આજે ગુજરાત ઓટોરિક્ષા ફેડરેશન દ્વારા સુરત અને વડોદરાના તમામ રિક્ષાચાલકોને ચેતવણી મળી છે કે તેઓ પોતાની રિક્ષા પર AAP પાર્ટીના પોસ્ટરો, ફોટાઓ કે હૂડ લગાવીને ન ફરે કેમ કે એ પોલીસ અને RTOના નિયમ વિરુદ્ધ છે.
દેશગુજરાત દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત ઓટોરિક્ષા ફેડરેશનના અધ્યક્ષ જયંતિ પ્રજાપતિએ આજે સુરત અને વડોદરાના રિક્ષા ચાલકોને આમ આદમી પાર્ટીના ચિન્હવાળા હૂડ અને પોસ્ટર તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના પોસ્ટર લગાવીને ફરવા બદલા ચેતાવ્યા છે કેમ કે તે RTOના નિયમ વિરુદ્ધ છે.
ફેડરેશને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સર્વે રિક્ષાચાલકોને ચેતવતા કહ્યું છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવે છે એમ એમ ઓટોરિક્ષા પસિંગ અને રજીસ્ટ્રેશનના કોઈ પણ નિયમનું ઉલ્લંઘન થયેલ માલૂમ પડશે તો પોલીસ અને RTO દ્વારા સખતમા સખત પગલાં લેવામાં આવશે, અને આવી સ્થિતિમાં ફેડરેશન એ ડ્રાઇવરની કોઈ પણ રીતે મદદ કરી શકશે નહીં. જો કોઈપણ રિક્ષા પર કોઈ પણ રાજકીય પાર્ટીના બેનર, પોસ્ટર કે હૂડ હશે તો એને પોલીસ અને RTO દ્વારા ડિટેન કરી લેવામાં આવશે.
હાલમાં ગુજરાતભરમાં ઘણી મોટી સંખ્યામાં રીક્ષાઓ પર આમ આદમી પાર્ટીના બેનર લગાયેલા જોવા મળે છે. ગુજરાત ઓટોરિક્ષા ફેડરેશન તરફથી પ્રમુખ પ્રજાપતિએ તમામ ડ્રાઈવરોને કોઈ પણ જાતની રાજકીય ચળવળથી દૂર રેહવાની સલાહ આપી છે.
Everyday, Kejriwal spends crores of rupees on advertisement to hide his failure
— Mahesh Vikram Hegde 🇮🇳 (@mvmeet) March 27, 2022
Instead of wasting the money, he should use the money to build houses to Kashmiri Hindus who lost their houses in 1990s
RETWEET if you agree! pic.twitter.com/CTpk8lrtG8
અહિયાં નોંધનીય છે કે આમ આદમી પાર્ટી પહેલાથી જ પ્રમોશન અને જાહેરાતો પાછળ અઢળક રૂપિયા ખર્ચવા માટે કુખ્યાત છે. જ્યારથી ગુજરાત ચૂંટણી નજીક આવવાની શરૂઆત થઈ છે ત્યારથી ગુજરાતનાં ઘણા સમાચારપત્રો અને સમાચાર ચેનલો પર આમ આદમી પાર્ટીની જાહેરાતોએ કબજો કરેલો જોવા મળ્યો હતો. આ ઉપરાંત કેજરીવાલ દ્વારા દેશભરના સમાચારપત્રોમાં પોતાની જાહેરાતો અપાય છે.
#KejriwalExposed again
— Sujit Hindustani (@geeta5579) December 29, 2021
Against Shri @AmitShah ‘s l statement about Advt expenses, #Kejriwal govt claim that they spent only 70 cr on ads..
As per my RTI, AAP spent around ₹ 150 Cr in first seven months of FY21-22. pic.twitter.com/SMdOQjX9WU
આમ આદમી પાર્ટીના દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આરોપ લાગ્યા કરે છે કે એ કામ ઓછું કરે છે અને જાહેરાતો વધુ કરે છે. અનેક RTI દ્વારા વારંવાર કેજરીવાલના જાહેરાતો પાછળના ખર્ચના ખુલાસા થતાં રહે છે.
હાલમાં ગુજરાતમાં રીક્ષાઓ પાછળ જેટલી પણ જાહેરાતો અથવા પોસ્ટરો છે એમાં મોટા ભાગના આમ આદમી પાર્ટીના જ છે. આથી પોતાના ફેડરેશન હેઠળની ઓટોરિક્ષાઓને ભવિષ્યમાં કાયદાકીય તકલીફ ન પડે એ માટે ગુજરાત ઓટોરિક્ષા યુનિયનના પ્રમુખ દ્વારા તેમને ચેતવવામાં આવ્યા હતા.