હરિયાણાથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, વાસ્તવમાં હરિયાણાના ગુરુગ્રામથી નકલી IPS ઝોયા ખાન ઝડપાઈ છે. છેતરપીંડી કરનાર ઝોયા મોટી અધિકારી હોવાનો એવો રૂઆબ બતાવતી કે મોટા મોટા અધિકારીઓ પણ તેની ચુંગલમાં આવી જઈ તેને સલામ કરતા હતા. આરોપી મૂળ મેરઠની રહેવાસી છે, ગુરુગ્રામ પોલીસે ગત શનિવારે તેને લઇ મેરઠ પહોંચી હતી, જ્યાં ઝોયાના ઘરની તપાસ કરતાં પોલીસનો યુનિફોર્મ અને ગાડી પર લગાવવાની રેડ-બ્લ્યુ કલરની લાઈટ મળી આવી હતી.
અહેવાલો અનુસાર હરિયાણાના ગુરુગ્રામથી ઝડપાયેલી નકલી IPS ઝોયા ખાન એ હદે રીઢી ગુનેગાર છે કે પોલીસને તેના ફ્લેટ પરથી અનેક ખોટા ઓળખપત્રો સહીતના ડોક્યુમેન્ટ મળી આવ્યાં હતા. અહેવાલોમાં જણાવ્યા અનુસાર ગુરુગ્રામમાં STFને ઝોયાની હરકતો પર શંકા જતા તેનો ભાંડો ફૂટી ગયો હતો. મોંઘીદાટ ગાડીમાં ફરતી ઝોયા એ હદે ઉચ્ચ અધિકારી હોવાનો ડોળ કરતી કે મોટા મોટા અધિકારીઓ પણ તેને સલામ ઠોકતા હતા,
फर्जी IPS बनकर ठगी करती थी जोया खान
— News1Indiatweet (@News1IndiaTweet) February 6, 2023
गुरूग्राम पुलिस ने 2 दिन पहले की गिरफ्तारी
मेरठ के वेस्ट एंड रोड की रहने वाली है जोया @meerutpolice @Uppolice
વડાપ્રધાનની રેલીમાં પણ ઝોયાએ અધિકારીઓને છેતર્યા હતા
મળતી માહિતી મુજબ ઝોયા એટલી હદે રૂઆબ બતાવતી કે તેને તમામ પ્રકારની VVIP સુવિધાઓ આપવામાં આવી હતી. આટલું જ નહી વર્ષ 2019 સુધી તો પોલીસે તેને એક ગનમેન બોડીગાર્ડ અને એસ્કોર્ટ કાફલો પણ ફાળવ્યો હતો. તે જ વર્ષે વડાપ્રધાનની એક રેલી મેરઠ ખાતે યોજવામાં આવી હતી જેમાં ઝોયા પોલીસ એસ્કોર્ટ સાથે જોડાઈ હતી. આરોપી ઝોયા અવાજ બદલીને વાત કરવામાં પણ એક્સપર્ટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
કેવી રીતે ઝડપાઈ ઝોયા ખાન
એક વાર SSP વૈભવ કૃષ્ણ પર ઝોયા ખાને ગુસ્સો કરીને તેમને તતડાવી નાંખ્યા હતા. જે બાદ વૈભવ કૃષ્ણને ઝોયાની હરકતો પર શંકા ગઈ હતી. જે બાદ પોલીસે અંદરખાને ઝોયાની કુંડલી તપાસવાની શરૂઆત કરી દીધી હતી. તપાસ દરમિયાન પોલીસ ઝોયાના ફ્લેટ સુધી પહોંચી ગઈ હતી. ત્યાર બાદ ખુલાસો થયો હતો કે ઝોયા કોઈ IPS અધિકારી નથી અને માત્ર ગ્રેજ્યુએટ છે, તેણે PCSની પરીક્ષા આપી હતી પણ તેમાં તે નાપાસ થઈ હતી. હાલ પોલીસ તમામ નકલી ડોક્યુમેન્ટ અને અન્ય સામગ્રીઓ ઝ્પ્ત કરીને તેની અન્ય કોઈ ગુનાઓમાં સંડોવણી છે કે કેમ તે તપાસી રહી છે.