Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટન ભોજન, ન રૂમ, ન બાથરૂમ: પોતાના જ ઘરમાં 7 દિવસથી ટોર્ચર...

    ન ભોજન, ન રૂમ, ન બાથરૂમ: પોતાના જ ઘરમાં 7 દિવસથી ટોર્ચર થઈ રહી છે નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા; વકીલનો દાવો

    આલીયાના વકીલે વધુ આક્ષેપો લગાવતા કહ્યું હતું કે, પોલીસે ક્યારેય આલિયાના અધિકારોનું રક્ષણ કર્યું નથી. તેઓએ પોલીસ સામે જ મારા અસીલને ત્રાસ પણ આપ્યો હતો અને અપમાનિત કર્યા હતા.

    - Advertisement -

    નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાના વકીલે નવાં આરોપ લગાવતા દાવાઓ કરતા બોલીવુડ સ્ટારના પારિવારિક ખટરાગમાં નવો વળાંક આવ્યો છે, નવાઝની અમ્મી મેહરુનિસાએ ઝૈનબ ઉર્ફે આલિયા પર તેમની સંપત્તિ હડપવાની ફરિયાદ દાખલ કરાવ્યા બાદ હવે આલિયા દ્વારા તેના એક્ટર શોહર અને તેના પરિવાર પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યાં છે.

    અહેવાલો અનુસાર નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાના વકીલે નવાં આરોપ લગાવતા કહ્યું છે કે, તેની અસીલ ઝૈનબ ઉર્ફે આલિયા સાથે ઘરમાં ખુબ જ ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે અને તેને બાથરૂમ અને બેડ જેવા મૂળભૂત અધિકારો પણ નથી આપવામાં આવી રહ્યા. એડવોકેટે એમ પણ કહ્યું છે કે ઝૈનબ અને તેના સગીર બાળકોને સિદ્દીકી પરિવારમાં ચુસ્ત નજર હેઠળ રાખવામાં આવી રહ્યા છે.

    આલીયાના વકીલ રિઝવાને મીડિયાને જણાવ્યું હતું કે, “નવાઝુદ્દીન સિદ્દીકી અને તેના પરિવારના સભ્યોએ મારા ક્લાયન્ટ આલિયા સિદ્દીકીને ઘરમાંથી કાઢી મુકવા માટે શક્ય હોય તે તમામ પ્રયાસ કરી રહ્યાં છે. તેઓએ તેની વિરુદ્ધ ખોટી પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. જે પછી સિદ્દીકી પરિવારે આલિયાને પોલીસ દ્વારા ધરપકડ કરાવી દેવાની ધમકી આપી હતી અને આ લોકો દરરોજ સૂર્યાસ્ત પછી તેને પોલીસ સ્ટેશન બોલાવતા હતા. કોઈ પોલીસ અધિકારી ક્યારેય મારા અસીલના અધિકારોનું રક્ષણ કરવા આવ્યા નથી.”

    - Advertisement -

    વકીલે આગળ જણાવ્યું હતું કે, આલીયાને તેના જ પતિના ઘરમાં હોલમાં રહેવા માટે મજબૂર કરવામાં આવી રહી છે. દુબઈથી પરત ફરેલા તેના બાળકો પણ સોફા પર સૂવા માટે મજબૂર છે. સુરક્ષા ગાર્ડ અને કેમેરા દ્વારા તેમના પર નજર રાખવામાં આવી રહી છે. તેઓ કોઈક રીતે ગેસ્ટ રૂમનું બાથરૂમ વાપરી રહ્યાં છે. અને આ બધું છેલ્લા સાત દિવસથી ચાલી રહ્યું છે. પરંતુ તેના પતિ નવાઝુદ્દીન સિદ્દીકીને તેની સલામતીની ચિંતા નથી.

    આલીયાના વકીલે વધુ આક્ષેપો લગાવતા કહ્યું હતું કે, પોલીસે ક્યારેય આલિયાના અધિકારોનું રક્ષણ કર્યું નથી. તેઓએ પોલીસ સામે જ મારા અસીલને ત્રાસ પણ આપ્યો હતો અને અપમાનિત કર્યા હતા. આલીયાના વકીલે તેવો પણ આરોપ લગાવ્યો હતો કે સિદ્દીકી પરિવારે પોલીસ સામે માત્ર આલિયાના ચારિત્ર્ય પર જ સવાલો ઉભા નહોતા કર્યા, પરંતુ તેના બાળકની પ્રામાણિકતા વિશે પણ પૂછ્યું હતું. રિઝવાનના જણાવ્યા અનુસાર આલિયાએ આઇપીસી 509 હેઠળ આપેલી ફરિયાદ પર પણ પોલીસે આરોપીઓ સામે કોઇ કાર્યવાહી કરી નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં