શુક્રવારે, 27 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સનાતન ધર્મ જ ભારતનો ‘રાષ્ટ્રીય ધર્મ’ છે એમ જણાવ્યું અને કહ્યું કે દેશના દરેક નાગરિકે તેનું સન્માન કરવું જોઈએ. સીએમ યોગીએ એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભૂતકાળમાં જે ધાર્મિક સ્થળોનો નાશ કરવામાં આવ્યો હતો અથવા અપવિત્ર કરવામાં આવ્યા હતા, તેમને પુનઃસ્થાપિત કરવા માટે એક અભિયાન શરૂ કરવું જોઈએ, જેમ કે અયોધ્યામાં શ્રી રામ મંદિરના કિસ્સામાં કરવામાં આવ્યું હતું.
સીએમ યોગીએ કહ્યું, “આપણો સનાતન ધર્મ ભારતનો ‘રાષ્ટ્ર ધર્મ’ છે. જ્યારે આપણે સ્વાર્થથી ઉપર ઉઠીએ છીએ ત્યારે આપણે ‘રાષ્ટ્ર ધર્મ’ સાથે જોડાણ સ્થાપિત કરીએ છીએ. રાષ્ટ્રીય ધર્મ સાથે જોડાવાથી આપણું રાષ્ટ્ર સુરક્ષિત બને છે.”
તેઓએ જોડ્યું, “આપણા સન્માનના પ્રતીકો પુનઃસ્થાપિત કરવા જોઈએ, અને ગાય અને બ્રાહ્મણોની રક્ષા થવી જોઈએ. જો આપણાં ધાર્મિક સ્થળોને કોઈ પણ યુગમાં અપવિત્ર કરવામાં આવ્યું હોય, તો અયોધ્યામાં શ્રી રામ મંદિરની જેમ તેને પુનઃસ્થાપિત કરવાનું અભિયાન ચલાવવું જોઈએ. 500 વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે.”
हमारा 'सनातन धर्म' भारत का 'राष्ट्रीय धर्म' है… pic.twitter.com/1MCGNHuK3O
— Yogi Adityanath (@myogiadityanath) January 27, 2023
યોગી આદિત્યનાથ જાલોરના નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન કરી રહ્યા હતા. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પણ આ કાર્યક્રમ દરમિયાન રુદ્રાક્ષનું વાવેતર કર્યું હતું.
आज राजस्थान के जालोर स्थित श्री नीलकंठ महादेव मंदिर में मा. केंद्रीय मंत्री श्री गजेंद्र सिंह शेखावत जी के साथ दर्शन-पूजन करने का सौभाग्य प्राप्त हुआ।
— Yogi Adityanath (@myogiadityanath) January 27, 2023
भगवान श्री नीलकंठ महादेव से प्रार्थना है कि सभी भक्तों को यश एवं समृद्धि के आशीष से अभिसिंचित करें।@gssjodhpur pic.twitter.com/yqqGrOX0IN
સીએમ યોગીએ એમ પણ કહ્યું હતું કે 1400 વર્ષ પછી ભગવાન નીલકંઠના મંદિરનો ભવ્ય રીતે પુનઃસ્થાપન એ વારસા પ્રત્યે આદર અને જાળવણીનું ઉદાહરણ છે.
“દેશ વિકાસ કરી રહ્યો છે. યાદ કરો કે વડા પ્રધાન મોદી-જીએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ વર્ષમાં આપણને બધાને ‘પંચ પ્રાણ’ (પાંચ સંકલ્પો) આપ્યા હતા, જેમાંથી એક આપણા સાંસ્કૃતિક વારસાનું સન્માન હતું. આજે આ કાર્યક્રમ એ જ પ્રતિજ્ઞાને પ્રતિબિંબિત કરે છે.” યુપી સીએમએ કહ્યું.
અમિત શાહે રામ મંદિરની તારીખ આપી
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે શ્રી રામ મંદિર 1લી જાન્યુઆરી 2024 સુધીમાં તૈયાર થઈ જશે. દક્ષિણ ત્રિપુરામાં સબરૂમમાં એક રેલીમાં બોલતા અમિત શાહે કહ્યું હતું કે, “2019ની લોકસભા ચૂંટણી દરમિયાન, હું ભાજપ અધ્યક્ષ હતો રાહુલ બાબા (રાહુલ ગાંધી) કોંગ્રેસના અધ્યક્ષ હતા. તે દરરોજ પૂછતાં હતા – મંદિરના નિર્માણની તારીખ ક્યારેય કહેવામાં આવશે નહીં. તો રાહુલ બાબા, કાન ખોલીને સાંભળો, 1 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર તૈયાર થશે.”