Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅદાણીએ તેનો સંપૂર્ણપણે ભરાયેલો FPO રદ્દ કર્યો; કહ્યું નૈતિક રીતે યોગ્ય નહીં...

    અદાણીએ તેનો સંપૂર્ણપણે ભરાયેલો FPO રદ્દ કર્યો; કહ્યું નૈતિક રીતે યોગ્ય નહીં હોવાથી રોકાણકારોને તેમનાં નાણાં પરત અપાશે

    હિન્ડેનબર્ગના રીપોર્ટ બાદ રોકાણકારોમાં કહેવાતી બેચેનીની સામે તેનો આ FPO સંપૂર્ણ ભરાઈ જતાં તેને રાહત થઇ હતી. પરંતુ હવે જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝનો FPO પરત ખેંચાયો છે અથવાતો રદ્દ થયો છે ત્યારે કંપનીએ હવે પોતાની નવી રણનીતિ નવેસરથી નક્કી કરવી પડશે.

    - Advertisement -

    હજી બે દિવસ અગાઉ જ અદાણી એન્ટરપ્રાઈઝનો FPO સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો. પરંતુ શેરબજારમાં હિન્ડેનબર્ગ રીપોર્ટને આધારે અદાણી એન્ટરપ્રાઈઝીસ લીમીટેડ (AEL) તેમજ સમગ્ર અદાણી ગ્રુપના શેર્સના મૂલ્યમાં ભારે ઘટાડો નોંધવામાં આવ્યો હતો. હવે AELનાં ચેરમેન ગૌતમ અદાણીએ એક નિવેદન બહાર પાડીને કંપનીનો તાજો FPO રદ્દ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.

    પોતાનાં લેખિત નિવેદનમાં ગૌતમ અદાણીએ કહ્યું છે કે, “આજે બજારનું વલણ અભૂતપૂર્વ રહ્યું હતું. અમારા સ્ટોક્સનું મુલ્ય સમગ્ર દિવસ દરમ્યાન સતત ઉપર-નીચે થયું હતું. આ પ્રકારના અસામાન્ય સંજોગોને ધ્યાનમાં લેતાં બોર્ડને એવું લાગ્યું છે કે ઈશ્યુ (નવા FPO) સાથે આગળ વધવું નૈતિકરીતે અયોગ્ય રહેશે. રોકાણકારોનો વિશ્વાસ અમારા માટે તેમને થઇ શકનારા નાણાંકીય નુકસાન સામે સર્વોપરી છે, આથી બોર્ડે નિર્ણય લીધો છે કે હવે FPO સાથે આપણે આગળ નથી વધવાનું.”

    અદાણી એન્ટરપ્રાઈઝીસનાં એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે FPOનાં સમર્થકો (રોકાણકારો) પ્રત્યે અન્યાય હોત જો અમે આ FPO સાથે આગળ વધ્યાં હોત કારણકે બુધવારે તેમનાં શેર્સ 28.4% અને છેલ્લાં પાંચ સેશન્સમાં કુલ 38.2% ઘટ્યાં હતાં.

    - Advertisement -

    હવે અદાણી ગ્રુપનાં મોટાં અધિકારીઓ તેમના 10 બુક રનીંગ મેનેજર્સ એટલેકે વિવિધ નાણાંકીય સંસ્થાઓ સાથે બેસશે અને તેમનાં એસ્ક્રો એકાઉન્ટમાં નક્કી કરેલી રકમ બ્લોક કરશે જેથી રોકાણકારોને તેમનાં નાણાં તેમનાં જ બેંક અકાઉન્ટ્સમાં પરત આપી શકાય.

    અદાણી એન્ટરપ્રાઈઝનો FPO રૂ. 3,276નું મુલ્ય ધરાવતો હતો જ્યારે BSEમાં બુધવારનાં અંતે AELનો સ્ટોક્સ રૂ. 2,129 પર બંધ રહ્યો હતો જે FPOનાં મુલ્ય કરતાં ઘણો નીચો કહી શકાય. જો કે આ FPO માટે રોકાણકારોએ અત્યારે તેનાં મૂલ્યનાં ફક્ત 50% જ ચૂકવવાનાં હતાં અને બાકીની રકમ ભવિષ્યમાં નક્કી થનારી તારીખે ભરવાનાં હતાં. વર્ષ 2016 બાદ AEL એવી ત્રીજી કંપની બની હતી જેણે પોતાનો FPO પરત ખેંચ્યો હોય.

    FPO એટલે શું?

    FPO પણ રોકાણકારો પાસેથી કંપની દ્વારા નાણાં એકઠાં કરવાની એક પદ્ધતિનો ભાગ જ હોય છે. FPO એ કંપનીઓ લાવે છે જે શેરબજારમાં પહેલેથી જ લિસ્ટેડ હોય છે અને તે રોકાણકારોને નવા શેર ઓફર કરતી હોય છે. જો કે આ નવા શેર જે-તે કંપનીનાં હાલનાં શેર્સ કરતાં અલગ હોય છે.

    AEL વર્ષ 1994માં શેરબજારમાં પ્રવેશી હતી અને 28 વર્ષ બાદ તેણે પોતાનો FPO જાહેર કર્યો હતો. હિન્ડેનબર્ગના રીપોર્ટ બાદ રોકાણકારોમાં કહેવાતી બેચેનીની સામે તેનો આ FPO સંપૂર્ણ ભરાઈ જતાં તેને રાહત થઇ હતી. પરંતુ હવે જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝનો FPO પરત ખેંચાયો છે અથવાતો રદ્દ થયો છે ત્યારે કંપનીએ હવે પોતાની નવી રણનીતિ નવેસરથી નક્કી કરવી પડશે તેમ બજારના જાણકારો કહી રહ્યાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં