411 અને 427 હેઠળ એફઆઈઆર નોંધી હતી. તેમજ તેની ધરપકડની પુષ્ટિ પણ કરી હતી.
अलीगढ़ मुस्लिम युवक ने मंदिर में घुसकर मूर्तियां तोड़ी,गिरफ्तार
— Newstrack (@newstrackmedia) February 19, 2023
थाना सिविल लाइंस का मामला @aligarhpolice @Uppolice pic.twitter.com/Z2ihodHJSn
આ મામલે ઑપઇન્ડિયાએ ફરિયાદી કુંવરપાલ જાટવ સાથે વાત કરી ત્યારે તેમણે ઉપરની તમામ બાબતોની પુષ્ટિ કરી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ મોહમ્મદ સૈફ દારૂનો નશો પણ કરે છે અને આ જ વિસ્તારમાં ઘણી વાર તે લટાર મારતો હોય છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.