Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનામ બદલીને ફરઝાનાબાનુએ હિંદુ યુવક સાથે લગ્ન કર્યાં, 15 દિવસમાં જ ભાગી...

    નામ બદલીને ફરઝાનાબાનુએ હિંદુ યુવક સાથે લગ્ન કર્યાં, 15 દિવસમાં જ ભાગી ગઈ: ફરિયાદ બાદ ધરપકડ, આયોજનબદ્ધ ચાલતા ષડ્યંત્રનો અનેક લોકો ભોગ બન્યા

    ગત નવેંમ્બર 2022માં પણ નિકુંજ માધવણી સાથે મુસ્કાન નામની મહિલાએ સેજલ બનીને લગ્ન કર્યા હતા. આ લગ્ન કિશોર નામના વ્યક્તિએ કરાવ્યા હતા. આ લગ્ન કરાવવાના કુલ 1,90,000 રૂપિયા વસૂલ કર્યા હતા. પરંતુ લગ્ન થયાના 8 દિવસમાં જ મુસ્કાન ફરાર થઈ ગઈ હતી.

    - Advertisement -

    હમણાં સુધી એવા કિસ્સાઓ તો ઘણા સામે આવ્યા છે કે કોઈ યુવકે તેનો ધર્મ છુપાવીને હિંદુ છોકરી સાથે લગ્ન કરી છેતરી હોય પરંતુ હવે તો મુસ્લિમ યુવતી હિંદુ બનીને હિંદુ યુવાનો સાથે લગ્ન કરીને છેતરપિંડી કર્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. દિનેશ નામના યુવાન સાથે ફરઝાનાબાનુએ જ્યોતિ બની લગ્ન કર્યા હતા. 

    મળતી માહિતી મુજબ, અમરેલીના સાવરકુંડલા ખાતે રહેતા દિનેશ જ્યાણીએ થોડા સમય પૂર્વે જ્યોતિ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના 15 દિવસ બાદ તે જ્યોતિ નાસી ગઈ હતી. યુવકે વધુ તપાસ કરી ત્યારે તેને માહિતી મળી હતી કે જે યુવતી સાથે તેનો વિવાહ થયો છે, તે જ્યોતિ નહીં પરંતુ ફરઝાનાબાનુ છે. આ વાતની જાણ થતા જ યુવકના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આઘાત પામેલા યુવકે પોલીસમાં ફરિયાદ કરી આખી ઘટના જણાવી હતી. પોલીસ ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે ફરઝાનાબાનુએ જ્યોતિ બની મારી સાથે વિવાહ કર્યા છે. એટલું જ નહીં પરંતુ 90,000 રુપયાની છેતરપીંડી પણ કરી છે. 

    ફરિયાદના આધારે, પોલીસ દ્વારા જ્યોતિ ઉર્ફે ફરઝાનાબાનુંને જલાલપુરના વેસ્મા ગામેથી ઝડપી પાડી હતી. આ પહેલાં ટોળકી સાવરકુંલાના યુવક પાસેથી રૂપિયા 1,90,000 પડાવ્યા હતા. બંને ગુનાના માસ્ટરમાઈન્ડ કિશોર મકવાણા અને તાહેરા ઉર્ફે કાજલને પોલીસે જેલમાંથી કબજો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

    - Advertisement -

    આ પહેલા પણ ગત નવેંમ્બર 2022માં પણ નિકુંજ માધવણી સાથે મુસ્કાન નામની મહિલાએ સેજલ બનીને લગ્ન કર્યા હતા. આ લગ્ન કિશોર નામના વ્યક્તિએ કરાવ્યા હતા. આ લગ્ન કરાવવાના કુલ 1,90,000 રૂપિયા વસૂલ કર્યા હતા. પરંતુ લગ્ન થયાના 8 દિવસમાં જ મુસ્કાન ફરાર થઈ ગઈ હતી.

    જ્યારે નિકુંજે સેજલ ઉર્ફે મુસ્કાનનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે હકિકત કહી હતી કે મારું નામ સેજલ નહી પરંતુ મુસ્કાન છે અને મારી માતાનું નામ ગીતા નહી પરંતુ પરવીન છે. આ બાબતની જાણ થતા જ નિકુંજે પોલીસમાં ફરિયાદ કરી હતી.

    આ આખા ષડયંત્રમાં ત્રણ મુસ્લિમ મહિલાઓ અને કિશોર નામનો વ્યક્તિ સામેલ છે. હાલમાં પોલીસે બધાની ધરપકડ કરી છે. ઉપરાંત પોલીસે લોકોને કહ્યું છે કે આવી રીતે કોઈ પણ પ્રકારની છેતરપિંડી થાય તો પોલીસનો સંપર્ક કરવા માટે અપીલ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં