Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવોઇસ મેસેજથી ટ્રીપલ તલાક !: હાલોલના મોઇદ્દીને વોટ્સએપમાં વોઇસ રેકોર્ડિંગ મોકલી તલાક...

    વોઇસ મેસેજથી ટ્રીપલ તલાક !: હાલોલના મોઇદ્દીને વોટ્સએપમાં વોઇસ રેકોર્ડિંગ મોકલી તલાક આપ્યાં!

    મોઇદ્દીને યુવતીને કહ્યું હતું કે "તુમ્હારા સામાન આ કે લે જાના ઓર મુજે મેસેજ-ફોન મત કરના"

    - Advertisement -

    વોઇસ મેસેજથી ટ્રીપલ તલાક આપવાની ઘટના સામે આવી છે, હાલોલની યુવતીના લગ્ન મોડાસા ખાતે રહેતાં મોઇદ્દીન સમસુદ્દીન લુહાર સાથે થયા હતા. મોડાસા ખાતે પરીણીતાને તેનો પતિ, સસરા સમસુદ્દીન બદરૂદ્દીન લુહાર, સાસુ હસીના સમસુદ્દીન લુહાર તથા નંણદ સબનમ સમસુદ્દીન લુહાર, શારીરીક અને માનસીક ત્રાસ આપીને મારીને ઘરમાંથી કાઢી મુકી હતી, ત્યારબાદ મોઇદ્દીને યુવતીને
    વોઇસ મેસેજથી ટ્રીપલ તલાક આપ્યા હતા

    વોઈસ મેસેજમાં કહ્યું તલાક..તલાક ..તલાક ..

    મોઇદ્દીને યુવતીને કહ્યું હતું કે “તુમ્હારા સામાન આ કે લે જાના ઓર મુજે મેસેજ-ફોન મત કરના”
    પરિણીતા તથા અન્યના મોબાઇલના વોટસએપમાં તેના પતિ મોઇદ્દીને વોઇસ મેસેજ રેકોડીંગ કરીને તલ્લાક કહેતા પરીણીતાના પગ નીચે જમીન ખસી ગઇ હતી. પરીણીતાના પતિ મોઇનુદ્દીન લુહારે વોઇસ મેસેજમાં રેકોર્ડીંગ કરી કહ્યુ હતું કે “મે તેરો કો પાગલો કી તરહ ફોન કર રહ્યા હું તું ઉઠા નહિ રહી હેં, ઓર મેસેજ કા જવાબ નહી દે રહી હૈ, મેરી બાત કાન ખોલ કે સુન લે મે તે તેરો કે આજ સે તલ્લાક દે રહા હું કહીને ત્રણ વાર તલ્લાક કહ્યુ હતુ, ઓર તુમ્હારા સામાન આકે લે જાના , અબ મેસેજ ઓર ફોન ભી મત કરના ઠીક હેં” તેવો વોઈસ મેસેજ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    પરીણીતાની ફરીયાદ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી

    પરીણીતાએ હાલોલ પોલીસ મથકે સાસરીયામાંથી પહેરે કપડે કાઢી મુકીને વોટસઅપના માધ્યમથી વોઇસ રેકોડીંગ મોકલી તલ્લાક આપ્યો હોવાની ફીરયાદ નોધાવતાં પોલીસે મુસ્લીમ સ્ત્રીઓના (લગ્ન હક્કોના રક્ષણ) બાબતની અધીનિયમ 2019 ની કલમ સહીતની કલમોનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા મુસ્લિમ સ્ત્રીઓના લગ્ન હક્કોના રક્ષણ બાબતનો ગુનો નોંધીને યુવતીના સાસરિય વિરુદ્ધ તપાસનો દોર ચાલુ કર્યો હતો.

    આ પહેલા અમદાવાદના આસિફે પણ તેની પત્નીને ટ્રીપલ તલાક આપ્યા હતા

    ફતેવાડી વિસ્તારમાં રહેતી મહિલાએ પતિ આસિફ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, મહિલાના 2012માં આસિફખાન પઠાણ સાથે લગ્ન થયા હતા. લગ્નના સાત વર્ષ બાદ પતિએ મહિલાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મહિલાનો પતિ મહિલાને ગાળો આપીને માર મારતો હતો. જેને લઈને મહિલા પોતાના પિયરમાં જતી રહેતી જે બાદ પરત આવી જતી હતી.દોઢ મહિના અગાઉ ફરીથી મહિલાના પતિએ મહિલાને ગાળો આપીને મારમારતા મહિલા દોઢ મહિનાથી પિયરમાં રહેતી હતી. ત્યારે 20 મેના રોજ મહિલાનો પતિ તેના પિયરમાં આવ્યો હતો અને ત્રણ વખત તલાક તલાક તલાક બોલીને છૂટાછેડા આપ્યા હતા અને મહિલાને કહ્યું હતું કે, મારે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી.આ મામલે મહિલાને પતિ સામે માનસિક શારીરિક ત્રાસ આપવાની તથા ત્રિપલ તલાક મામલે ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં