Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહિલા PSI પર હુમલો : પોલીસ ચોકીમાં જ સલમાન-સલીમ અંસારીએ મહિલા PSIનો...

    મહિલા PSI પર હુમલો : પોલીસ ચોકીમાં જ સલમાન-સલીમ અંસારીએ મહિલા PSIનો કોલર પકડયો

    મામલો થાળે પડવાની કોશિશ કરવા મહિલા પોલીસ અધિકારી ટોળાની વચ્ચે પડ્યા હતા તે દરમિયાન સલમાન અંસારી, સમીર ઉર્ફે સુહાન ઉર્ફે છોટુ અંસારી, મેહરૂન નિશા અંસારી, રુકસાના અંસારી, ફરીન પઠાણ સહિતના ટોળાએ મહિલા PSI ને ઘેરીને માર માર્યો હતો.

    - Advertisement -

    મહિલા PSI પર હુમલો થયાની ઘટના સામે આવી છે. સુરતમાં લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રાણીતળાવ પોલીસ ચોકીમાં છેડતી મુદ્દે થયેલી અરજીમાં બે પક્ષકારો નિવેદન નોંધાવવા આવતા ઝઘડો થયો હતો. જેથી મામલો થાળે પાડવા મહિલા પીએસઆઈ વચ્ચે પડતા તેમનો કોલર પકડી મહિલા PSI પર હુમલો કરવામાં આવ્યો હતો.

    અરજી કરનાર યુવતી સાથે ગાળાગાળી કરતા ઝઘડો થયો

    સુરતમાં બે દિવસ અગાઉ લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક યુવતી દ્વારા છેડતી અંગે અરજી કરવામાં આવી હતી. જેની તપાસ રાણીતળાવ પોલીસ ચોકીના મહિલા પીએસઆઈ હિરલ બારોટ કરી રહ્યા હતા. ગતરોજ સાંજે ફરિયાદી અને સામાપક્ષ બંનેને નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. દરમિયાન સામાપક્ષવાળા દ્વારા અરજી કરનાર યુવતી સાથે ગાળાગાળી શરૂ કરતા ઝઘડો થયો હતો. જેથી પીએસઆઈ મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો.

    - Advertisement -

    ચોકીમાંજ મહિલા PSI પર હુમલો

    મામલો થાળે પડવાની કોશિશ કરવા મહિલા પોલીસ અધિકારી ટોળાની વચ્ચે પડ્યા હતા તે દરમિયાન સલમાન અંસારી, સમીર ઉર્ફે સુહાન ઉર્ફે છોટુ અંસારી, મેહરૂન નિશા અંસારી, રુકસાના અંસારી, ફરીન પઠાણ સહિતના ટોળાએ મહિલા PSI ને ઘેરીને માર માર્યો હતો.

    ચોકીમાં હાજર પોલીસ સ્ટાફ પીએસઆઈને મદદ કરવા દોડી ગયો હતો અને ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી હતી. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લાલગેટ પોલીસે (તમામ આરોપીઓ) વિરુદ્ધ આઈપીસીની જુદી જુદી કલમ 332 (લોકસેવકને તેની ફરજથી રોકવા માટે નુકસાન પહોંચાડવા) અને 147 (હુલ્લડ) સહિતનો ગુનો નોંધ્યો હતો.

    રાણીતળાવ પોલીસ ચોકી ફાઈલ તસ્વીર

    હુમલાખોર આરોપીઓ દ્વારા પીએસઆઈ સાથે અક્ષોભનીય વર્તન કરી કોલર પકડી લીધો હતો અને હુમલો કર્યો હતો. આ અંગે જાણ થતા લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ દોડી આવ્યા હતા. ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ત્રણ મહિલા સહિત પાંચની અટકાયત કરી હતી.

    કેસની વિગતો અનુસાર, એક યુવતીએ ગુરુવારે યુવક વિરુદ્ધ અરજી આપી હતી કે જ્યારે પણ તે તેના ઘરની બહાર નીકળે છે ત્યારે આરોપી દ્વારા તેની છેડતી કરવામાં આવે છે. પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ આ કેસના તપાસ કરતા મહિલા PSI એ બંને પક્ષોના નિવેદન લેવા માટે પોલીસ ચોકી બોલાવ્યા હતા જે દરમિયાન આરોપી પક્ષે યુવતીને અપશબ્દો બોલતા બંને પક્ષ પોલીસ ચોકીમાં જ ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ દરમિયાન આરોપીએ મહિલા અધિકારીને યુનિફોર્મનો કોલર પકડીને માર મારવાની કોશિશ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં