હાલમાં વિશ્વમાં બે શબ્દો સૌથી વધુ ચર્ચામાં છે એક છે Adani અને બીજો શબ્દ છે Hindenburg. ગત 23 જાન્યુઆરી 2023ના રોજ ભારતના સૌથી અમીર અને વિશ્વના ત્રીજા નંબરના અમીર વ્યક્તિ ગૌતમ અદાણી અને તેમની કંપનીઓ પર અમેરિકાની રીસર્ચ પેઢી Hindenburgએ લાંબુ આરોપ પત્ર જાહેર કરી અસંખ્ય આરોપો લગાડ્યા. જેના કારણે અદાણીની કંપનીઓના શેરમાં મોટો ઘટાડો થયો. આ ઘટાડો એટલો મોટો હતો કે અદાણી વિશ્વના ત્રીજા નંબરના અમીર વ્યક્તિ પરથી નીચે ઉતરીને પ્રથમ વીસની લીસ્ટમાંથી પણ બહાર નીકળી ગયા. હવે તેમના વતી કેસ લડશે Wachtell Lipton Rosen & Katz .
આ બધા ઘટના ક્રમ દરમિયાન ગૌતમ અદાણીએ આરોપોના જવાબો તો આપ્યા જ પરંતુ સાથે સાથે આ મામલે Hindenburg પર કાનુન કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી. તે દરમિયાન હિન્ડેનબર્ગએ કહ્યું જતું કે અમે કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી માટે તૈયાર છીએ. પરંતુ હવે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે અદાણી સમૂહ દ્વારા અમેરિકાની સૌથી મોટી અને મોંઘી કોર્પોરેટ મામલાની વકીલાત કરતી પેઢીને કેસ લડવા માટે રોકવાના છે. આ વાત એક મીડિયા હાઉસના રીપોર્ટમાં કહેવામાં આવી છે. આ કાયદા સંસ્થાનું નામ Wachtell Lipton Rosen & Katz છે. જેને ટુકમાં Wachtell તરીકે ઓળખવામાં આવે છે તેનું ગુજરાતી ઉચ્ચારણ ‘વૉચટેલ’ છે. માટે હવે વિશ્વમાં હાલમાં ઉપરના બે શબ્દો Adani અને Hindenburgની સાથે એક ત્રીજો શબ્દ પણ ચર્ચામાં છે તે છે Wachtell. તો આ ‘વૉચટેલ’નો ઈતિહાસ શું છે? અદાણી જેટલા મોટા સમુહે આ પેઢીને જ કેમ આટલો મોટો કેસ સોપ્યો? તેઓ કઈ કઈ બાબતમાં સફળ રહ્યા છે? હવે હિન્ડેનબર્ગની મુશ્કેલીઓ વધશે કે ઘટશે? જાણીએ વિગતે.
ભારતમાં અદાણી સમૂહના કાયદા સલાહકાર તરીકે ‘અમરચંદ એન્ડ મંગલદાસ લો ફર્મ’ કામ કરે છે. આ ફર્મના મેનેજીંગ ભાગીદાર છે સિરીલ શ્રોફ. તેમના દીકરા કરણના લગ્ન ગૌતમ અદાણીની દીકરી સાથે થયા છે. માટે તેમને જ અમેરિકાની ‘લો ફર્મ’ કે જે અમેરિકાની સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે એવી ‘વૉચટેલ’નો સંપર્ક કરીને કેસ લડવા માટે પ્રસ્તાવ મુક્યો છે.
શું છે Wachtell, Lipton, Rosen & Katz?
આ પેઢીની સ્થાપના ઈ.સ.1962માં ત્રણ સાથીઓ હર્બ વૉચટેલ, માર્ટિન લિપ્ટન, લિયોનાર્ડ રોઝન અને જ્યોર્જ કેટ્ઝ કરી હતી અને તેમના નામોથી આ પેઢીનું નામ પણ પાડવામાં આવ્યું. આ પેઢીનું કામ કોર્પોરેટ ક્ષેત્રે લોકોને સલાહ સૂચનો આપવાનું ઉપરાંત બે કંપની વચ્ચે થતા કોઈ પણ કરારોમાં મદદ પૂરી પડવાનું છે. આવા કરારો દરમિયાન કોઈ મુશ્કેલીઓ ઉભી થાય તો તેનું સમાધાનનું પણ કામ કરે છે સાથે સાથે કોઈ કાનૂની લડાઈઓ પણ થાય તો પક્ષ મૂકી જે તે કંપનીને ન્યાય અપાવવાનું પણ કામ કરે છે. બે કંપનીઓના મર્જર અને એક્વિઝિશનના કાર્યમાં આ પેઢી નિષ્ણાત માનવામાં આવે છે. આ ઉપરાંત પણ ઘણી બધી સેવાઓ પૂરી પડે છે. જેમ કે કંપનીની ઈચ્છા ન હોવા છતાં કોઈ ટેકઓવર કરી રહ્યું છે તો તેના સામે રક્ષણની વ્યુરચના ઘડી આપે છે. તેમની જ એક વ્યુ રચના એટલે ‘Poison Pill’. ટ્વીટરે પણ શરુના સમયમાં Elon સામે આ વ્યુરચનાનો ઉપયોગ કર્યો હતો. ખાસ કરીને ‘વૉચટેલ’ કોઈ પણ કંપની પર લાગેલા આરોપના જવાબ બાબતે ખુબ જ આક્રમક રહ્યું છે. માટે જ અદાણી સમૂહ પોતાના લાગેલા આરોપને ખોટા સાબિત કરવા માટે ‘વૉચટેલ’ને કેસ લડવા આપ્યો છે.
આ પેઢી આખા વિશ્વમાં પ્રખ્યાત છે, ઉપરાંત કોર્પોરેટ મામલોમાં અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત પેઢી માનવામાં આવે છે. હાલમાં આમના પાસે 288 જેટલા નિષ્ણાંત વકીલોની ફોજ છે. આ પેઢીની linkedin Bio અનુસાર 1,500 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તેઓ અમેરિકામાં અને અમેરિકા બહાર પણ વિશ્વના ચર્ચિત કેસો લડવાનો ઈતિહાસ ધરાવે છે. હમણાં સુધી તેઓએ અમેરિકામાં મોટા કહી શકાય તેવો 86 કેસો લડ્યા છે, જયારે અમરિકા બહાર 67 જટલા કેસો લડ્યા છે. જેમાં તેમણે Twitter, Elon musk, Motorola, JP Morgan, pfizer અને હવે Adani સમૂહ જેવા લોકો સામેલ છે.
Twitter વતી પણ લડી ચુક્યા છે.
તમને યાદ હશે કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ Elon Muskએ ટ્વીટર ખરીદવા માટે જાહેરાત કરી હતી. પરંતુ ત્યારબાદ તેઓ પોતાની વાતથી ફરી ગયા હતા, ત્યાર Twitter વતી Wachtell કેસ લડ્યો હતો. પોતાની દલીલ દ્વારા અંતે Elon Muskએ ડીલ સ્વીકારવી પડી હતી. (જો કે આ કેસમાં અન્ય વકીલોની ટીમ સામેલ હતી.)
Elon Musk વતી પણ કેસ લડી ચુકી છે.
Twitter ડીલ વખતે Elon Musk વિરુદ્ધમાં કેસ લડ્યો હતો પરંતુ મસકની કંપની ટેસ્લાને જયારે સોલાર સીટી નામની કંપની સાથે વાંધો પડ્યો હતો, ત્યારે પણ Wachtellએ જ કેસ લડ્યો હતો. જેમાં ટેસ્લાની જીત થઇ હતો. આ એક કેસ જ નહિ પણ આવા અલગ અલગ બીજા બે મામલાઓમાં પણ Elon muskએ આ પેઢીની મદદ લીધી હતી. આમ આ પેઢી દુનિયાના સૌથી વધુ અમીર વ્યક્તિ માટે પણ કામ કરી ચુકી છે.
આ સિવાય અલગ અલગ સર્વેમાં પણ Wachtellનું નામ આવતું રહે છે. જેમકે આ પેઢી બાબતે એક વાત થાય છે કે તે દુનિયાની સૌથી મોધી કાનૂની સલાહકાર પેઢી માની એક છે. સૌથી વધુ પૈસા કમાનારી પેઢીમાં પણ નામ આવ્યું છે. ધનિક બાબતે વાત કરીએ તો કાનૂની સલાહો આપતી પેઢીમાં આ 50મી અમીર પેઢી માનવામાં આવે છે. Wachtellને અમેરિકાની સૌથી મોધી અને કામ બાબતે પ્રથમ કક્ષાની માનવામાં આવે છે.
નિષ્ણાંતોની વાત માનીએ તો હવે Hindenburg માટે પણ રસ્તો સરળ હશે નહિ. જો કે Hindenburg કેટલું સાચું છે કે ખોટું તે તો આવનારો સમય જ નક્કી કરશે. પરંતુ હાલની સ્થિતિને જોતા આ મામલે અદાણી કાચું કાપવાના જરાય મૂડમાં નથી. આ આખો કેસ અમેરિકાની અદાલતોમાં જ ચાલશે. જો Hindenburg પોતાનો પક્ષ બરોબર સાબિત ન કરી શક્યું તો તેના માટે આ અસ્તિત્વનો પ્રશ્ન બની જશે.
ભારતમાં પણ આ મામલે કાનૂની લડાઈઓ ચાલુ થઇ ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે અરજીઓ કરવામાં આવી છે. જેના પર આવનાર અસમયમાં સુનવણીઓ થશે.