Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસે ફરી એક વાર પુલવામા હુમલામાં વીરગતિ પામેલા જવાનો પર રાજકારણ રમ્યું:...

    કોંગ્રેસે ફરી એક વાર પુલવામા હુમલામાં વીરગતિ પામેલા જવાનો પર રાજકારણ રમ્યું: દિગ્વિજયસિંહે ટ્વીટ કરી તેને ‘ઈન્ટેલીજન્સ ફેઈલીયર’ ગણાવતા ભાજપ આકરા પાણીએ

    આ પહેલા કોંગ્રેસનાં વિવાદાસ્પદ નેતા દિગ્વિજયસિંહ સર્જીકલ સ્ટ્રાઈક પર પ્રશ્ન ઉઠાવીને વિવાદમાં આવ્યા હતા. ભારત જોડો યાત્રામાં કાશ્મીરમાં પહોંચતાની સાથેજ તેમણે સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ કરી દીધો હતો, તેમણે કહ્યું હતું કે સરકારે દાવો કર્યો કે સર્જીકલ સ્ટ્રાઈક થઇ છે અને કહે છે કે અસંખ્ય લોકો મૃત્યુ પામ્યાં છે પરંતુ તેના કોઈજ પુરાવા આપવામાં આવ્યા નથી.

    - Advertisement -

    પુલવામાં હુમલાને આજે 4 વર્ષ થયાં, આખો દેશ તે 40 જવાનોના બલિદાનને યાદ કરી શ્રધાંજલિ આપી રહ્યો છે, પણ જાણે આ ઘટનાથી કોઈ જ અસર ન હોય તેમ કોંગ્રેસે ફરી પુલવામા હુમલા પર રાજકારણ કરી વિવાદ ઉભો કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે પુલવામા હુમલાને ‘ઈન્ટેલીજન્સ ફેઈલીયર’ ગણાવીને ફરી એક વાર વિવાદ ઉભો કર્યો છે. તેને જોતા ભાજપ પણ કોંગ્રેસ પર આકરા પાણીએ જોવા મળી રહી છે, વળતા જવાબમાં ભાજપે કહ્યું હતું કે દિગ્વિજયસિંહની બુદ્ધિ ફેલ થઈ ગઈ છે.

    વાસ્તવમાં કોંગ્રેસે પુલવામા હુમલા રાજકારણ રમવા જાણે એક પ્યાદુ તૈયાર જ રાખ્યું હોય તેમ દિગ્વિજયસિંહે પુલવામા હુમલાને ‘ઈન્ટેલીજન્સ ફેઈલીયર’ ગણાવી એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે “આજે આપને CRPFના તે 40 જવાનોને શ્રધ્ધાંજલી આપી રહ્યાં છીએ, જેઓ પુલવામા ખાતે ગુપ્તચર એજન્સીઓની વિફળતાના કારણે મૃત્યુ પામ્યાં, અમને આશા છે કે પોતાનું બલિદાન આપનારા જવાનોના પરિવારને વ્યવસ્થિત રીતે પુનર્વસન કરાવવામાં આવ્યું હશે.”

    દિગ્વિજયસિંહના આ ટ્વીટ બાદ ભાજપ આકરા પાણીએ

    દિગ્વિજયસિંહના આ ટ્વીટ બાદ ભાજપ પણ આક્રમક જોવા મળ્યું હતું. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ દિગ્વિજયસિંહ પર નિશાનો સાધતા કહ્યું હતું કે વાસ્તવમાં દિગ્વિજયસિંહની બુદ્ધિ ફેલ થઈ ગઈ છે, તેમણે જણાવ્યું હતું કે, “મને લાગે છે કે દિગ્વિજયસિંહની બુદ્ધિ ફેલ થઈ ગઈ છે, તેઓ સેનાનું અપમાન કરી રહ્યાં છે, પાકિસ્તાનની ભાષા બોલી રહ્યાં છે. અને સેનાનું મનોબળ તોડવાની કોશિશ કરી રહ્યાં છે. દિગ્વિજયસિંહની તપાસ થવી જોઈએ, દેશ અને સેના વિરુદ્ધ બોલવાના બી તેમના મગજમાં કોણ રોપી રહ્યું છે?

    - Advertisement -

    શિવરાજે આગળ જણાવ્યું હતું કે, “આ કોંગ્રેસનું ડીએનએ છે. આની તપાસ થવી જોઈએ, ‘ભારત જોડો’ ના નામે ભારત તોડવા વકા સાથે ચાલે છે, પાર્ટીના નેતાઓ પાકિસ્તાની ભાષા બોલી રહ્યાં છે, અને ભારતીય સેનાની દેશભક્તિ પર સવાલો ઉભા કરે છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ આનો જવાબ આપવો જોઈએ.”

    ભાજપના અન્ય નેતાઓએ પણ આપી પ્રતિક્રિયા

    આ ઉપરાંત ભાજપ પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પણ દિગ્વિજયસિહની આ ટ્વીટ બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, “જે દિવસે ભારત પુલવામાંના શહીદોને શ્રધ્ધાંજલી આપી રહ્યો છે, તે જ દિવસે દિગ્વિજયસિંહ અને કોંગ્રેસ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યાં છે. તાજેતરમાં જ દિગ્વિજયસિંહે સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલો ઉભા કર્યા હતા, આ કોઈ વ્યક્તિગત નિવેદન નથી, પણ પાકિસ્તાનને છાવરવા કોંગ્રેસ પાર્ટીનું નિવેદન છે.

    તો બીજી તરફ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ દિગ્વિજયસિંહને ઘેરતા કહ્યું હતું કે, “દિગ્વિજયસિંહ શ્રદ્ધાંજલિમાં પણ ટોણા મારી રહ્યાં છે, ટ્વીટ જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે ISIS થી કોઈએ ટ્વીટ કર્યું હોય. ભારત માતાની પ્રાણ પણથી સેવા કરીને પોતાના પ્રનોનું બલિદાન આપનાર પર ટોણા મારવાનો મોકો તેઓ નથી ચુકતા. મને લાગે છે કે સેના ઉપર આ પ્રકારના નિવેદનો આપીને તેમનું મનોબળ તોડવું કોંગ્રેસની આદત બની ગઈ છે.”

    તાજેતરમાં કાશ્મીર ખાતે આપ્યાં હતા વિવાદિત નિવેદનો

    ઉલ્લેખનીય છે કે આ પહેલા કોંગ્રેસનાં વિવાદાસ્પદ નેતા દિગ્વિજયસિંહ સર્જીકલ સ્ટ્રાઈક પર પ્રશ્ન ઉઠાવીને વિવાદમાં આવ્યા હતા. ભારત જોડો યાત્રામાં કાશ્મીરમાં પહોંચતાની સાથેજ તેમણે સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ કરી દીધો હતો, તેમણે કહ્યું હતું કે સરકારે દાવો કર્યો કે સર્જીકલ સ્ટ્રાઈક થઇ છે અને કહે છે કે અસંખ્ય લોકો મૃત્યુ પામ્યાં છે પરંતુ તેના કોઈજ પુરાવા આપવામાં આવ્યા નથી.

    આટલું જ નહી, તેમણે કલમ 370 હટાવવાનો પણ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 370મી કલમ હટવાથી રાજ્યમાં આતંકવાદમાં બિલકુલ ઘટાડો થયો નથી. દિગ્વિજયસિંહ આ નિવેદન હાલમાં રાજૌરી જીલ્લામાં આવેલા ડાંગરી ગામમાં થયેલા આતંકવાદી હુમલાઓના પીડિતોને મળતી વખતે આપ્યું હતું. આ સમયે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ પણ દિગ્વિજયસિંહ સાથે હતાં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં