અયોધ્યા રામ જન્મભૂમિ મંદિરમાં પ્રભુ શ્રીરામ અને માતા સીતાની મૂર્તિ બનાવવા માટે નેપાળના જનકપુરથી બે પવિત્ર શાલિગ્રામ શિલાઓ લાવવામાં આવી રહી છે. જે હાલ ઉત્તર પ્રદેશના ગોરખનાથ મંદિર ખાતે પહોંચી છે. અહીં મંદિરના પૂજારીએ તેની પૂજા કરી હતી.
નોંધનીય છે છે આજે ગોરખનાખ મંદિર ખાતે આરામ કર્યા બાદ આ શિલાઓ અયોધ્યા રામમંદિર માટેનો પોતાનો આગળનો પ્રવાસ શરૂ કરશે. ગોરખનાથ મંદિરના પૂજારી કહે છે, “અમે ખૂબ જ ખુશ છીએ. અમે (શિલાઓની) પૂજા કરી છે. તેમને ભગવાન રામ અને દેવી સીતાની મૂર્તિઓ બનાવવા માટે ટૂંક સમયમાં અયોધ્યા લઈ જવામાં આવશે,”
UP | 2 Shaligram stones from Nepal arrive at Gorakhnath temple, Gorakhpur; will be taken to Ayodhya for Ram temple
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 31, 2023
“We’re very happy. We’ve done pooja (of the stones). They’ll be taken to Ayodhya soon to make idols of Lord Ram & Goddess Sita,” says a priest of Gorakhnath temple pic.twitter.com/lySOrDIhfR
રસ્તામાં ઠેર ઠેર થઇ રહ્યું છે સ્વાગત અને પૂજા
આ શિલાઓ નેપાળથી જમીન માર્ગે અયોધ્યા પહોંચવા નીકળી હતી. આ કાફલાના રસ્તામાં ઠેર ઠેર તેનું સ્વાગત કરાયું અને શિલાઓની પૂજા પણ કરાઈ હતી.
અહેવાલો અનુસાર, શનિવારે (28 જાન્યુઆરી, 2023) રાત્રે લગભગ 11 વાગ્યે, આ બંને ખડકો જનકપુર ધામ સ્થિત જાનકી મંદિર પહોંચ્યા. જ્યાં મંદિરના મહંત રામ તપેશ્વરદાસે આ બંને શિલાનું સ્વાગત કર્યું હતું. એટલું જ નહીં, જ્યારે આ ખડકો જનકપુરમાં પ્રવેશ્યા ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક અને આસપાસના લોકો એક થઈ ગયા. આ દરમિયાન ક્યાંક પૂજા સાથે તો ક્યાંક વૈદિક મંત્રોચ્ચાર સાથે દેવતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
नेपाल के पोखरा से अयोध्या लाए जा रहे देव शिला
— Vikash Mohta (@VIKASHMOHTA90) January 28, 2023
शालिग्राम के पत्थर की रास्ते में पूजा करते श्रद्धालु
इसी शिला से अयोध्या में होगा प्रभु श्रीराम की मूर्ति का निर्माण 🙏https://t.co/AMv7J1q2lz pic.twitter.com/r5xQk7tPp8
પોખરાથી જનકપુર જવાના માર્ગમાં આવતા દરેક ગામ, શહેર, નગર અને ચોક-ચોકડાઓમાં આ પથ્થરોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. કેટલીક જગ્યાએ ભજન, કીર્તન અને શાંતિ પાઠ પણ કરવામાં આવ્યા છે.
નેપાળની કાલીગંડકી નદીમાંથી નીકાળવામાં આવી છે પવિત્ર શિલાઓ
અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર માટે નેપાળથી બે વિશાળ શિલાઓ લાવવામાં આવી રહી છે. તેમની પાસેથી ભગવાન રામ અને માતા સીતાની મૂર્તિ બનાવવાની છે. જે માર્ગેથી આ પથ્થરો લાવવામાં આવી રહ્યા છે. ત્યાં તેમના દર્શન અને પૂજા માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે. બંને ખડકોનું વજન 40 ટન હોવાનું કહેવાય છે.
આ બંને ખડકો નેપાળના પોખરામાં શાલિગ્રામી નદીમાંથી કાઢવામાં આવ્યા છે. શાલિગ્રામી નદીને કાલી ગંડકી તરીકે પણ ઓળખવામાં આવે છે. એક શિલાનું વજન 26 ટન છે જ્યારે બીજાનું વજન 14 ટન છે. આ રીતે, બંને ખડકોનું વજન 40 ટન હોવાનું કહેવાય છે.