Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકલકત્તા હાઈકોર્ટ દ્વારા વામપંથીઓને મોટો ફટકો: અભિનેતા પરેશ રાવલ વિરુદ્ધ દાખલ કરેલી...

    કલકત્તા હાઈકોર્ટ દ્વારા વામપંથીઓને મોટો ફટકો: અભિનેતા પરેશ રાવલ વિરુદ્ધ દાખલ કરેલી FIR રદ્દ કરી; રોહિંગ્યા ઘુસણખોરો વિરુદ્ધ આપ્યું હતું નિવેદન

    પરેશ રાવલના માફી માંગી લીધા બાદ પણ તેમનો વિરોધ ઓછો નહતો થયો અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના નેતા મુહમ્મદ સલીમે તેમના વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી.

    - Advertisement -

    કોલકત્તા હાઈકોર્ટ દ્વારા વામપંથીઓને મોટો ફટકો પડ્યો છે, રોહિંગ્યા ઘુસણખોરો વિરુદ્ધ નિવેદન આપવા બદલ અભિનેતા પરેશ રાવલ વિરુદ્ધ વામપંથી અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાએ FIR દાખલ કરવી હતી. આ મામલે સુનવણી કરતા કલકત્તા હાઈકોર્ટે પરેશ રાવલ વિરુદ્ધ FIR રદ્દ કરવાનો આદેશ આપ્યો હતો.

    અહેવાલો અનુસાર કલકત્તા હાઈકોર્ટ દ્વારા અભિનેતા પરેશ રાવલ વિરુદ્ધ દાખલ કરાયેલી FIR રદ્દ કરવાના આદેશ ગઈકાલે 6 ફેબ્રુઆરીના રોજ આપ્યા હતા, હાઈકોર્ટના જસ્ટિસ રાજશેખર મૈથાની સિંગલ બેન્ચે સુનાવણી કરતા પરેશ રાવલ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ કેસ રદ્દ કરતા કહ્યું હતું કે “તેમણે (પરેશ રાવલે) આપેલું નિવેદન ગુજરાતીમાં આવ્યું હતું. આ નિવેદનનું કોઈ પણ અંગ્રેજી ભાષાંતર નથી, તેમના આ નિવેદન પર વાંધો ઉપાડનાર લોકો ગુજરાતી નથી સમજી શકતા. અને પરેશ રાવલ પોતાના નિવેદન પર માફી માંગી ચુક્યા છે.”

    વલસાડ સભાને સંબોધતી વખતે બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘુસણખોરો વિરુદ્ધ આપ્યું હતું નિવેદન

    વાસ્તવમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે વલસાડ ખાતે એક સભાને સંબોધતી વખતે પરેશ રાવલે બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘુસણખોરો વિરુદ્ધ નિવેદન આપતાં કહ્યું હતું કે, “ગેસ મોંઘો છે, તે સસ્તો થઈ જશે, લોકોને રોજગાર પણ મળી જશે, પણ જો બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘુસણખોરો તમારા ઘરની આસપાસ રહેવા લાગશે તો શું કરશો? સસ્તા ગેસના બાટલાનું શું કરશો? બાંગ્લાથી આવેલા લોકો માટે માછલા રાંધશો?”

    - Advertisement -

    આ પછી અનેક વામપંથી નેતાઓ અને લોકોએ પરેશ રાવલના આ નિવેદનને અલગ રૂપ આપી તેને બાંગ્લાદેશીની જગ્યાએ બંગાળી લોકોનું અપમાન ગણાવ્યું હતું, પરેશ રાવલના માફી માંગવા છતાં લોકો તેમનો વિરોધ કરી રહ્યા હતા, આ બાબતે પરેશ રાવલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે “ચોક્કસ માછલી વાળું નિવેદન એ કોઈ મુદ્દો જ નહતો, ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ લોકો તેનું સેવન કરે જ છે. પણ તે છતાં કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગું છું.”

    કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના નેતાએ દાખલ કરાવી હતી FIR

    પરેશ રાવલના માફી માંગી લીધા બાદ પણ તેમનો વિરોધ ઓછો નહતો થયો અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના નેતા મુહમ્મદ સલીમે તેમના વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી. આ નેતાએ FIRમાં કહ્યું હતું કે પરેશ રાવલના બંગાળી વિરુદ્ધના નિવેદનથી દેશના અન્ય રાજ્યોના લીકોમાં બંગાળી લોકો માટે નફરત ઉભી થશે. મુહમ્મદ સલીમની ફરિયાદ બાદ પરેશ રાવલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા મુજબ ધારા 153, 153 A, 153 B, અને ધારા 154 સહિત ફરિયાદ દાખલ થઈ હતી.

    આ પછી કલકત્તા પોલીસે પરેશ રાવલને સમન મોકલી હાજર થવા કહ્યું હતું. જોકે તેઓ હાજર નહતા થયાં, પણ સામે તેમણે આ સમન અને દાખલ થયેલી ફરિયાદ વિરુદ્ધ કલકત્તા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જે બાદ કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ રાજશેખર મૈથાની સિંગલ બેન્ચે આ મામલે સુનવણી કરતા પરેશ રાવલ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ કેસ રદ્દ કરવાના આદેશ આપ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં