Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટધારદાર ચપ્પુ લઈને લોકો પર હુમલો કરી રહ્યો હતો ફઝલ, પોલીસે પગમાં...

    ધારદાર ચપ્પુ લઈને લોકો પર હુમલો કરી રહ્યો હતો ફઝલ, પોલીસે પગમાં ગોળી મારી: કર્ણાટકના કલબુર્ગીની ઘટના

    પોલીસે સ્વ બચાવ માટે આરોપીના પગમાં ગોળી મારી. હાલમાં આરોપી સારવાર હેઠળ છે. સ્વસ્થ થતા જ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવશે.

    - Advertisement -

    કર્ણાટકના કલબુર્ગી ખાતે એક માથા ફરેલ ફઝલ નામના વ્યક્તિને તાબે કરવા માટે પોલીસે પગમાં ગોળી મારવી પડી છે. આ ઘાયલ વ્યક્તિને હાલમાં હોસ્પિટલમાં ખસેડાયો છે.

    મીડીયા રિપોર્ટ અનુસાર, કર્ણાટકના કલબુર્ગી વિસ્તારમાં આવેલ સુપર માર્કેટમાં ફઝલ નામનો એક વ્યક્તિ હાથમાં ધારદાર ચપ્પુ લઈને હવામાં ફેરવતો હતો અને લોકો પર હુમલો કરવાની ધમકી પણ આપતો હતો. વાતની ગંભીરતાને સમજતા ઘટના સ્થળે ઊભા રહેલા લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસને જ જાણ થતાં જ તે પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તે વ્યક્તિને સમજાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા પરંતુ તે વ્યક્તિ પોલીસ પર પણ હમલાવર થયો હતો. પરિસ્થિતિ હાથથી નિકળતી હોય તે લાગતા પોલીસે ન છુટકે ફઝલના પગમાં ગોળી મારી હતી. ગોળી વાગતા જ તે ઢેર થઈ ગયો હતો.

    હાલમાં પોલીસે તેની ઓળખ આપવા માટે ના પાડ્યો છે. તેનુ નામ ફઝલ છે તેનાથી વધુ માહિતી મળી નથી. પોલીસે આ વ્યક્તિ બાબતે કોઈ જ વધારાનું નિવેદન આપ્યું નથી. આરોપીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેની સારવાર ચાલુ છે જે પુરી થતાં જ તેને કસ્ટડીમાં લેવામાં આવશે. 

    - Advertisement -

    સ્થાનિક લોકો અને પોલીસને બે માંથી કોઈ પણ ને આ હુમલા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ અધિકારીએ એટલું જ કહ્યું હતું કે તેમને 100 નંબર પર ફોન આવતા તેઓ તેમની ટીમ સાથે ત્યાં પહોચ્યા હતા. જ્યાં આ વ્યક્તિ લોકો પર હુમલો  કરી રહ્યો હતો. તેઓ પણ પહેલા તેને સમજાવીને કાબુ કરવા માટે પ્રયત્નો કર્યા હતા. અંતે તેના પગમાં ગોળી મારવામાં આવી હતી. વધુમાં તેમને કહ્યું હતું કે ફઝલ પર હત્યાના પ્રયાસથી લઈને જરૂરી કલમો મુજબ કેસ નોધવામાં આવ્યો છે. 

    ગોળી મારવા મુદ્દે પોલીસે કહ્યું હતું કે તે વ્યક્તિ અતિ આક્રમક બન્યો હતો. જે લોકોનો જીવ લેવા પર હતો અને પોલીસ પર પણ જાનલેવા હુમલો  કરી રહ્યો હતો. માટે કોઈ રસ્તો ન બચતા સ્વ બચાવ માટે ગોળી મારી છે. જો કે પોલીસે સતર્કતા બતાવતા તે વ્યક્તિને તત્કાલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલમાં તેની પ્રાથમિક સારવાર ચાલુ છે. જ્યાં તે સ્વસ્થ થતા જ તેને જેલ ભેગો કરવામાં આવશે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં