Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'મારી ફ્લાઈટમાં બોમ્બ છે': એક ફોન કોલ આવ્યો અને અમદાવાદ એરપોર્ટ પર...

    ‘મારી ફ્લાઈટમાં બોમ્બ છે’: એક ફોન કોલ આવ્યો અને અમદાવાદ એરપોર્ટ પર તંત્ર દોડતું થયું, અફવા ફેલાવનારને ઝડપી લેવાયો

    હાલ પોલીસે કોલ કરીને ખોટી માહિતી આપનાર ઇસમની ધરપકડ કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી પ્લેનમાં અને એરપોર્ટ પર કેટલાક માથા ફરેલા લોકો પોતાની હરકતોથી પોતાના સહયાત્રીઓ અને તંત્ર માટે મુશ્કેલી ઉભી કરતા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. તેવામાં આજે (31 જાન્યુઆરી 2023) અમદાવાદ એરપોર્ટ પર ઉભેલી ફ્લાઈટમાં જીવતો બોમ્બ હોવાના એક ફોન કોલથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક ફ્લાઈટના તમામ મુસાફરોને નીચે ઉતારી સઘન તપાસ હાથ ધરી હતી.

    મળતી માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ હોવાના કોલથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ કોલ કરનાર વ્યક્તિએ ફોનમાં જણાવ્યું હતું કે અમદાવાદથી વાયા દિલ્હી થઈ ચંદીગઢ જઈ રહેલી ફ્લાઈટમાં જીવતો બોમ્બ છે. જેને લઈને બોમ્બ સ્કોવોડે ઘટનાસ્થળે પહોંચીને સઘન તપાસ હાથ ધરી હતી. ઘટનાને પગલે તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી કાર્યવાહી કરતા જાણ થઈ હતી કે, ફ્લાઇટ રોકાવવા માટે કોઈ વ્યક્તિએ ફોન કરીને અફવા ફેલાવી હતી. ત્યારે પોલીસે ફોન કરનારા વ્યક્તિને ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

    ટિકિટના વિવાદને લઈને પેસેન્જરે બોમ્બ હોવાનો કોલ કર્યો હોવાનું સામે આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ પોલીસે કોલ કરીને ખોટી માહિતી આપનાર ઇસમની ધરપકડ કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -

    નોંધનીય છે કે અમદાવાદમાં ગત 26મી જાન્યુઆરીના રોજ પણ બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યો પત્ર લખનાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલ આરોપી એક તરફી પ્રેમમાં પાગલ હતો અને જેને લઇને પોતાની પ્રેમિકાના દિયરને ફસાવવા માટે પત્ર લખ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

    આ પહેલા મોસ્કો-ગોવા ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા ઉડી હતી

    ઉલ્લેખનીય છે કે ગત 9 જાન્યુઆરીના રોજ પણ આવી જ એક અફવાહના કારણે રશિયાના મોસ્કોથી ગોવા જઈ રહેલા ચાર્ટર્ડ પ્લેનને જામનગર ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. વાસ્તવમાં, ગોવા ATCને એક મેલ આવ્યો હતો, જેમાં વિમાનમાં બોમ્બ હોવાની માહિતી આપવામાં આવી હતી. આ પછી તરત જ જામનગરમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાંથી તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.

    લેન્ડિંગ બાદ જામનગર એરપોર્ટ પર બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે ચાર્જ સંભાળ્યો હતો. એરક્રાફ્ટ આઇસોલેશન બેમાં રાખવામાં આવ્યું હતું અને સઘન તપાસ ચાલી હતી. મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઇટમાં સવાર તમામ 244 મુસાફરોને લગભગ 9.49 કલાકે એરપોર્ટ પર સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. દરમિયાન NSG કમાન્ડો પણ એરપોર્ટ જવા રવાના થયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં