હાલમાં જ ગુજરાતના દંગાને લઈને BBC દ્વારા પ્રસારિત કરેલી ડોક્યુમેન્ટ્રી ચર્ચાનો વિષય બની છે. જો કે તે ડોક્યુમેન્ટ્રી બનવાના મલીન ઈરાદાના કારણે ભારત સરકારે તેના પર પ્રતિબંધ મુક્યો છે. પરંતુ હવે આજ ડોક્યુમેન્ટ્રી બનાવનાર BBC પર પૈસા લઈને ડોક્યુમેન્ટ્રી બનવવાનો આરોપ લાગ્યો છે.
બીબીસીની આ વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે. રાજ્યસભાના સાંસદ મહેશ જેઠમલાણીએ એક બ્રિટિશ વેબસાઈટને ટાંકીને આરોપ લગાવ્યો છે કે બીબીસીને પૈસાની સખત જરૂર છે અને તે આ માટે ચીનની કંપનીઓ પાસેથી પૈસા લઈ રહી છે. તેમણે આ વિવાદને ‘પ્રચાર માટે રોકડ સોદો’ ગણાવ્યો છે. તેમણે ખુલ્લેઆમ નામ નથી લીધું, પરંતુ સ્પષ્ટપણે ઈશારામાં કહ્યું છે કે આ બધું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોઈ મોટા રાજકીય ષડયંત્રનો ભાગ હોઈ શકે છે. તેણે જે ચીની ટેક્નોલોજી કંપની હુવેઈનું નામ આપ્યું છે તે સુરક્ષા પડકારોને લઈને પહેલાથી જ શંકાના દાયરામાં છે. આમ તેમણે BBC પર પૈસા લઈને પત્રકારિતા કરવાનો આરોપ લગાવ્યો છે.
Why is #BBC so anti-India? Because it needs money desperately enough to take it from Chinese state linked Huawei (see link) & pursue the latter’s agenda (BBC a fellow traveller, Comrade Jairam?)It’s a simple cash-for-propaganda deal. BBC is up for sale https://t.co/jSySg542pl
— Mahesh Jethmalani (@JethmalaniM) January 31, 2023
સ્પેક્ટેટરના અહેવાલ અનુસાર, ચીની કંપની Huawei પર આરોપ છે કે તેણે ચીનના સરકારી અધિકારીઓને સર્વેલન્સ ટેક્નોલોજી વિકસાવવામાં મદદ કરી હતી જે કથિત રીતે ઉઇગર મુસ્લિમોની દેખરેખ રાખે છે. ‘પરંતુ આ બધું બીબીસીને રોકવા માટે પૂરતું નથી, જે હજી પણ તેના વિદેશી પત્રકારત્વ માટે જરૂરી ભંડોળ ભેગું કરવા માટે હ્યુઆવેઇ પાસેથી પૈસા લઈ રહ્યું છે.
ભારતમાં 2002ના દંગા હમેશા રાજનીતિના કેન્દ્રમાં રહ્યા છે. જેને લઈને હમેશા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાજનૈતિક હમલાઓ કરવામાં આવતા રહ્યા છે. BBCની ડોક્યુમેન્ટ્રીમાં પણ એજ રાગ અલાપવામાં આવ્યો હતો. જો કે BBC જે દેશમાંથી છે તે બ્રિટેનના વડાપ્રધાને જ તે ડોક્યુમેન્ટ્રી સાથે અસહમતી દર્શાવી છે. પરંતુ ભારત દેશમાં વિપક્ષે આ ડોક્યુમેન્ટ્રીને પોતાનો રાજકીય હાથો બનાવીને રાજકીય હમલો કર્યા છે. સાથે જ આ ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મુકો તેનો પણ વિરોધ કર્યો છે. વિપક્ષ આ મુદ્દાને સુપ્રીમ કોર્ટ સુધી લઇ ગયો છે. જેમાં વરિષ્ઠ પત્રકાર એન રામ, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા અને જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે કેન્દ્ર સરકાર દ્વારા તેના પરના પ્રતિબંધને પડકાર્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે આ અંગે સુનાવણી માટે 6 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.